બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Raha turns 1, Alia Bhatt shows first glimpse of adorable daughter on birthday, writes 'Happy Birthday Baby Tiger'

ગપશપ / 1 વર્ષની થઈ રાહા, બર્થડે પર આલિયા ભટ્ટે બતાવી લાડલી દીકરીની પહેલી ઝલક, લખ્યું 'હેપી બર્થડે બેબી ટાઇગર'

Megha

Last Updated: 11:03 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે હતો આલિયા અને રણબીરની દીકરી રાહાનો પહેલો જન્મદિવસ, આલિયા ભટ્ટે બતાવી રાહાની ઝલક, લખ્યું  'અમારી ખુશી, અમારું જીવન, હેપી બર્થડે બેબી ટાઇગર. '

  • આલિયા અને રણબીરની દીકરી રાહાનો પહેલો જન્મદિવસ
  • આલિયા ભટ્ટે તેની પુત્રી રાહાની ઝલક બતાવી 
  • દાદી નીતુ કપૂર અને નાની સોની રાઝદાને પણ કર્યું વિશ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહાનો પહેલો જન્મદિવસ 6 નવેમ્બરે હતો. આ ખાસ અવસર પર આલિયા ભટ્ટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક સુંદર પોસ્ટ શેર કરીને તેની પુત્રીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આલિયા ભટ્ટની પોસ્ટ પર રાહાને સામાન્યથી લઈને સ્પેશિયલ તમામ લોકો અભિનંદન આપી રહ્યા છે. આલિયા ભટ્ટે તેની પુત્રીની એક ઝલક બતાવી જે ચાહકોને પસંદ આવી રહી છે. 

આલિયા ભટ્ટે એક પોસ્ટ શેર કરી છે
આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની પુત્રી રાહાની ઝલક બતાવી છે. જોકે, આલિયા ભટ્ટે પોતાની દીકરીનો ચહેરો બતાવ્યો નથી. પોતાની દીકરી રાહાની ઝલક બતાવતા આલિયા ભટ્ટે કેપ્શન લખ્યું, 'અમારી ખુશી, અમારું જીવન, અમારી લાઈટ. એવું લાગે છે કે ગઈકાલે જ અમે તમારા માટે ગીત વગાડતા હતા, જ્યારે તું મને પેટમાં લાત મારી રહી હતી. કહેવા માટે કંઈ નથી, બસ એટલું જ કે તને અમારા જીવનમાં મેળવીને અમે ધન્ય છીએ. તું દરેક દિવસને અમને ક્રીમી સ્વાદિષ્ટ ટ્રીટ જેવો અનુભવ કરાવે છે. હેપી બર્થડે બેબી ટાઇગર. '

આ સાથે જ રાહાની દાદી નીતુ કપૂર, નાની સોની રાઝદાન અને રિદ્ધિમા કપૂરે તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર રાહાને શુભેચ્છા પાઠવી હતી. રણબીર કપૂરની 'સંજુ'માં કો-સ્ટાર રહેલી દિયા મિર્ઝાએ પણ આલિયા ભટ્ટની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. અભિનેત્રીએ લખ્યું- ‘હેપ્પી ફર્સ્ટ બર્થ ડે રાહા’.

લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર નવેમ્બરમાં પુત્રી રાહાના માતા-પિતા બન્યા હતા. જ્યારે દંપતીએ તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. અભિનેત્રી લગ્ન પહેલા ગર્ભવતી હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. વાસ્તવમાં, અભિનેત્રીએ તેના લગ્નના 2 મહિના પછી જ તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

આલિયા ભટ્ટના કરિયરની વાત કરીએ તો તે હવે 'જી લે જરા', 'જીગરા' સહિત ઘણી ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે. આલિયા ભટ્ટ છેલ્લે રણવીર સિંહ સાથે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આલિયા ભટ્ટને તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ