બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / બિઝનેસ / post office kisan vikas patra scheme interest rate Increase

કામની વાત / આ છે પોસ્ટ ઓફિસની એવી સ્કીમ જેમાં પૈસા થઇ જશે એકાએક ડબલ! સરકારે વધાર્યા વ્યાજના દર

Manisha Jogi

Last Updated: 01:47 PM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Post Office Scheme: કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) ના નિયમોમાં ફેરફાર. સરકારે આ સ્કીમમાં રોકાણની રકમ પર મળતા વ્યાજદરમાં વધારો કર્યો. જો તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરી શકાય છે.

  • કિસાન વિકાસ પત્રના નિયમોમાં ફેરફાર.
  • આ સ્કીમના વ્યાજદરમાં વધારો.
  • એપ્રિલ 2023થી આ વ્યાજદર લાગુ.


પોસ્ટ ઓફિસની ફેમસ સ્કીમ કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની સરખામણીએ હવેથી આ સ્કીમમાં રકમ ટૂંક સમયમાં ડબલ થઈ જશે. સરકારે આ સ્કીમમાં રોકાણની રકમ પર મળતા વ્યાજદરમાં વધારો કર્યો છે.

એપ્રિલથી જૂન 2023 ક્વાર્ટર માટે સરકાર વ્યાજ દરમાં 30 બેસિસ પોઈન્ટની વૃદ્ધિ કરી છે, જેનાથી આ વ્યાજદર 7.5 ટકા સુધી પહોંચી ગયો છે. એપ્રિલ 2023થી આ વ્યાજદર લાગુ કરી દેવામાં આવ્યો છે. જો તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરી શકાય છે. 

થોડા સમયમાં પૈસા ડબલ

અગાઉની સરખામણીએ હાલમાં આ સ્કીમમાં વધુ ફાયદો થશે. રોકાણની રકમ 120 મહિનાને બદલે 115 મહિનામાં ડબલ થઈ જશે. જાન્યુઆરી 2023માં સરકારે કિસાન વિકાસ પત્રની મેચ્યોરિટીનો સમય 123 મહિનાથી ઘટાડીને 120 મહિના કર્યો હતો. આ સમયગાળામાં ફરી ઘટાડો કરીને 115 મહિના કરવામાં આવ્યા છે. પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર જાણકારી આપવામાં આવી છે કે, કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણની રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજના આધારે વ્યાજની ગણતરી કરવામાં આવે છે. 

1,000 રૂપિયાથી કરો શરૂઆત

કિસાન વિકાસ પત્ર સ્કીમમાં 1,000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકાય છે. 100 રૂપિયાના મલ્ટીપલથી રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવીને પણ રોકાણ કરી શકાય છે તથા નોમિનીની પણ સુવિધા ઉપલબ્ધ છે.

આ પ્રકારે ખોલાવો ખાતુ

કિસાન વિકાસ પત્ર યોજનામાં 10 વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવતા સગીર પણ એકાઉન્ટ ખોલાવી શકે છે. તેમના તરફથી કોઈ વયસ્ક વ્યક્તિ પણ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સગીર વ્યક્તિ 10 વર્ષની થાય ત્યારે આ એકાઉન્ટ તેના નામ પર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આ સ્કીમ માટે સરળતાથી એકાઉન્ટ ખોલાવી શકાય છે. જે માટે પોસ્ટ ઓફિસમાં ડિપોઝીટ રિસીપ્ટ સાથે અરજી કરવાની રહેશે, ત્યારબાદ રોકાણની રકમ રોકડ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરવાની રહેશે.

વ્યાજદરની સમીક્ષા

તમારે આ અરજી સાથે ઓળખપત્ર પણ જોડવાનું રહેશે. ત્યારબાદ અરજી અને પૈસા જમા કર્યા બાદ કિસાન વિકાસ પત્રનું સર્ટીફિકેટ મળી જશે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે, પોસ્ટ ઓફિસમાં રોકાણની રકમ સુરક્ષિત રહે છે. આ કારણોસર મોટાભાગના લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું છે. કિસાન વિકાસ પત્ર એક સ્મોલ સેવિંગ સ્કીમ છે. દર ત્રણ મહિના સરકાર વ્યાજદરની સમીક્ષા કરે છે અને જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ