બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain forecast in North Gujarat

ખેડૂતો ચિંતાતુર / ગુજરાતમાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, પાકને લઈ તંત્રએ એલર્ટ જાહેર કરી આપી અગત્યની સૂચના

Dinesh

Last Updated: 06:34 PM, 25 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગની ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે બનાસકાંઠામાં ડિઝાસ્ટર વિભાગ એલર્ટ થયું છે, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો માલ પલળી ન જાય તેને લઈ સૂચના આપવામાં આવી છે

  • ઉત્તર ગુજરાતમાં વરસાદની આગહી
  • બનાસકાંઠા અને પાટણમાં થઇ શકે વરસાદ
  • આગાહીના પગલે બનાસકાંઠામાં ડિઝાસ્ટર વિભાગ એલર્ટ


હવામાન વિભાગની ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે બનાસકાંઠામાં ડિઝાસ્ટર વિભાગ એલર્ટ થયું છે. કમોસમી વરસાદની આગાહીને લઈ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો માલ પલળી ન જાય તેને લઈ સૂચના આપવામાં આવી છે.  ડિઝાસ્ટર વિભાગે ખેતીવાડી અને બાગાયત વિભાગને પણ સૂચના આપી છે અને સાથે સહકારી મંડળી પણ સૂચના આપી છે. આગાહીને લઈને ડિઝાસ્ટર વિભાગે ખેડૂતો માટે પણ સૂચન કર્યું છે.

આગાહીના પગલે ડિઝાસ્ટર વિભાગ એલર્ટ
હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જેને લઈ બનાસકાંઠા ડિઝાસ્ટર વિભાગ પણ એલર્ટ થયું છે અને જિલ્લાની વિવિધ એપીએમસી માર્કેટ યોર્ડને અગમચેતીના ભાગ રૂપે ખુલ્લામાં રાખેલો માલ-સામાન પલડી ન જાય તે માટે સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ ખેડૂતોને પાકની તકેદારી માટે પણ સૂચના આપવામાં આવી છે. 

28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંમાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ફાઈલ તસવીર

હવામાન વિભાગની મોટી આગાહી
રાજ્યમાં ઠંડીનું સામ્રાજ્ય જામ્યું છે. ઠંડીના કહેરથી શાળાએ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી સવારે વોકિંગ કરવા કે રનિંગ માટે નીકળતા સ્વાસ્થ્યપ્રેમીઓની સંખ્યા ઘટી છે. અંગોને કંપાવતી ઠંડીનો આ રાઉન્ડ લાંબો ચાલતાં લોકો મનોમન અકળાયા છે. હવે ક્યારે આ રાઉન્ડ પૂરો થશે એવી ચર્ચાઓ પણ લોકો આપસમાં કરી રહ્યા છે. આ તરફ હવે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. 

રાજ્યમાં નોંધાશે કમોસમી વરસાદ
મહત્વનું છે કે, હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ઠંડીનો ચમકારો યથાવત રહેશે. તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ફાઈલ તસવીર

કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે. મહત્વનું છે કે, 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે જેના કારણે કોલ્ડવેવ રહેશે.  રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળશે.

ફાઈલ તસવીર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી શું અસર થશે?  
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જોકે 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ 29 જાન્યુઆરીથી 3 થી 4 ડિગ્રી તાપમાં વધતા ફરી ઠંડીમાં વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ,  પોરબંદર,  ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવની આગાહી કરાઇ છે. 

કયા શહેરમાં કેટલું તાપમાન નોંધાયું?

  • નલિયામાં 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ભુજમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું
  • રાજકોટમાં 8.7 ડિગ્રી તાપમાન નોંધાયું
  • પોરબંદરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું
  • દિવમાં નોંધાયું 9.9 ડિગ્રી તાપમાન
  • સુરેન્દ્રનગરમાં નોંધાયું 9.9 ડિગ્રી તાપમાન
  • કેશોદમાં નોંધાયું 8.9 ડિગ્રી તાપમાન
  • ડીસામાં 9.1 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ગાંધીનગરમાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું
  • અમદાવાદમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ