બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police issue notices to homeowners of drugs supplied in Bopal drugs racket

ધમધમાટ / અમદાવાદ: બોપલ ડ્રગ્સ રેકેટનો રેલો મકાન માલિકો સુધી પહોંચ્યો, પોલીસે હાજર થવાનો આદેશ આપતા ધ્રુજારી છૂટી

Vishnu

Last Updated: 06:20 PM, 29 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે મકાનો બંધ હતા ત્યાં જુદા-જુદા એડ્રેસ ઉપર કુરિયરથી ડ્રગ્સ સપ્લાય થતું હતું.ત્યાંથી પીક અપ કરી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ડ્રગ સપ્લાય થતું

  • બોપલમાં ડ્રગ્સ રેકેટ મામલે તપાસમાં ધડાકો
  • જુદા-જુદા સરનામે પહોંચતું હતું ડ્રગ્સ
  • તમામ મકાન માલિકોની થશે પૂછપરછ

અમદાવાદના બોપલમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટમાં તપાસનો રેલો ડ્રગ્સ જ્યાં ડિલિવર કરાતું હતું તે મકાન માલિકો સુધી પહોંચ્યો છે. આરોપી વંદિત પટેલ ડાર્ક વેબનો ઉપયોગ કરીને ડ્રગ્સ મંગાવતો હતો જે અમદાવાદમાં 20થી વધુ સરનામા ઉપર ડિલિવર કરાતું હતું.  જુદા-જુદા એડ્રેસ ઉપર કુરિયરથી ડ્રગ્સ સપ્લાય થતું હતું. જેથી પોલીસે તમામ મકાન માલિકોને નોટિસ ફટકારી છે. હવે જે સરનામે ડ્રગ્સ પહોંચ્યું તે તમામ મકાન માલિકોની પૂછપરછ થશે. કારણ કે વંદિત અને તેની ગેંગ બંધ મકાનના એડ્રેસ ઉપર ડ્રગ્સ મંગાવતી હતી અને ત્યાંથી પીક અપ કરી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ડ્રગ સપ્લાય થતું હતું. ડ્રગ્સકાંડમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને કસ્ટમ વિભાગે સંયુક્ત તપાસ કરી છે આ કેસમાં FBIનો પણ સંપર્ક કરવાની તૈયારીમાં એજન્સીઑ છે.

અમદાવાદના બોપલ હાઇપ્રોફાઇલ ડ્રગ્ઝ કાંડનો મામલે મુખ્ય આરોપી વંદિત પટેલની પૂછપરછમાં વધુ નામ સામે આવ્યા હતા .અન્ય 7 જેટલા ડ્રગ્સ પેડલરોના નામ સામે આવતા ખળભળાટ મચ્યો હતો. આરોપીના કબૂલાત નામા મુજબ 5 પેડલરો અમદાવાદના, 2 પેડલરો વાપી, દમણ બાજુના હોવાનું સામે આવ્યું હતું.ત્યારે ગ્રામ્ય પોલીસની રડારમાં તમામ પેડલરો છે.ગ્રામ્ય પોલીસ દ્વારા કુલ ચાર ટિમો બનાવાઈ છે.

ક્રિપ્ટો કરન્સીથી ડ્રગ્સ મંગાવી બાળકોને વેચતા
ગુજરાતની શાળાઓના બાળકોને ડ્રગ્સની લતે ચાવવાના કાવતરાનો મોટો પર્દાફાશ થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતો વંદિત પટેલ અને અન્ય ત્રણ સાગરીતો  વેબસાઈટ પરથી ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરી એર કાર્ગો મારફત ડ્રગ્સ મંગાવી અમદાવાદ સહિત દેશના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા. આ યુવકોએ છેલ્લા બે વર્ષમાં રૂ.10 કરોડના ડ્રગ્સની ડિલિવરી મેળવી હતી અને અંદાજે રૂપિયા 4 કરોડના ક્રિપ્ટો કરન્સી વ્યવહાર કર્યા હતા.  વિદેશથી મંગાવાયેલા આ ડ્રગ્સ ને ગુજરાત સહીત અન્ય રાજ્યોના એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યૂટસના  વિધાર્થીઓને સપ્લાય કરાતા હતા. 

300 વખતથી વધુ ડ્રગ્સ મગાવ્યું
અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી અને સાયબર ક્રાઈમની ટીમે તેમના ટેક્નિકલ અને અન્ય સોર્સની તપાસ કરતાં આરોપીએ અલગ-અલગ 50 જેટલી વ્યક્તિઓનાં નામ-સરનામા પર 300થી વધુ વખત ડ્રગ્સ મગાવી ચૂક્યો હોવાની  વાત સામે આવી હતી. આ ઉપરાંત પોલીસે બે ડ્રગ પેડલરની પણ ધરપકડ કરી છે. સમગ્ર રેકેટનો માસ્ટર માઈન્ડ કહેવાતો વંદિત પટેલ ટેલીગ્રામ અને સ્નેપચેટ એપ્લિકેશનનાં માધ્યમથી ગ્રાહકોનો સંપર્ક કેળવતો હતો.

વંદિતની મોડસ ઓપરેન્ડી કેવી હતી?
સ્કૂલના વિધાર્થીઓને ડ્રગ્સ સપ્લાય કરવામાં પાવરધો મનાતો વંદિત પ્રતિબંધિત નશીલો પદાર્થ મંગાવતો અને મોટા ભાગે રહેણાક વિસ્તારના બંધ મકાનને 'ટાર્ગેટ' કરતો હતો. બંધ રહેલા મકાનના સરનામે પાર્સલ મંગાવતો અને બાદમાં ટ્રેક કરી ડીલીવરી એજન્ટને મળીને ડીલીવરી મેળવી લેતો હતો. છેલ્લા બે વર્ષમાં વંદિત હિમાચલ પ્રદેશ,મુંબઈ ઉપરાંત વિદેશમાંથી એમ મળીને અંદાજે 100 કરોડથી વધુ કિમતનાં ડ્રગ્સનો જથ્થો મેળવી ચુક્યો છે. આ જથ્થાની અંદાજે કિમત રૂપિયા 8 થી 10 કરોડ જેટલી થવા જાય છે. વંદિત  ઇથરીયમ લાઇટ કોઇન, બીટકોઇન જેવી કરન્સી મારફતે વ્યવહાર કરતો હતો. 

અત્યાર સુધી 4 ઝબ્બે, બીજા માફિયાઑ ક્યારે ઝડપાશે?
વંદિત પટેલ ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓની આડમાં અમેરિકાથી ડ્રગ્સ મંગાવતો હોવાની વાત પણ સામે આવી છે. હવે, જે પાર્સલ રીસીવ નથી થયા તે પાર્સલ પોલીસ કબજે લેશે. આ કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.હજુ પણ કેટલાક સાગરીતો પોલીસ રડારમાં છે. વંદિત પટેલ સહિતના ચારેય આરોપીઓની પૂછપરછમાં વધુ ખુલાસા થશે,ત્યારે આ ડ્રગ્સ રેકેટના ખેપિયાઓને પણ પોલીસ દબોચી લેશે. આ ચાર આરોપીઓમાં વંદિત પટેલ સાથે પાર્થ શર્મા, સંજયગિરી ગોસ્વામી, ઝીલ પરાતેની ધરપકડ કરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ