બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Prime Minister Modi spoke on phone to President Volodymyr Zelensky of Ukraine

Ukraine crisis / PM મોદીએ ઝેલેન્સકીને ઘુમાવ્યો ફોન, યુદ્ધ વચ્ચે આ કામ બદલ કહ્યું થેન્કયુ

Pravin

Last Updated: 12:42 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે હજૂ પણ ઘર્ષણ ચાલી રહ્યું છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી સાથે ફોન પર 35 મીનિટ સુધી વાતચીત કરી હતી.

  • રશિયા અને યુક્રેન વચ્ચે સંઘર્ષ જારી
  • બંને દેશો વચ્ચે અમુક બાબતોને લઈને સહમતી સઘાઈ 
  • પીએમ મોદીએ ફોન પર કરી વાત

રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને દશ દિવસથી પણ વધારેનો સમય થઈ ગયો છે. જો કે, હવે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રશિયાએ અમુક શહેરોમાં સિઝફાયરનું એલાન કર્યું છે. જેથી ત્યાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢી શકાય છે. આ તમામની વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી સાથે ફોન પર 35 મીનિટ સુધી વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બંને નેતાઓને વાતચીત કરવાની ફરી એક વાર સલાહ આપી છે. અને વાતચીત દ્વારા આ મુદ્દાનું હલ શોધવા ભલામણ કરી છે.

 

પુતિને યુક્રેન માટે લીધો મોટો નિર્ણય


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. ત્યારે રશિયાએ ફરી વાર સમગ્ર યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી દીધી છે. આ સીઝફાયર 12:30 વાગ્યે શરૂ થશે. આ દરમિયાન યુદ્ધમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે માનવ કોરિડોર બનાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે, રશિયાએ યુક્રેનમાં બીજી વખત યુદ્ધવિરામની જાહેરાત કરી છે. અગાઉ પણ બે શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત કરાઇ હતી પરંતુ રશિયાએ થોડા જ કલાકોમાં તેને ખતમ કરી દીધું હતું અને રશિયાએ બોમ્બમારો શરૂ કરી દીધો હતો.

રશિયાએ ચાર શહેરોમાં કરી યુદ્ધવિરામની જાહેરાત


રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 12માં દિવસે રશિયાએ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયાએ યુક્રેનના ચાર શહેરો કિવ, મારુપોલ ખાર્કિવ અને સુમીમાં બપોરે 12.30 વાગ્યાથી યુદ્ધવિરામ જાહેર કર્યો છે. આ દરમિયાન રશિયા ડ્રોનમાંથી બહાર નીકળતા લોકોની હિલચાલ પર ચાંપતી નજર રખાશે. રશિયાનો આરોપ છે કે, યુક્રેન આ યુદ્ધવિરામ દરમિયાન કંઈક ખોટું કરી શકે છે.

યુક્રેને રશિયાની ઘણી ટેન્કોને પણ નષ્ટ કર્યાનો દાવો


આ પહેલા સોમવારે સવારે રશિયાએ યુક્રેનના ખાર્કિવ શહેરમાં રહેણાંક ઇમારતોને નિશાન બનાવી હતી. જો કે લોકોને પહેલાથી જ બંકરો સહિત સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ હજુ પણ કેટલાંક લોકો ત્યાં ફસાયા હોવાની આશંકા છે. અહીં યુક્રેને રશિયાની ઘણી ટેન્કોને પણ નષ્ટ કર્યાનો દાવો કરાયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ