બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / president ukraine rejected offer leave country america

56 ઈંચની છાતી / હું ગદ્દાર નથી, કોઈ પણ ભોગે દેશ છોડીશ નહીં, યુક્રેનના રાષ્ટ્રપતિએ લોકોનું દિલ જીતી લીધું

Pravin

Last Updated: 11:54 AM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન પર રશિયાનો હુમલો ચાલું છે. આ તમામની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ મોટી જાહેરાત કરી છે. તેમણે યુક્રેન છોડવાની અમેરિકાની ઓફરને ઠોકર મારી દીધી છે.

  • રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
  • યુક્રેનના રાષ્ટ્રપતિએ હિમ્મત દાખવી
  • દેશ નહીં છોડવાની વાત પર અડગ

યુક્રેન પર રશિયાનો હુમલો ચાલું છે. આ તમામની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ મોટી જાહેરાત કરી છે. તેમણે યુક્રેન છોડવાની અમેરિકાની ઓફરને ઠોકર મારી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે તે, તેમણે દારૂગોળા જોઈએ. સાથે જ કહ્યું કે, હું કોઈ પણ સ્થિતિમાં ભાગીશ તો નહીં જ .

જણાવી દઈએ કે, રશિયા-યુક્રેન વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદામીર જેલેંસ્કીએ દેશ છોડીને ભાગવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ એક વીડિયો સંદેશ જારી કરીને જણાવ્યુ હતું કે, તે પોતાના દેશ યુક્રેનમાં જ છે.

અમેરિકાએ આપી હતી ઓફર

હકીકતમાં જોઈએ તો, અમેરિકા તરફથી યુક્રેનના રાષ્ટ્રપતિને ઓફર મળી હતી કે, તે દેશ છોડીને આવી શકે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આ વાતનો ઈન્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે, હું ભાગનારા લોકોમાંથી નથી. આપે મારી મદદ કરવી છે, તો મને હથિયાર આપો. દારૂગોળા આપો.

 

સ્વીડન પણ મદદ માટે આગળ આવ્યું

આપને જણાવી દઈએ કે, રશિયાના હુમલાથી યુક્રેનની તસ્વીર બદલી નાખી છે. સ્થિતિ એવી છે કે, યુક્રેન અન્ય દેશોની મદદની આશા રાખીને બેઠું છે. આ જ ક્રમમાં સ્વીડન તેની મદદ માટે આગળ આવ્યું છે. ત્યાર બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેંસ્કીએ સ્વીડનનો આભાર વ્યક્ત કર્યો હતો. તો વળી જેલેંસ્કીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, સ્વીડન યુક્રેનને સૈન્ય, ટેકનિક અને માનવીય સહાયતા આપશે. પ્રભાવી સમર્થન માટે સ્વીડનના પ્રધાનમંત્રીનો આભાર. અમે એક સાથે પુતિન વિરોધી ગઠબંધન નિર્માણ કરી રહ્યા છીએ.

પહેલા પણ કહ્યું હતું નહીં છોડે દેશ

જો કે, આ અગાઉ જેલેંસ્કીએ ભાવુક ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, બધાએ અમને એકલા છોડી દીધા. રશિયાનો સૌથી પહેલો ટાર્ગેટ અને હું અને બીજા નંબરે મારો પરિવાર છે. જેલેંસ્કીએ યુક્રેની અધિકારીઓને પણ ચેતવણી આપી છે કે, રશિયા રાજધાની કીવમાં ઘૂસી ગયું છે. જેલેંસ્કીનું કહેવું છે કે, તે અને તેનો પરિવાર ગદ્દાર નથી અને યુક્રેન છોડીને ભાગશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ