બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain has been recorded in 95 talukas in the state in the last 24 hours

સાયક્લોન / લેંડફોલના 18 કલાક પહેલા બિપોરજોયની અસર શરૂ, ગુજરાતમાં આજે 89થી વધુ તાલુકામાં વરસાદી ઝાપટાં, જુઓ ક્યાં કેવો વરસાદ

Dinesh

Last Updated: 11:56 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે

  • છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયમાં 5 ઈંચ
  • દ્વારકામાં 4 ઈંચ અને કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ

રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે, છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે દ્વારકામાં 4 ઈંચ અને કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ઉપલેટામાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે તેમજ રાજ્યના અન્ય 28 તાલુકામાં 1થી 2.5 વરસાદ નોંધાયો તેમજ સવારે 6થી 6 વાગ્યા સુધીના વાત કરવામાં આવે તો 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના ભૂજમાં નોંધાયો છે. 

પાટણ, રાધનપુર, હારીજ, સાંતલપુરમાં વરસાદ
પાટણમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાઈ છે, પાટણ, રાધનપુર, હારીજ, સાંતલપુરમાં ભારે પવન ફુંકાવાનું શરૂ થયું છે. ભારે પવન સાથે રાધનપુરમાં વરસાદની એકાએક શરૂઈઆત થઈ છે.

પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદ
પાટણ બાદ પોરબંદરમાં પણ વાવઝોડાની ભયાનક અસર વર્તાઈ છે અને અચાનક ભારે પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન ફૂંકાયો હતો અને દરિયાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં દરિયામાં વિઝીબિલિટી ઝીરો જોવા મળી હતી.

ભાવનગરના સિહોર પંથકમાં વરસાદ 
ભાવનગરના સિહોર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વાવાઝોડામા વરસાદની આગાહીને પગલે વાતાવરણ પલટાયું હતું અને બિપોરજોય વાવાઝોડાની અસર દેખાઈ છે. 

અરવલ્લીમાં પણ વાતાવરણમાં પલટો
અરવલ્લીમાં પણ બિપરજોય વાવાઝોડાની અસર દેખાઈ છે અને મોડાસાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોડાસા ચાર રસ્તા, ડીપ વિસ્તાર, બજાર વિસ્તારમાં વરસાદ પડ્યા છે.

અમદાવાદમાં વરસાદ
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. એસ.જી હાઇવે, બોડકદેવ અને માનસી સર્કલ પાસે વરસાદ પડ્યો છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ