બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / rahu gochar 2023 rahu transit is going to change the fate of these three zodiac sign

રાશિ પરિવર્તન / મીન અને મેષ સહિત આ ત્રણ રાશિના જાતકોનું બદલાશે ભાગ્ય, રાહુના ગોચરના કારણે ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Manisha Jogi

Last Updated: 01:55 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ કેતુના રાશિ પરિવર્તનની કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર થાય છે. રાહુના રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના જાતકોને જબરદસ્ત લાભ થઈ શકે છે.

  • રાહુ કેતુના કારણે તમામ રાશિના જાતકો પર અસર થાય છે.
  • રાહુ મેષ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે.
  • ત્રણ રાશિના જાતકોને લાભ થઈ શકે છે. 

કેતુની જેમ રાહુને પણ એક છાયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. છાયા ગ્રહ હોવા છતાં પણ રાહુ કેતુના કારણે તમામ રાશિના જાતકો પર અસર થાય છે. આ કારણોસર લોકો રાહુ કેતુના નામથી જ ડરતા હોય છે. અનેક લોકોને લાગે છે કે, રાહુ કેતુના કારણે નકારાત્મક અસર થાય છે, પરંતુ આ પ્રકારે બિલકુલ પણ નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ કેતુના રાશિ પરિવર્તનની કેટલીક રાશિઓ પર સકારાત્મક અસર થાય છે. આ વર્ષે 30 ઓક્ટોબરના રોજ રાહુ બપોરે 02:13 વાગ્યે મંગળ ગ્રહની રાશિ મેષ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. રાહુના રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના જાતકોને જબરદસ્ત લાભ થઈ શકે છે. 

મેષ- રાહુના ગોચરથી આ રાશિના જાતકોને લાભ થશે. આર્થિક લાભ થઈ શકે છે. નોકરીમાં અપાર સફળતા મળશે, આવકમાં વૃદ્ધિ થશે. રાહુના ગોચરથી આ રાશિના જાતકોની પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે. 

કર્ક- રાહુના ગોચરથી આ રાશિના જાતકોને સૌથી વધુ લાભ થશે. બિઝનેસમાં પ્રગતિ થશે, ઘર થવા વાહન ખરીદી શકે છે. આ રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે, હાલના સમય દરમિયાન ધીરજ રાખવી. જે પણ કામ અટકેલું હશે તે પૂર્ણ થશે. 

મીન- રાહુના ગોચરથી આ રાશિના જાતકોને લાભ થશે. વિશેષ લાભ પ્રાપ્ત તશે અને આર્થિક સફળતા મળશે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હશે, તો તે વ્યક્તિ પૈસા પરત આપી શકે છે. કરિઅરમાં તરક્કી થશે. સારા સમાચાર મળવાની સંભાવના છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ