બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Prime Minister Modi will come to Gujarat on November 19

ઇલેક્શન 2022 / ચૂંટણી પહેલા PM મોદીની ગુજરાતમાં પુન:પધરામણી, આ બે દિવસ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે

Dinesh

Last Updated: 04:59 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

19 નવેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાત આવશે; વાપીમાં રોડ શો અને વલસાડમાં જનસભા કરશે, સૌરાષ્ટ્ર ઝોનના વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જનસભાને સંબોધશે

  • 19મીથી 2 દિવસ PM મોદી ગુજરાતના પ્રવાસે
  • PM મોદી 19મીએ વાપીમાં રોડ શો યોજશે 
  • 20મીએ PM મોદી સૌરાષ્ટ્રમાં ચાર સભાને ગજવશે 


ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પહલ-ચહલ તેજ થઈ છે. ઉમેદવારોના નામ જાહેર થતાં પ્રચારનું કામ ધમધોકાર શરૂ થવા જઈ કહ્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતા નથી. ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસે 40-40 સ્ટાર પ્રચારકો નીમ્યા છે. આ બધાની વચ્ચે વડાપ્રધામ મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી 19 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે. જે પ્રવાસ દરમિયાન તેઓ મતદાનના પહેલા ચરણમાં આવતા ઝોન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેલી અને જનસભાને સંબોધશે. 

19 નવેમ્બરે PM આવશે ગુજરાત
વિધાનસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ગયા છે ત્યારે પીએમ મોદી બે દિવસ ગુજરાતમાં પ્રચાર અર્થે ગુજરાત આવશે. વડાપ્રધાન 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરશે. તેમજ વલસાડમાં જનસભાને પણ સંબોધન કરશે. તેમજ 20 નવેમ્બરે તેઓ ચાર જનસભાને સંબોધશે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના વેરવાળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જનસભાને સંબોધશે. 

  • 19 નવેમ્બરે PM આવશે ગુજરાત
  • બે દિવસના પ્રવાસે આવશે PM મોદી
  • 19 નવેમ્બરે PM મોદી કરશે વાપીમાં રોડ શો
  • વલસાડમાં PM મોદી કરશે જનસભાને સંબોધન
  • 20 નવેમ્બરે પ્રધાનમંત્રી મોદી કરશે ચાર જનસભા
  • સૌરાષ્ટ્રમા પ્રધાનમંત્રી મોદી કરશે 4 જનસભાનું સંબોધન
  • વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં PM સભા કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતમાં
 કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નારણપુરા વિધાનસભાના ઉમેદવાર જીતેન્દ્ર પટેલ (ભગત)ના નારણપુરા સ્થિત મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ જીતેન્દ્ર પટેલને જીતાડવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. 

ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથીઃ અમિત શાહ
આ ઉપરાંત આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સાથે રેલી યોજી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ફોર્મ ભર્યા પહેલાં અમિત શાહએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'અલિસબ્રિજ ભાજપનો ગઢ છે. એલિસબ્રિજ વિધાનસભામાં ભાજપની થશે જીત.' સાથે જ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા તેઓએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ