બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Rain of money on this player in IPL auction, Morris and Yuvraj broke records

IPL Auction / IPLની હરાજીમાં આ ખેલાડી પર પૈસાનો વરસાદ, મોરિસ અને યુવરાજનો તોડ્યો રેકૉર્ડ

Vishal Khamar

Last Updated: 04:14 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કુરાનને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની હરાજીમાં પંજાબ કિંગ્સ દ્વારા 18.50 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.

  • ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કુરાનને સૌથી મોંઘો ખેલાડી બન્યો
  • આઈપીએલ) 2023ની હરાજીમાં પંજાબ કિંગ્સ દ્વારા 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો
  • કુરનને ખરીદવા માટે પંજાબ કિગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે લાંબી લડાઈ ચાલી

 ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કુરાનને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની હરાજીમાં પંજાબ કિંગ્સ દ્વારા 18.50 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. કુરન ઈજાના કારણે લીગની છેલ્લી સિઝનમાં રમી શક્યો ન હતો, પરંતુ આ સિઝનમાં તે પુનરાગમન કરે તેવી અપેક્ષા છે. કુરનને ખરીદવા માટે તેની બે જૂની ટીમો પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે લાંબી લડાઈ ચાલી હતી, જેમાં પંજાબનો વિજય થયો હતો. આ સાથે, કુરન આ લીગમાં સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. 

IPL 2023 આગામી સીઝન માટેની હરાજી પૂર્ણ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નું બ્યુગલ આજથી (23 ડિસેમ્બર) સાચા અર્થમાં વાગવા જઈ રહ્યું છે. કોચીમાં આજે આગામી સિઝન માટે મીની હરાજી પૂરી થઈ ગઈ છે અને આ વખતે મિની ઓક્શન માટે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેના પર તમામ ટીમો ઘણો ખર્ચ કર્યો હતો. હરાજીની શરૂઆતમાં જ ઇંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુકને સનરાઇઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે મયંક અગ્રવાલની પણ લોટરી લાગી હતી. સનરાઇઝર્સે હૈદરાબાદે 8.25 કરોડની કિંમતમાં મયંકને પોતાની સાથે જોડ્યો હતો. 

273 ભારતીય ખેલાડીઓ હતા જ્યારે 131 ખેલાડીઓ વિદેશી
જણાવી દઈએ કે હરાજીમાં સામેલ 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય ખેલાડીઓ હતા જ્યારે 131 ખેલાડીઓ વિદેશી હતા.આ હરાજીમાં વધુમાં વધુ 87 સ્લોટ ઉપલબ્ધ હતા.નિયમ મુજબ   87 ખેલાડીઓમાંથી વધુમાં વધુ 30 વિદેશી ખેલાડીઓને ખરીદી શકતા હતા.પહેલા 86 ખેલાડીઓના નામ એક પછી એક હરાજી માટે મૂકવામાં આવ્યા હતા અને એ પછી   હરાજીની પ્રક્રિયા ઝડપી શરૂ થઈ હતી.

વિલિયમસનને ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો 
જો કે આ સિઝનમાં ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન કેન વિલિયમસનની સ્થિતિ એવી જ કઇંક જણાતી હતી પણ નસીબે તેનો સાથ આપ્યો. જણાવી દઈએ કે કિવી દિગ્ગજ ખેલાડીને આઈપીએલની ગત સિઝન બાદ સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી મુક્ત થયા બાદ હવે આ સિઝનમાં એમને નવી ટીમ મળી છે. જણાવી દઈએ કે વિલિયમસનને ગુજરાતે તેને તેની મૂળ કિંમત બે કરોડમાં ખરીદી લીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ