ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / 'Raghu Sharma and Jagdish Thakore made a deal in the ticket'. Stirred by the allegations of former Congress MLA

નિવેદન / રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે ટિકિટમાં સોદો કર્યો' કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના આક્ષેપથી હડકંપ, અંદરની વાતો જણાવી

Published By: Vishal Khamar

Last Updated: 08:28 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનમાં 23 નવેમ્બરનાં રોજ યોજાનાર ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. બાયડનાં પૂર્વ ધારાસભ્યએ આ મામલે નિવેદન આપ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને છે.

ADVERTISEMENT

  • ગુજરાતના પૂર્વ કોંગ્રેસ પ્રભારીને હરાવવા કોંગ્રેસના જ નેતાઓ મેદાને
  • રાજસ્થાનમાં રઘુ શર્માને હરાવવા કોંગ્રેસના નેતાઓ જશેનો આક્ષેપ
  • બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલનો મોટો આક્ષેપ

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા માટે કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને પડ્યા છે.  રઘુ શર્માને હરાવવા ગુજરાત કોંગ્રસના નેતાઓ રાજસ્થાન જશે. રઘુ શર્મા પર બાયડનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા આક્ષેપ કર્યો છે કે  ગુજરાત ચૂંટણી દરમ્યાન રઘુ શર્મા અને જગદીશ ઠાકોરે સોદો કર્યો હતો. બંને નેતાઓએ રૂપિયા લઈને કોંગ્રેસનો સોદો કર્યો હતો. મારી ટિકિટ કાપીને રઘુ શર્માએ સોદેબાજી કરી હતી. ગુજરાતમાં કોંગ્રેસને હરાવનારાને રાજસ્થાનમાં હરાવવાનાં પ્રયાસ થઈ રહ્યો છે. ગુજરાતમાંથી અનેક નેતાઓ રાજસ્થાન જઈ રહ્યા હોવાનો જશુભાઈએ દાવો કર્યો છે.  

રઘુ શર્મા છે જેમણે ગુજરાતમાં કોંગ્રેસનો સોદો કર્યોઃ જશુભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય)
આ બાબતે બાયડનાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, રઘુ શર્માએ ગુજરાતની અંદર પ્રભારી તરીકે આવી એમણે જે ગુજરાતમાં કોંગ્રેસનો સોદો કર્યો, જે વેપાર કર્યો, સીટોનો વેપાર કર્યો. એનાથી જે પાયાનાં કાર્યકરો જેઓએ 50 વર્ષ સુધી કોંગ્રેસનું સિંચન કર્યું છે. તેવા લોકો નારાજ છે. અને નારાજ લોકો જેમણે સોદા કર્યા છે. એમને ઉજાગર કરવા રાજસ્થાન તરફ જઈ રહ્યા છે. અરવલ્લીની સીટ ક્યારેય ભાજપ પાસે ન હતી. એ અરવલ્લીની ત્રણે ત્રણ બેઠક દાહોદ જેવી બેઠક, દશાડા, કલોલ આ બધી બેઠકો જવાનું કારણ જો કોઈ હોય તો એ રઘુ શર્મા છે.  જેમણે ગુજરાતમાં કોંગ્રેસનો સોદો કર્યો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Election Former Congress in-charge Jashubhai Patel Raghu Sharma Rajasthan જશુભાઈ પટેલ પૂર્વ કોંગ્રેસ પ્રભારી પૂર્વ ધારાસભ્ય રઘુ શર્મા રાજસ્થાન ચૂંટણી 2023 Aravalli

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ