બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / Rain forecast in Gujarat, Sanat monks-saints expected in Salangpur dispute, Team India in Super-4

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં વરસાદનો કિલ્લોલ ક્યારથી? સાળંગપુર વિવાદમાં સનાતની સાધુ-સંતોનું ધાર્યું થયું, ટીમ ઈન્ડિયા સુપર-4માં

Dinesh

Last Updated: 07:31 AM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે, જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને તરબોળ કરી શકે છે

 હવામાન વિભાગ દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને તરબોળ કરી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વરસાદની સંભાવના ઊભી થઈ છે. બીજી તરફ હવામાન નિષ્ણાતો પણ જણાવે છે કે, આજથી ૧૦ સપ્ટેમ્બર સુધી ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. આ સમયગાળામાં બંગાળના ઉપસાગરમાં વરસાદ લાવનારી મજબૂત સિસ્ટમ બનશે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ લાવશે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો ૧૩થી ૨૦ સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાંની પણ સંભાવના છે. આ દિવસોમાં અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડશે.

A strong system is created, prediction that Meghraja will sweep Gujarat on Janmashtami

Salangpur Temple Controversy: સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને સર્જાયેલા વિવાદનો ઉકેલ આવી ગયો છે. જે ભીંતચિત્રોનો વિવાદ સરકાર સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને VHPના આગેવાનો સાથે મહત્વની બેઠક થઈ હતી. જે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આવતીકાલે સૂર્યોદય પહેલા ભીંતચિત્રો હટાવવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી વકરેલા વિવાદનો ઉકેલ આવ્યો છે. તો બીજી તરફ કેટલાક સાધું સંતો આ એવા પણ નિવેદનો આવ્યા છે કે, આવતીકાલની લીંબડીની બેઠક યથાવત્ જ રહેશે. લીંબડી સાધુ સંતોની બેઠક પહેલા કોઈ નિર્ણય લેવાય નહી.

પાંચ ક્યા ક્યાં ઠરાવ કરાયા 
1. વડતાલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદીક સનાતન ધર્મનું એક અંગ જ છે અને વૈદિક ધર્મની પરંપરાઓ અને પૂજા પદ્ધતીઓ, હિન્દુ આચરોનું આદરપૂર્વક પાલન કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઈચ્છતું નથી તેથી અમે એ જણાવી છીએ.
 2. સાળંગપુર મંદિર ખાતેના જે ભીંતચિત્રોથી લાગણી દુભાઈ છે, તે ભીંતચિત્રોને કાલે સૂર્યોદય થતા પહેલા તે લઈ લેવામાં આવશે.3. સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા વિવાદસ્પદ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ સનાતન ધર્મના આચાર્યો/સંતો સાથે વિચાર પરામર્શ બેઠક ટૂક સમયમાં યોજાશે. સમાજમાં વિસંવાદીતતા દૂર કરવા માટે અમે કટીબધ્ધ છીએ. આ ઉદેશ્યને પૂર્ણ કરવા માટે દ્વારકા પીઠાધીશ્વર શંકારાચાર્ય પરમ પૂજ્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી તેમજ વડતાલ ગાદીપતી આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે બેઠક કરવામાં આવશે.

4.વડતાલ પીઠાધીશ્વર પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તેમજ વડીલ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદેશ આપ્યો છે કે, કોઈએ વિવાદસ્પદ વાણી વીલાસ કરવો નહી

5. વિશ્વ હિન્દુ પરિષદ સંતોના ચરણોમાં તથા હિન્દુ સમાજને કરબદ્ર પ્રાર્થના કરે છે. આ વિવાદને પૂર્ણ ઉકેલ લાવવા માટે સક્રિય પહેલ થયેલ છે. તેથી સૌ કોઈ સમાજની સમરસતા તૂટે તેવા નિવેદનો ન કરે

Controversy over Hanumanji murals in Salangpur temple ends, VHP-Santho meeting passes five resolutions

સાળંગપુર હનુમાન મંદિરના ભીંતચિત્રો મુદ્દે ચાલી રહેલા વિવાદનો સુખદ નિર્ણય આવ્યો છે.  ત્યારે ગાંધીનગરમાં  મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ અમદાવાદમાં પણ તમામ સંતો-મહંતોની સદભાવના બેઠક યોજાઈ હતી. બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહેવામાં આવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે.  જે ભીંતચિત્રો છે, તે આવતીકાલે સૂર્યોદય સુધીમાં હટાવી લેવામાં આવશે. ત્યારે વિવાદનો અંત આવવાથી ભક્તોમાં ખુશી જોવા મળી છે.  તેમજ આ બેઠકમાં વડતાલના  સ્વામિનારાયણ સંતોને વાણી-વિલાસ ન કરવાનું પણ ખાસ સૂચન કર્યું છે.

રાજ્યમાં લાઉડ સ્પીકર ધ્વનિ પ્રદૂષણ મામલે થયેલી અરજીનો રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે. પૂર્વ મંજૂરી મેળવ્યા વિના લાઉડ સ્પીકરના થતા ઉપયોગ સામે રાજ્ય સરકાર હવે કાર્યવાહી કરશે.અત્રે ઉલ્લેખનીય છે કે, લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના નિયમો ધાર્મિક સ્થાનોને પણ સરખી રીતે જ લાગુ પડશે. સ્થાનિકોને અગવડ પડે તે રીતના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર અંકુશ મુકાશે. લગ્ન પ્રસંગ, રાજકીય મેળાવડા સહિતના ઉત્સર કે ધાર્મિક રેલી પ્રસંગોમાં ડીજે ટ્રક, મોટા લાઉડસ્પીકર કોઈ પણ જાતના નિતિ નિયમો વગર રાજ્યભરમાં ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ગંભીર રીતે ફેલાઈ રહ્યું છે. જેનાથી નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. તેમજ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મ્યુઝિક સિસ્ટમને કારણે  બાળકો, વયોવૃદ્ધને ભારે તકલીફ ભોગવવી પડે છે. ત્યારે જે સમગ્ર બાબતને લઈ હવે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે.

The state government accepted the plea before the court on the issue of noise pollution

Kheda News: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં VIP કલ્ચર શરૂ કરવામાં આવતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા VIP દર્શનનો ચાર્જ લાગું કરવામાં આવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટીના આ નિર્ણયનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓ અને હિન્દુ સંગઠનોના વિરોધ વચ્ચે VIP દર્શનનો નિર્ણય હજુ સુધી મંદિરના ટ્રસ્ટીઓએ યથાવત રાખ્યો છે. બહારથી આવતા ભક્તોએ મંદિર ટ્રસ્ટના નિર્ણયને વખોડ્યો છે. તેમજ વહેલી તકે VIP દર્શન બંધ કરવા ભક્તોજનોએ માંગ પણ કરી છે. આ વચ્ચે ડાકોરમાં VIP દર્શનના નિર્ણયનો ભાદરકા આશ્રમના સંત કરસનબાપુએ પણ વિરોધ કર્યો છે. 

Statement of Sant Karsanbapu of Bhadraka Ashram regarding VIP darshan of Dakor

Surat News: સાતમ-આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે, તહેવાર પર એસ.ટી બસોમાં મુસાફરોની સંખ્યા વધુ જોવા મળતી હોય છે. જેને પહોચી વળવા માટે એસ.ટી વિભાગ દ્વારા દર વર્ષે વધારાની બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે સુરત એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત એસ.ટી વિભાગ દ્વારા સાતમ-આઠમ એટલે કે 6 અને 7 સપ્ટેમ્બરે 100 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવાં તહેવારોને લઇને દર વર્ષે સુરતથી સૌરાષ્ટ્ર તરફ લોકોનો ધસારો વધુ હોય છે. સુરતમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો રહે છે, તેઓ સાતમ-આઠમના તહેવાર પર પોતાના વતન જતા હોય છે. આ દરમિયાન તહેવાર પર મુસાફરોનો ભારે ધસારો રહે છે. 

Important decision of ST department regarding Janmashtami festival

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ સિમ કાર્ડના વેચાણ માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો કપટપૂર્ણ ફોન કોલ્સ તેમજ એસએમએસ અને અનેક ટેલિકોમ છેતરપિંડીના અહેવાલો પછી આવ્યા છે. હકીકતમાં એક જ વ્યક્તિના નામ અને ઓળખના પુરાવાનો ઉપયોગ કરીને હજારોથી વધુ સિમકાર્ડ જારી કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યાં બાદ સરકારે સીમ કાર્ડ વેચાણના નવા નિયમો બનાવ્યાં છે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે 18 ઓગસ્ટ 2023ના દિવસે સીમ કાર્ડ ખરીદી માટે નવા નિયમોની જાહેરાત કરી હતી જે પછી આજે ટ્રાઈ દ્વારા તેને જાહેર કરાયા છે. મંત્રીએ કહ્યું કે મોબાઈલ સિમ કાર્ડના નવા ડિલરો માટે પોલિસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત રહેશે. 

DoT announces new rules for selling SIM cards

લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. વાત જાણે એમ છે કે, એક તરફ વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન INDIA મોદી સરકાર સામે ચૂંટણી જીતવા કવાયતમાં છે ત્યારે PM મોદીએ પણ વિપક્ષ માટે ત્રણ માસ્ટર પ્લાન તૈયાર કાર્યા છે. આ ત્રણ માસ્ટર પ્લાન ભ્રષ્ટાચાર, કોમવાદ અને જાતિવાદ છે. વડાપ્રધાને આ ત્રણેય પ્લાનને 2047ની વિકસિત ભારત યોજના સાથે જોડ્યા છે. એક સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાને કહ્યું કે, જો દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવો હોય તો ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિકતા અને જાતિવાદને આપણા જીવનમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.

Modi government prepared 3 master plans for mission 2024, know 10 big things

Chandrayaan-3 Mission : ચંદ્રયાન-3ને લઈ ફરી એકવાર ISROએ એક મોટા સમાચાર આપ્યા છે. વાત જાણે એમ છે કે, ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ફરી એકવાર ચંદ્ર પર ઉતરી ગયું છે. ઇસરોએ જણાવ્યું હતું કે, વિક્રમ લેન્ડરને સૌપ્રથમ ચંદ્રની સપાટીથી 40 સેમી ઉપર ઉઠાવવામાં આવ્યું અને ફરી એકવાર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ISROએ X પર માહિતી આપી, વિક્રમે ફરીથી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. વિક્રમ તેના મિશનના ઉદ્દેશ્યોથી આગળ કામ કરી રહ્યો છે. તેણે વધુ એક સફળ પ્રયોગ કર્યો છે. વિક્રમ લેન્ડરનું એન્જિન ફરી એકવાર શરૂ થયું અને તે ચંદ્રની સપાટીથી 40 સેમી ઉપર ઊંચું આવ્યું. ફરીથી 30 થી 40 સે.મી.ના અંતરે સોફ્ટ લેન્ડિંગ કર્યું.

Vikram lander again made a soft landing on the moon, took a leap

Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહના ઘરે એક નાનો મહેમાન આવ્યો છે. આ સ્ટાર ખેલાડી પિતા બની ગયો છે. જસપ્રીતની પત્ની અને ટીવી પ્રેઝન્ટર સંજના ગણેશે 4 સપ્ટેમ્બરે સવારે પુત્રને જન્મ આપ્યો હતો. આ પ્રસંગે બુમરાહ તેની પત્ની સાથે હતો. આ કારણોસર, તે એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પાછો ફર્યો હતો.ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પિતા બની ગયો છે. એશિયા કપની વચ્ચે શ્રીલંકા છોડીને મુંબઈ પરત ફરેલા બુમરાહે પોતાના પુત્રનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. આ ફોટો સાથેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “અમારો નાનો પરિવાર હવે મોટો થઈ ગયો છે. આજે સવારે અમે અંગદ જસપ્રિત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું. અમે ખૂબ જ ખુશ છીએ અને અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે." 

Jasprit Bumrah became the father of the son, told the name of the little guest to the fans on social media

એશિયા કપ 2023 માટે સુપર-4 ટીમો નક્કી થઈ ગઈ છે. ગ્રુપ-એમાંથી પાકિસ્તાન બાદ ભારતીય ટીમ પણ ક્વોલિફાય થઈ ગઈ છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમ એશિયા કપમાં સોમવારે 4 સપ્ટેમ્બર નેપાળ સામે તેની બીજી મેચ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે 10 વિકેટે જીત મેળવીને સુપર-4માં પ્રવેશ મેળવી લીધો છે. 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ