બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics in the selection of office bearers in Panchayat, Municipality

મહામંથન / સ્થાનિક સ્વરાજમાં સત્તા માટે સ્વાર્થની હદ વટી ગઈ? પક્ષ અને મતદાતાને દગો કરનારા કેવી સેવા કરશે? નિષ્પક્ષ ચૂંટણી ન થઈ શકે?

Dinesh

Last Updated: 08:26 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન : રાષ્ટ્રીય કક્ષાના રાજકારણ કરતા પણ સ્થાનિક સ્વરાજમાં હોદ્દેદારોની વરણી કે ચૂંટણીમાં એવું નિમ્ન કક્ષાનું રાજકારણ ખેલાય છે જેની કોઈ હદ નથી

  • સત્તા માટે સ્વાર્થની હદ વટાવતું રાજકારણ કેમ
  • પંચાયત,પાલિકામાં હોદ્દેદારોની વરણીમાં વરવું રાજકારણ
  • સત્તા મેળવવા હરિફાઈના બદલે દાદાગીરી કેમ?


જો રાજકારણને સેવાનું માધ્યમ આદર્શ રીતે ગણીએ તો તેની શરૂઆત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી થઈ. આપણે આપણા જીવનકાળ દરમિયાન અનેક એવા નેતા જોયા અને જોઈએ છીએ કે જેણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કોઇ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કરી હોય અને પછી રાજકારણમાં ટોચ ઉપર પહોંચ્યા હોય. હવે તો સ્થિતિ એવી આવીને ઉભી રહી ગઈ છે કે રાષ્ટ્રીય કક્ષાના રાજકારણ કરતા પણ સ્થાનિક સ્વરાજમાં હોદ્દેદારોની વરણી કે ચૂંટણીમાં એવું નિમ્ન કક્ષાનું રાજકારણ ખેલાય છે જેની કોઈ હદ નથી. કોઈ 80 કે 90ના દશકની મિથુન ચક્રવર્તી કે ગોવિંદા બ્રાન્ડની ફિલ્મોમાં જે રીતે હિંસા અને જંગલરાજના દ્રશ્યો બતાવાતા હતા કે પછી 90ના દાયકામાં રાજનીતિની દ્રષ્ટિએ બિહારની જે સ્થિતિ હતી તેવી સ્થિતિ ધીમે ધીમે ગુજરાતમાં બની રહી છે તેમ કહીએ તો ખોટું નથી. સત્તા મેળવવા પંચાયત કે પાલિકાના સભ્યો ઉપર દબાણ કરાય છે, તેને ધાકધમકી આપ્યાના આરોપ લાગે છે. વાત તો ત્યાં સુધી સામે આવે છે કે સભ્યોને ઉપાડી જવા માટે પોલીસબળનો પ્રયોગ કરવામાં આવે. તો સિક્કાની બીજી વરવી બાજુ એવી પણ છે કે જેમાં અંગત સ્વાર્થ કે નજીવી લાલચે સભ્યોએ પોતાના જ પક્ષ સાથે દગો કરીને અન્ય પક્ષને સાથ આપ્યો હોય અને સમગ્ર સત્તા એક પક્ષ પાસેથી બીજા પક્ષ પાસે જોતજોતામાં જતી રહી હોય. પાયાનો પ્રશ્ન એટલો છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કે જ્યાંથી મૂળભૂત સેવાની શરૂઆત થાય છે ત્યાં જ સ્વાર્થની હદ વટી જાય તેવી સ્થિતિ કેમ આવી. 

આજની ચર્ચા કેમ?
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તાકારણ ચરમસીમાએ
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા માટે સ્વાર્થની હદ પાર થઈ
સત્તા માટે નેતાઓ તડજોડનું રાજકારણ કરતા જોવા મળ્યા
સત્તા મેળવવા કે ટકાવવા પોલીસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ
પોલીસની ધાકધમકી કે ધરપકડથી નેતાઓને ગૂમ કરી દેવાયાના પણ આક્ષેપ
હોદ્દેદારો અંગત સ્વાર્થ માટે પળવારમાં પક્ષપલટો કરીને સત્તા મેળવી ગયા
આવા જનપ્રતિનિધિ સેવાની ભાવના કેટલી કેળવે તે સૌથી મોટો સવાલ

  • સત્તાની લાલચ, સભ્યને ધાકધમકી

વંથલી તાલુકા પંચાયત
ભાજપે સત્તા જાળવી રાખી
કોંગ્રેસના એક સભ્યનું સમર્થન જ્યારે બે સભ્યો ગૂમ થયા
ભાજપ ઉપર કોંગ્રેસના બે સભ્યોના અપહરણનો આરોપ

સિહોર તાલુકા પંચાયત
22 સભ્યોમાંથી 14 સભ્યો ભાજપના હતા
ભાજપનો એક સભ્ય સસ્પેન્ડ થયો અને 4 સભ્યો બળવો કરવાના હતા
બળવો કરનારા સભ્યો સામાન્ય સભામાં ન પહોંચે તેવો પ્રયાસ
કોંગ્રેસની તરફેણ કરનારા સભ્યોને રોકવા પોલીસના ઉપયોગનો આરોપ
ભાજપની તરફેણમાં 10, વિરુદ્ધમાં 8 સભ્યોએ મતદાન કર્યું
સરવાળે સિહોર તાલુકા પંચાયતમાં સત્તા ભાજપ પાસે રહી

કલોલ તાલુકા પંચાયત
ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી
કોંગ્રેસના એક સભ્યને રિસોર્ટમાંથી પોલીસ ઉઠાવી ગયાનો આરોપ
કોંગ્રેસના સભ્યો સાથે બળજબરીનો પણ આરોપ
કોંગ્રેસના 15માંથી 4 સભ્યો ગેરહાજર રહ્યા

ડેસર તાલુકા પંચાયત
કોંગ્રેસે સત્તા ગુમાવી
કોંગ્રેસના 5 અને 1 અપક્ષ સભ્ય ભાજપમાં જોડાયા

સરસ્વતી તાલુકા પંચાયત
24 સભ્યોમાંથી ભાજપ પાસે 10 જ્યારે કોંગ્રેસ પાસે 14 સભ્ય હતા
કોંગ્રેસના 3 સભ્યએ ભાજપને સમર્થન આપ્યું

સિદ્ધપુર તાલુકા પંચાયત
22 સભ્યોમાંથી કોંગ્રેસ પાસે 12 જ્યારે ભાજપ પાસે 10 સભ્યો હતો
કોંગ્રેસના 3 સભ્યો ભાજપમાં જોડાયા, એક સભ્ય ગેરહાજર રહ્યા

ચાણસ્મા તાલુકા પંચાયત
15 સભ્યોમાંથી 8 ભાજપ પાસે હતા 7 કોંગ્રેસ પાસે હતા
ભાજપના એક સભ્યએ કોંગ્રેસને સમર્થન આપ્યું
ભાજપે સત્તા ગુમાવી

સાંતલપુર તાલુકા પંચાયત
ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા છીનવી
પ્રમુખપદ મહિલા OBC માટે અનામત હતું
18 સભ્યોમાંથી 12 ભાજપ પાસે, 6 કોંગ્રેસ પાસે હતા
ભાજપના 9 સભ્યોએ બળવો કરીને કોંગ્રેસને સમર્થન આપ્યું

સત્તાનો ખેલ, હદ વટાવતો સ્વાર્થ
રાવલ નગરપાલિકા
VPP પાસેથી ભાજપે સત્તા આંચકી
VPPના તમામ 12 સભ્યો ભાજપ સાથે ભળી ગયા
રાવલ નગરપાલિકામાં VPP પાસે 12, ભાજપ પાસે 8, કોંગ્રેસ પાસે 4 બેઠક હતી

કાલાવડ તાલુકા પંચાયત
ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી
કોંગ્રેસના 2 અને AAPના 1 સભ્ય ગેરહાજર રહ્યા
કોંગ્રેસે ભાજપ ઉપર સભ્યોને ખરીદી લેવાનો આરોપ લગાવ્યો
ભાજપ અને કોંગ્રેસ પાસે 8-8 સભ્ય જયારે AAP પાસે 2 સભ્ય હતા

જોમજોધપુર તાલુકા પંચાયત
કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં ભળી ગયા
ભાજપ સત્તા જાળવી રાખવામાં સફળ થયું
પ્રમુખપદ SC-ST મહિલા ઉમેદવાર માટે અનામત હતું
ભાજપ પાસે જીતેલા SC-ST મહિલા ઉમેદવાર નહતા

સિક્કા નગરપાલિકા
સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું
કોંગ્રેસના 8 અને NCPના બે સભ્યો ભાજપમાં જોડાયા
રૂપિયાના જોરે સભ્યોને ખરીદી લીધા હોવાનો આરોપ

ગારિયાધાર તાલુકા પંચાયત
કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી છતા સત્તાથી બહાર
16 સભ્યમાંથી 6 ભાજપના અને 10 કોંગ્રેસના હતા
ભાજપના 1 સભ્ય AAPમાં જતા સભ્યસંખ્યા 5 થઈ
કોંગ્રેસના 5 સભ્યો ભાજપમાં ભળી જતા ભાજપનું સંખ્યાબળ 10 થયું

બગસરા તાલુકા પંચાયત
કોંગ્રેસ પાસે 8 અને ભાજપ પાસે 7 બેઠક હતી
કોંગ્રેસનો એક સભ્ય ભાજપમાં ભળી ગયો

સતલાસણા તાલુકા પંચાયત
અપક્ષનો ટેકો મેળવી ભાજપે સત્તા મેળવી
કોંગ્રેસે ગત ટર્મમાં અપક્ષનો ટેકો મેળવ્યો હતો
17 સભ્યોમાંથી ભાજપ-કોંગ્રેસ પાસે 8-8 સભ્ય હતા
1 સભ્ય અપક્ષ ચૂંટાયો હતો, જે ભાજપના સમર્થનમાં આવ્યો

  • 2021માં શું હતું પરિણામ?

નગરપાલિકા
કુલ બેઠક    2720
ભાજપ    2085
કોંગ્રેસ    388
અન્ય    247

જિલ્લા પંચાયત
કુલ બેઠક    980
ભાજપ    800
કોંગ્રેસ    169
અન્ય    11

તાલુકા પંચાયત
કુલ બેઠક    4774
ભાજપ    3351
કોંગ્રેસ    1252
અન્ય    171

  • 2021માં શું હતું પરિણામ?

નગરપાલિકા    81
ભાજપ    77
કોંગ્રેસ    4

જિલ્લા પંચાયત    31
ભાજપ        31
કોંગ્રેસ    00

તાલુકા પંચાયત    231
ભાજપ        196
કોંગ્રેસ    33

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ