બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / rain in ahmedabad and sabarkantha

માવઠું / અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટા, માવઠાને લઇને ખેડૂતોને હજુ કાલ સુધી ચિંતા

Khyati

Last Updated: 05:30 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં શીત લહેરો વચ્ચે ઝરમર વરસાદની એન્ટ્રી, નરોડા, નિકોલ, કૃષ્ણનગર, હિરાવાડી સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ

  • અમદાવાદના વાતાવરણમાં પલટો
  • અમદાવાદ પૂર્વમાં ઝરમર વરસાદ
  • ઠંડા પવનોની સાથે વરસાદી છાંટા 

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ 7 માર્ચ થી 10 માર્ચ સુધી વાતાવરણમાં પલટો તેમજ માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે વિવિધ શહેરોમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.  ત્યારે આજે તો અમદાવાદમાં ઝરમર વરસાદ વરસ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે  નરોડા, નિકોલ, કૃષ્ણનગર, હિરાવાડી, બાપુનગર અને મેમ્કો સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો.

અમદાવાદમાં પ્રસરી ઠંડક

અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ઠંડા પવનોની શરુઆત થઇ ગઇ હતી. આમ તો બપોર બાદ ગરમી લાગે પરંતુ વરસાદના આગમનને પગલે ઠંડકની લહેર ફરી વળી હતી. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, દ. ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠુ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  પરિણામે હાલમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે .

 

સાબરકાંઠામાં કરા પડ્યા

રાજ્યમાં હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીને પગલે સાબરકાંઠામાં વરસાદ વરસ્યો હતો. ખેરોજ અને લાબડીયા વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો.  અચાનક જ વાતાવરણ બદલાઇ જતા કરા વરસ્યા હતા. પરિણામે વાતાવરણમાં તો ઠંડકની લહેર ફરી વળી હતી તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પાકમાં નુકસાનની ભીતી સેવાતા ખેડૂતો મુંઝાયા હતા.

હવામાન વિભાગે કરી છે આગાહી

મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા 7 થી 10 માર્ચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.  છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લામાં તથા આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

12 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે- અંબાલાલ પટેલ

 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માર્ચ મહિનામાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે.તેઓએ જણાવ્યુ કે  12 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.

કેસર કેરીને થશે અસર

રાજ્યમાં અવારનવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠાને કારણે ખેડૂતોને ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. તો વળી કેસર કેરીના પાક પર પણ અસર વર્તાઇ રહી છે. આંબા પર ફ્લાવરીંગ ઓછા જોવા મળતા કેસર કેરીનો પાક ઓછો થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ