બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Probe ordered for pooja with Asaram's photo in school in Mahisagar

વિવાદ / સ્કૂલ બાળકોના હાથે આસારામની પૂજા કરાવનાર શાળા સામે તપાસ, આચાર્યએ કહ્યું-ગામના લોકો આવ્યા હતા અને...

Malay

Last Updated: 11:24 AM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરની પ્રાથમિક શાળામાં આસારામની પૂજા મામલે VTVના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

  • શાળામાં આસારામના ફોટા સાથે પૂજા કરવા બદલ તપાસના આદેશ
  • જિલ્લા શિક્ષણાધિકારીએ TPEOને આપ્યા તપાસ ના આદેશ
  • આસારામની પૂજા અંગે શાળાના આચાર્ય પ્રદીપ પટેલનુ નિવેદન

મહીસાગરના લુણાવાડાની જામાપગીના મુવાડાની પ્રાથમિક શાળા વિવાદમાં ઘેરાઈ છે. જામાપગીના મુવાડાની પ્રાથમિક શાળામાં દુષ્કર્મના આરોપી આસારામના ફોટાની પૂજા કરવામાં આવી હોવાની ઘટના સામે આવે છે. VTVના અહેવાલ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ TPEOને તપાસના આદેશ આપ્યા છે. TPEO જમાપગીના મુવાડા પ્રાથમિક શાળા ખાતે પહોંચીને તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આ મામલે જામાપગીના મુવાડા શાળાના આચાર્ય પ્રદીપ પટેલનું નિવેદન સામે આવ્યું છે. 

હવે પછી આ પ્રકારની પ્રવૃતિ અમે નહીં કરીએઃ આચાર્ય
આચાર્ય પ્રદીપ પટેલે જણાવ્યું કે, આશારામનું ટ્રસ્ટ ચલાવતા લોકો અહી આવ્યા હતા. આસારામનો ફોટો સાથે લઈને લોકો આવ્યા હતા. હવે પછી આ પ્રકારની પ્રવૃતિ અમે નહીં કરીએ. અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. DEOએ TPEOને તપાસ સોપી છે, અત્યારે તપાસ ચાલુ છે. 

આસારામના ફોટાની કરાઈ હતી પૂજા
મહીસાગરના લુણાવાડામાં જામાંપગીના મુવાડાની પ્રાથમિક શાળામાં દુષ્કર્મના આરોપી આસારામના ફોટાની શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પૂજા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 14થી 17 ફેબ્રુઆરી સુધી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી જે દરમિયાન આરોપી આસારામના ફોટાની પણ પૂજા કરાઈ હતી. બળાત્કારના આરોપી આસારામનું બેનર અને ફોટો સ્કૂલમાં લગાવાતા વિવાદ સર્જાયો છે. જે શાળાના કાર્યક્રમમાં વાલીઓને પણ બોલાવ્યા હતા. એટલું જ નહીં આસારામના પ્રવચનને પણ સંભળાવવામાં આવ્યા હતાં. શાળાની આ કરતૂતથી લુણાવાડા પંથકના કેટલાક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

છેલ્લા 9 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું હતું કે છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ