બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics started over Atiq Ahmed's murder

નિવેદન / અતિક અહેમદની હત્યા પર રાજનીતી શરૂ, રાજકીય પાર્ટીનાં નેતાઓની તીખી પ્રતિક્રિયાઓ

Vishal Khamar

Last Updated: 12:36 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atiq Ahmad Deadઃ અતીક હત્યા કેસ બાદ સ્પેશિયલ ડીજી પ્રશાંત કુમાર સીએમ યોગી આદિત્યનાથના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેઓ સીએમ યોગીને વર્તમાન ઘટનાક્રમ વિશે માહિતી આપશે.

  • અતીત હત્યા કેસમાં સ્પેશિયલ ડીજી યોગી આદિત્યનાથનાં નિવાસ સ્થાને પહોંચ્યા
  • મિડિયા કર્મીનાં રૂપમાં આવ્યા હતા હુમલાખોરો
  • ત્રણેય હુમલાખોરોએ  હત્યા બાદ પોલીસને સરેન્ડર કર્યું હતું

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતીક અહમદ અને અશરફ અહમદની હત્યા બાદ સ્પેશિયલ ડીજી પ્રશાંત કુમાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘરે પહોંચ્યા. એવું માનવામાં આવે છે કે અહીં પ્રશાંત કુમાર સીએમ યોગીને સમગ્ર ઘટનાની જાણકારી આપશે અને સાથે જ વર્તમાન પરિસ્થિતિ વિશે પણ જાણકારી આપશે.

વાત જાણે એમ છે કે શનિવારે રાત્રે લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્યએ મીડિયા કર્મીઓના રૂપમાં અતીક અને અશરફ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ બંનેને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી. બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે કોર્ટમાંથી કસ્ટડીમાં લેતા જ હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પોલીસને જણાવ્યું કે મીડિયા ચેનલની જેમ એક નવું માઈક ગોઠવવામાં આવ્યું હતું, નવીન તિવારી, અરૂણ મૌર્ય, સુનું નામના લોકો મીડિયા કવરેજ દરમિયાન મીડિયા કર્મીઓ તરીકે દેખાઈને સાથે ફરતા હતા. આજે મેડીકલ દરમિયાન તેમને મારવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે જ ફાયરીંગ થયું હતું કારણ કે અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરવા માટે થોડીવાર રોકાયા હતા.

અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલો
બીજી તરફ અતીક અને અશરફની હત્યા બાદ યુપીના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટમાં કહ્યું- યુપીમાં અપરાધ ચરમસીમાએ પહોંચી ગયો છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે. પોલીસની સુરક્ષાની વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરીને કોઈની હત્યા થઈ શકે છે, તો પછી સામાન્ય જનતાની સુરક્ષાનું શું? જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે, કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ ઉભું કરી રહ્યા હોવાનું જણાય છે.

અસદુદ્દીન ઓવૈસીએ અતિકની હત્યા પર તીખી પ્રતિક્રિયા આપી
અસદુદ્દીન ઓવૈસીએ આ ક્રૂર હત્યા પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જે સમાજમાં હત્યારાઓ હીરો હોય, તે સમાજમાં કોર્ટ અને ન્યાય વ્યવસ્થાનો શું ઉપયોગ? અતીક અને તેનો ભાઈ પોલીસ કસ્ટડીમાં હતા. તેને હાથકડી પહેરાવવામાં આવી હતી.જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા. બંનેની હત્યા યોગીની કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા છે. આ હત્યા માટે એન્કાઉન્ટર રાજની ઉજવણી કરનારાઓ પણ જવાબદાર છે.
બીજી તરફ ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા વારિસ પઠાણે કહ્યું કે કોર્ટ, કાયદો બંધારણની હત્યા છે. ઉત્તર પ્રદેશમાં તમામ અદાલતો બંધ કરી દેવી જોઈએ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ