બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / PoSH Act applicable even if complainant and harasser work in different departments: Delhi High Court

સ્ત્રીઓને રાહત / બીજા વિભાગના કર્મચારીઓના યૌન શૌષણનો ભોગ બનતી મહિલાઓને POSH હેઠળ ફરિયાદનો હક- HC

Hiralal

Last Updated: 03:53 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે એક ચુકાદામાં એવું કહ્યું કે મહિલાઓને બીજા વિભાગમાં કામ કરતા કર્મચારી સામે યૌન શૌષણની ફરિયાદનો હક છે.

  • મહિલા યૌન શૌષણ પર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
  • પીડિતા-આરોપી અલગ વિભાગમાં કામ કરતા હોય તો પણ લાગુ પડે POSH
  • મહિલાઓને બીજા વિભાગમાં કામ કરતા કર્મચારી સામે યૌન શૌષણની ફરિયાદનો હક 

દિલ્હી હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે વર્કપ્લેસ (પ્રિવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ) એક્ટ, 2013 અથવા POSH એક્ટ કાયદા હેઠળ મહિલાઓને તેમના વિભાગની સાથે બીજા વિભાગના કર્મચારીઓના યૌન શૌષણની ફરિયાદ કરવાનો પણ હક છે. કોર્ટે કહ્યું કે મહિલા કર્મચારીની તેની જ ઓફિસમાં કામ કરતા અન્ય કર્મચારી દ્વારા જાતીય સતામણી કરવામાં આવે અને આવો કર્મચારી બીજે ક્યાંય નોકરી કરતો હોય તો તેવા કિસ્સામાં પણ મહિલાને આરોપી સામે ફરિયાદનો હક છે. 

કયા કેસમાં હાઈકોર્ટે આપ્યો ચુકાદો 
કોર્ટ 2010ની બેચના આઈઆરએસ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં કેન્દ્રીય ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલયના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના એક અધિકારી દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ મહિલા કર્મચારીએ પોતાના જ વિભાગની આંતરિક ફરિયાદ સમિતિ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે અધિકારીને આઇસીસી તરફથી મિટિંગ નોટિસ મળી હતી, જેમાં તેને હાજર થવા જણાવ્યું હતું. જોકે આઇઆરએસ ઓફિસરે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલનો સંપર્ક સાધ્યો હતો અને મહિલા કર્મચારીની ફરિયાદની તપાસ માટે આઇસીસીના અધિકારક્ષેત્રની પૂછપરછ કરી હતી. ટ્રિબ્યુનલે અધિકારીનો કેસ ફગાવી દેતા તેને હાઇકોર્ટ સમક્ષ જવાની ફરજ પડી હતી. અરજદાર અધિકારી તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ અરુણ ભારદ્વાજે એવી દલીલ કરી હતી કે કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણીનો કાયદો લાગુ કરવા માટે પોતાના જ વિભાગના સહકર્મી દ્વારા જાતીય સતામણી કરવી પડે છે.

આરોપીએ શું દલીલ કરી 
અરજદાર અધિકારીનો મત એવો હતો કે, એક વિભાગની આઇસીસી તેના અધિકારીની ફરિયાદ પર આ કાયદા હેઠળ બીજા વિભાગના કર્મચારી સામે તપાસ કરી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે અરજદાર અધિકારીની દલીલ કામના સ્થળે જાતીય સતામણીના કાયદા અને તેની નૈતિકતા અને ફિલસૂફીના મૂળ પર પ્રહાર કરવા સમાન છે તેથી આરોપી ભલે બીજે નોકરી કરતો હોય તો પણ તેની સામે યૌન શૌષણનો કેસ ચાલું રહે છે. આ દલીલને આધારે હાઈકોર્ટે આરોપી અધિકારીની અરજી ફગાવી દઈને મહિલાને તેની સામે યૌન શૌષણનો કેસ દાખલ કરવાની મંજૂરી આપી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ