બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Prime Minister Modi pays tribute to former PM Rajiv Gandhi

જન્મજયંતિ / પૂર્વ PM રાજીવ ગાંધીને પ્રધાનમંત્રી મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, રાહુલે સોશિયલ મીડિયા પર શેર કર્યો ભાવુક VIDEO

Priyakant

Last Updated: 10:14 AM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે ટ્વિટ કરી કહ્યું: અમે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને તેમની જન્મજયંતિ પર સલામ કરીએ છીએ

  • દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ
  • રાહુલ અને પ્રિયંકા ગાંધીએ સ્મારક સ્થળ વીર ભૂમિ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપી
  • રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક ઈમોશનલ વિડિયો શેર કર્યો
  • પાપા, તમે દરેક ક્ષણે મારી સાથે છો, મારા દિલમાં: રાહુલ ગાંધી

આજે દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિવંગત નેતા રાજીવ ગાંધીની 78મી જન્મજયંતિ છે. આ પ્રસંગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમના સ્મારક સ્થળ વીર ભૂમિ ખાતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમ્યાન કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓ પણ હાજર હતા. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી.

રાહુલ ગાંધીએ પિતાને ખાસ રીતે યાદ કર્યા

રાજીવ ગાંધીની જન્મજયંતિ પર રાહુલ ગાંધીએ તેમના પિતાને ખાસ રીતે યાદ કર્યા. તેમણે ટ્વિટર પર એક ઈમોશનલ વિડિયો શેર કર્યો અને લખ્યું, "પાપા, તમે દરેક ક્ષણે મારી સાથે છો, મારા દિલમાં. હું હંમેશા તમે દેશ માટે જે સપનું જોયું હતું તે પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ."

આ સિવાય કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'અમે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીને તેમની જન્મજયંતિ પર સલામ કરીએ છીએ. 21મી સદીના ભારતના આર્કિટેક્ટ તરીકેનું તેમનું વિઝન હતું જેણે ભારતમાં IT અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિની શરૂઆત કરી. આજે આપણે તેમનો વારસો ઉજવીએ છીએ.

પીએમ મોદીએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, હું દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ