બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Pour in the dryer of the washing machine. 1 item, no need to press the clothes
જ્યારે પણ તમે મશીનમાં કપડાં ધોઈ લો અને તેને ડ્રાયરમાં સૂકવવા માટે નાંખો ત્યારે કપડાંની સાથે તેમાં બરફના 3-4 ટુકડાં નાંખી દો. તેનાથી કપડાંને ડ્રાયરમાં સૂકવવા છતાં તેમાં કરચલી નહીં પડે. અને સાથે તમારે આ કપડાંને પ્રેસ કરવાની ઝંઝટ પણ નહીં રહે. તમે વિચારશો કે સૂકવવાના કપડાંની સાથે બરફ નાંખો તો તે ભીના થઈ જાય. પણ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે.
ADVERTISEMENT

વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યારે કપડાંને ડ્રાય કરવામાં આવે છે ત્યારે તેની અંદર રહેલી પાણી વરાળમાં ફેરવાઈ જાય છે. આથી જ જો તેની અંદર બરફના ટુકડા ઉમેરી દેવામાં આવે તો તેના કારણે બરફના ટુકડા ઓગળીને સીધા જ વરાળમાં પરિવર્તિત થઈ જાય છે. જેથી કરીને કપડાંની અંદર કુદરતી રીતે જ આ વરાળ પ્રસરી જાય છે. આ કારણે કપડાંની બધી જ કરચલીઓ દૂર થઈ જાય છે.
ADVERTISEMENT

હવેથી રોજ તમે પણ વોશિંગ મશીનના ડ્રાયરમાં કપડાં સૂકવતી સમયે બરફના ત્રણથી ચાર ટુકડા ઉમેરી લો. તમારા કપડાંને કરચલીઓ નહીં પડે અને તમને ઈસ્ત્રીની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. ખાસ ધ્યાન રાખવું કે વોશિંગ મશીનની અંદર માત્ર ત્રણથી ચાર બરફના ટુકડા જ ઉમેરવા. જો તમે વધારે પ્રમાણમાં બરફના ટુકડા ઉમેરી દેશો તો કપડાંની કરચલીઓ ભાગશે નહીં. એમની એમ જ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.