બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / puja vidhi rules dos and donts for karwa chauth vrat 2022

આસ્થા / પહેલી વખત કરવા જઈ રહ્યા છો કરવા ચોથ? આ 10 જરૂરી નિયમ જાણી લેજો, નહીં તો પુરૂ નહીં ગણાય વ્રત

Arohi

Last Updated: 07:27 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારા પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે પહેલીવાર કરવા ચોથનું વ્રત રાખવા જઈ રહ્યા છો તો તમારે તેનાથી સંબંધિત 10 મહત્વપૂર્ણ નિયમો જાણવા જરૂરી છે.

  • પતિની લાંબી ઉંમર માટે કરવામાં આવે છે કરવા ચોથ 
  • આ 10 મહત્વપૂર્ણ નિયમો જાણવા તમારા માટે જરૂરી 
  • નહીં તો અધુરૂ ગણાશે કરવા ચોથનું વ્રત 

સનાતન ધર્મમાં કારતક માસને ઈચ્છાઓની પૂર્તિનો મહિનો માનવામાં આવે છે કારણ કે આ મહિનામાં જીવન સંબંધિત તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ઘણા તીજ-તહેવાર આવે છે. આ પવિત્ર માસમાં મહિલાઓને અખંડ સૌભાગ્યનું વરદાન આપતું કરવા ચોથનું વ્રત પણ આવે છે. જે આ વર્ષે 13 ઓક્ટોબર, 2022ને ગુરુવારે છે. 

પરિણીત મહિલાઓ દ્વારા આ વ્રત રાખવાના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. જેનું પાલન કરવાથી જ આ વ્રત સાથે જોડાયેલા શુભ ફળ પ્રાપ્ત થાય છે. એવામાં જો તમે પહેલીવાર આ વ્રત રાખવા જઈ રહ્યા છો, તો તમારે નીચે આપેલા કરાવવા ચોથ સાથે સંબંધિત મહત્વપૂર્ણ નિયમો જાણવા જરૂરી છે. 

કરવા ચોથ માટે જરૂરી નિયમો 

  1. કરવા ચોથનું વ્રત સૂર્યોદયથી ચંદ્રોદય સુધી રાખવામાં આવે છે. એવામાં જો કોઈ મહિલા દિવસભર નિર્જળા કરવામાં આવતા કરવા ચૌથ વ્રત પહેલા એનર્જીથી ભરપૂર કોઈ વસ્તુનું સેવન કરવા માંગે છે તો તે સૂર્યોદય પહેલા એ વસ્તુનું ગ્રહણ કરી શકે છે. 
  2. કરવા ચોથ વ્રતના દિવસે 16 શ્રૃંગાર સાથે પૂજા કરવાની પરંપરા છે. પરંતુ આમ કરતી વખતે રંગોની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખો. કરવા ચોથના વ્રતમાં કાળા કે સફેદ રંગના કપડા ન પહેરવા કારણ કે તે અશુભ માનવામાં આવે છે. કરવા ચોથ પર માત્ર નારંગી, લાલ, ગુલાબી, પીળા વગેરે બ્રાઈટ રંગના કપડાં પહેરો.
  3. કરવા ચોથની પૂજા સાંજના લગભગ એક કલાક પહેલા ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણ તરફ મુખ કરીને કરવી જોઈએ. આ પછી ચંદ્રોદય સમયે તેમની પૂજા કરતી વખતે અર્ઘ્ય ચઢાવવું જોઈએ.
  4. આ વ્રત સાથે જોડાયેલી કથા કરવા ચોથ વ્રતના દિવસે પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે કહેવી અથવા સાંભળવી જોઈએ.
  5. કરવા ચોથ વ્રતની કથા સાંભળ્યા પછી પરિણીત સ્ત્રીએ તેની સાસુને બાયના આપવું જોઈએ.
  6. સામાન્ય રીતે માત્ર પરિણીત મહિલાઓ જ કરાવવા ચોથનું વ્રત રાખે છે. પરંતુ જો કોઈ યુવતીના લગ્ન નક્કી થઈ ગયા હોય તો તે પોતાના ભાવિ પતિના નામે પણ કરાવવા ચોથનું વ્રત રાખી શકે છે, પરંતુ તેણે ચંદ્ર દર્શનની જગ્યા પર તારાને જોઈને વ્રત ખોલવું જોઈએ. 
  7. કરવા ચોથના દિવસે કોઈના પર ગુસ્સો કે વિવાદ ન કરવો જોઈએ. કરવા ચોથનું વ્રત કરતી સ્ત્રીએ કોઈની સાથે અપશબ્દો કે હૃદયદ્રાવક શબ્દો પણ ન બોલવા જોઈએ.
  8. કરવા ચોથના વ્રતના દિવસે ઉપવાસ તોડવા માટે બનાવેલા ભોજનમાં લસણ-ડુંગળી જેવી તામસીન વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેનું સેવન કરતા પહેલા પતિને ભોજન કરાવવું જોઈએ.
  9. ખાસ કરીને કરવા ચોથના દિવસે પૂજા કર્યા પછી પોતાના માતા-પિતા અને પતિના આશીર્વાદ લેવા જોઈએ.
  10. કરવા ચોથના દિવસે દૂધ, દહીં, ચોખા કે સફેદ વસ્ત્રોનું દાન ન કરવું જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ