બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ગુજરાત / સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો, જેની પર 1998થી છે ભાજપનો કબજો, જાણો શું કહે છે રાજકીય સમીકરણ

લોકસભા ચૂંટણી 2024 / સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો, જેની પર 1998થી છે ભાજપનો કબજો, જાણો શું કહે છે રાજકીય સમીકરણ

Last Updated: 08:27 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આજે 25 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ 8 લોકસભાની બેઠકો પર સમગ્ર રાજ્યની નજર છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકોમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને જામનગર જેવી બેઠકોનો સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 વાગ્યે શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં પણ મતદાન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં આજે 25 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની કુલ 8 લોકસભાની બેઠકો પર સમગ્ર રાજ્યની નજર છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકોમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને જામનગર જેવી બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ રહ્યું છે.

એક સમયે સૌરાષ્ટ્ર-કચ્છ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, જેના પર 1998 પછી ધીરે-ધીરે ભાજપે કબજો જમાવી લીધો છે અને હવે આ બેઠકો ભાજપનો ગઢ બની ચુકી છે. અહીં ખાસ કરીને પાટીદાર પ્રભૂત્વ ધરાવતી જામનર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગર બેઠક પર આ વખતે ભાજપ હેટ્રિક કરશે કે કેમ તેના ઉપર સૌની નજર છે.

રાજકોટ બેઠક માનવામાં આવે છે ભાજપનો ગઢ

આ વખતની ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચાઓમાં રહી છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો, અને ક્ષત્રિય સમાજે ભાજપને મત ન આપવાનું નક્કી કર્યું, ઘણી વાર માફી માંગવા અને બેઠકો કરવા છતાં આ મામલો થાળે ન પડ્યો. જયારે રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી છે. કોંગ્રેસને આશા છે કે લેઉવા પાટીદારો તેને મત આપશે. બીજી તરફ ક્ષત્રિયોના વિરોધને કારણે ભાજપના એકપણ સ્ટાર પ્રચારકોની સભા રાજકોટમાં કરવામાં આવી નથી. પરષોત્તમ રૂપાલાએ શહેરી વિસ્તારોમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું તો પરેશ ધાનાણીએ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કર્યો. અહીં ક્ષત્રિયોના મતો નિર્ણાયક સ્થિતિમાં નથી, પરંતુ કોંગ્રેસના લેઉવા પાટીદારનાં દાવની અસર મતદાન પર જોવા મળી શકે છે.

અમરેલી બેઠક પર લેઉવા પાટીદારની બહુમતી

ભાજપે અમરેલી બેઠક પર ભરત સુતરીયાને તો કોંગ્રેસે જેની ઠુમ્મરને મેદાને ઉતર્યા છે. અહીં લેઉવા પાટીદારનાં મત નિર્ણાયક છે, ત્યારે ભાજપ માટે આંતરિક જુથબંધી સૌથી મોટો પડકાર છે. ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા કૌશિક વેકરિયાની નજીક માનવામાં આવે છે, તો સ્થાનિક નેતાઓમાં તેમના પ્રત્યે નારાજગી જોવા મળે છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર લોકોમાં શિક્ષિત ઉમેદવાર તરીકે છાપ ધરાવે છે, જેને કારણે ભાજપની ઊંઘ ઉડી ગઈ હતી. બંને ઉમેદવારો પાટીદાર હોવાને કારણે મતમાં વિભાજન થાય એ સ્વાભાવિક છે પણ ભાજપે કોળી વોટબેંકને પોતાની તરફ કરવા માટે સમીકરણ ગોઠવ્યું. જો આ રણનીતિ સફળ થાય તો ભાજપની જીત પાક્કી છે.

કચ્છ બેઠક પર જોવા મળી શકે છે ક્ષત્રિય આંદોલનની અસર

ભાજપે કચ્છ બેઠક પર વિનોદ ચાવડાને ઉભા રાખ્યા છે, જયારે તેમની સામે કોંગ્રેસે નીતિશ લાલને મેદાને ઉતાર્યા છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લાની કચ્છ બેઠક પર પણ ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળે તેવી સંભાવનાઓ છે. આ સીટ પર દલિત, મુસ્લિમ, પટેલ અને આહિર સમાજનું પ્રભુત્વ રહેલું છે. અહીં ભાજપનું હિન્દુત્વનું કાર્ડ ચાલે છે. જો કે આ વખતે ક્ષત્રિય આંદોલનની અસર થઈને સ્થિતિ બદલાઈ ગઈ છે. પરંતુ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા યુવા અને સ્વચ્છ ઉમેદવાર છે, જેનો ભાજપને ફાયદો થઈ શકે છે.

ભાજપ માટે સૌરાષ્ટ્રની સૌથી મજબુત બેઠક છે પોરબંદર

પોરબંદર લોકસભા બેઠક ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મેદાને છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા તેમની સામે ઉભા રહ્યા છે. આ બેઠક પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે ભાજપ માટે અર્જુન મોઢવાડિયાનું પાસું મજબૂત સાબિત થઈ શકે છે. ભલે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ માંડવીયા સામે આયાતી ઉમેદવારનો આક્ષેપ કર્યો હોય, પરંતુ તેમાં તેને સફળતા મળી નથી, એવું લાગી રહ્યું છે. ત્યારે ભાજપને અર્જુન મોઢવાડિયાને કારણે પોરબંદરમાં ફાયદો થઈ શકે એવી લાગે છે. આ સીટ પર મનસુખ માંડવિયાની જીત નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભાવનગરની બેઠક પર છે કોળી અને પાટીદારોનું વર્ચસ્વ

ભાવનગર બેઠક કોળી બહુમતી ધરાવતી બેઠક છે. અહીં ભાજપે નિમુ બાંભણિયાને ઉમેદવાર બનાવ્યા છે, જયારે આ બેઠક ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે. તાય્રે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણા ઉભા રહ્યા છે. અહીં પણ ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળી છે. અહીં 1.60 લાખ મત ક્ષત્રિય સમાજના છે, પણ સૌથી વધારે કોળી સમાજના 3 લાખ મતો છે. આ સિવાય બ્રહ્માન, પાટીદાર અને ઓબીસી સમાજની પણ મોટી વોટબેંક છે. ભલે ભાજપને ક્ષત્રિય આંદોલનને કારણે થોડું નુકસાન થાય પણ કોળી અને ઓબીસી મતદારોને કારણે અહીં ભાજપનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગરમાં કોળી અને ક્ષત્રિય મતદારો નક્કી કરશે કે કોણ જીતશે

સુરેન્દ્રનગરની બેઠક પર તળપદા કોળી અને ચુંવાળીયા કોળી જ્ઞાતિના ઉમેદવારનો વિવાદ થયો. સ્થાનિકોની માંગ તળપદા કોળી ઉમેદવારની હતી, પણ ભાજપે હળવદના ચુંવાળીયા કોળી ચંદુભાઈ શિહોરને ઉમેદવાર બનાવ્યા. સામે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને ટિકિટ આપી જે તળપદા કોળી સમાજના છે. અહીં સાડા ચાર લાખ કોળી મતદારમાં તળપદાનો હિસ્સો ત્રણ લાખ જેવો છે. આ સિવાય ક્ષત્રિયનો ભાજપ સામે વિરોધ પણ અહીં મતદાન માટે મહત્ત્વનું પરિબળ રહેશે.

જૂનાગઢમાં ભાજપને નડી શકે સ્થાનિક નારાજગી

જૂનાગઢ બેઠક ઉપર ભાજપના રાજેશ ચુડાસમાનો વિરોધ થઈ રહ્યો છે, તો વેરાવળના અગ્રણી ડોક્ટરની આત્મહત્યામાં કથિત ભૂમિકાના આક્ષેપ અને તેમની નેતાગીરી અંગે લોકોમાં વિરોધ છે. અહીં તેમણે પ્રજા માટે કામ નથી કર્યું, એવા વિરોધ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પ્રજાલક્ષી કાર્યો કરવા માટે જાણીતા છે. હીરાભાઈ જોટવાએ પ્રચાર પણ ભરપૂર કર્યો છે, ત્યારે ડોક્ટરની આત્મહત્યા અને ક્ષત્રિય સમાજનો વિરોધ ભાજપ માટે પડકાર છે.

જામનગર બેઠક પર ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે અસર

જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ છે, તો કોંગ્રેસે જે પી મારવિયાને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા છે. અહીં ક્ષત્રિય આંદોલનની સૌથી વધારે અસર જોવા મળી છે. ક્ષત્રિય આંદોલનની સિવાય આંતરિક જુથવાદ, લેઉવા પાટીદાર અને લધુમતીઓની નારાજગી ભાજપ માટે પડકાર બની રહેશે, ત્યારે ભાજપને આ વખતે તેની પરંપરાગત વોટબેંકમાં નુકસાન થઈ શકે છે. ક્ષત્રિય આંદોલનને ખાળવાના અનેક પ્રયાસો છતાં અને પૂનમ માડમના વ્યક્તિગત વિરોધને કારણે અહીં ભાજપને નુકસાન થઈ શકે છે. આ બેઠક પર લેઉવા પાટીદાર મતદારો નિર્ણાયક સાબિત થશે.

વધુ વાંચો: ગાંધીનગરમાં મતદારોનો કેવો મૂડ, વહેલી સવારથી લાગી લાઈનો, જાણો બેઠકનો ઈતિહાસ

ત્યારે ભલે સૌરાષ્ટ્ર-કચ્છની આઠ લોકસભા બેઠકમાં ભાજપનું પલડું ભારે હોય, પરંતુ પાંચ બેઠકો પર ક્ષત્રિય આંદોલનની અસર દેખાશે, જેને કારણે બની શકે કે ભાજપ તેની પરંપરાગત વોટબેંક ગુમાવી શકે છે. જો કે એ તો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે ક્યાં-કોનું પલડું ભારે રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ