હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, કે આગામી 10 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં 11 જુલાઈએ હળવો વરસાદ હશે.
હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
આગામી 10 તારીખથી રાજ્યમાં વરસાદનું જોર વધશે
11 જુલાઈએ અમદાવાદ,ગાંધીનગરમાં હળવો વરસાદ
ગુજરાતમાં આ વર્ષે વરસાદ વહેલા જોવા મળ્યો જેના કારણે ગરમીથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી હતી. જોકે છેલ્લા અઠવાડિયાથી વારસાદ શાંત પડી ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.
10 જુલાઈથી રાજ્યમાં વરસાદી માહોલ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 10 જુલાઈથી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને પહેલા દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે જગતના તાતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
લો પ્રેશરને કારણે વરસાદનું જોર વધશે
આગામી 11 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે તેવું હવામાન વિબાગ દ્વારા કહેવામાં આવ્યું છે. લો પ્રેશરને કારણે રાજ્યમાં વરસાદનું જોશ વધશે. હાલ રાજ્યમાં ઉકળાટને કારણે સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. ગરમીથી કંટાળેલા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે.
11 જુલાઈના રોજ અમદાવાદમાં હળવો વરસાદ
જોકે હવામન વિભાગનું કહેવું છે કે રાજ્યમાં 9 જુલાઈ સુધી તો લોકોએ ઉકળાટ સહન કરવોજ પડશે. ત્યારબાદ વરસાદનું આગમન થશે, અમદાવાદ અને ગાંધીનગરમાં 11 જુલાઈના રોજ હળવા વરસાદની શક્યતા છે.
જગતના તાતમાં ખુશીનો માહોલ
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. જેમા ખાસ કરીને ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જેથી વરસાદના આગમનની સૌથી વધારે ખુશી ખેડૂતોમાં જોવા મળી રહી છે.