બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police decision to stop the increasing incidents of theft in Mehsana city.

એક્શન / હવેથી મહેસાણાના આ વિસ્તારોમાં રાત્રે 11 વાગ્યા બાદ બહાર નીકળ્યાં તો તમારી ખેર નહીં, પોલીસ કરશે કાર્યવાહી, જાણો કેમ

Malay

Last Updated: 12:12 PM, 9 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News: મહેસાણાના હૈદરી ચોક, આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં રાત્રે 11 વાગ્યા પછી ફરતા લોકો સામે પોલીસ દ્વારા કરાશે કાર્યવાહી, શહેરમાં વધી રહેલી ચોરીની ઘટનાઓને રોકવા માટે પોલીસનો નિર્ણય.

  • મહેસાણા એ-ડિવિઝન પોલીસનો મહત્વનો નિર્ણય
  • રાત્રે 11 વાગ્યા બાદ ફરતા લોકો સામે કરાશે કાર્યવાહી
  • આઝાદ ચોકમાં 5 દુકાનમાં ચોરી થતા પોલીસ એકશનમાં 

મહેસાણામાં ચોરીની ઘટનામાં સતત વધારો થતાં પોલીસ એક્શનમાં આવી છે. મહેસાણા પોલીસે મોડી રાત સુધી ફરતા લોકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. હવેથી શહેરના કેટલાક વિસ્તારમાં રાત્રીના 11 વાગ્યા બાદ ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.  

ફાઈલ ફોટો

ચોરીના બનાવો વધતા પોલીસે લીધો નિર્ણય
મહેસાણા એ-ડિવિઝન પોલીસ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ રાત્રે 11 વાગ્યા પછી શહેર હૈદરી ચોક, આઝાદ ચોક, પટવા પોળ વિસ્તારમાં ફરતા દેખાશે તો તેમની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં કોઈ વ્યક્તિ રાત્રે 11 વાગ્યા પછી કારણ વગર ફરતા કે બેઠેલા જોવા મળશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા એ-ડિવિઝન વિસ્તારમાં ચોરીનું પ્રમાણ વધતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

કોઈની ભલામણ માન્ય રખાશે નહીંઃ પોલીસ
એ-ડિવિઝન પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, આ વિસ્તારોમાં મોડી રાત સુધી જાહેર માર્ગ પર બેસી રહેતા લોકો સામે જો પોલીસ કાર્યવાહી કરે તો કોઈની પણ ભલામણ માન્ય રાખવામાં આવશે નહીં. પોલીસ દ્વારા આગેવાનોને પણ આ મામલે ભલામણ કરવા ન આવવાની અપીલ કરી છે.  

5 દુકાનમાં ચોરી થતા પોલીસ એક્શનમાં 
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા શહેરના આઝાદચોક વિસ્તાર એક જ અઠવાડિયામાં તસ્કરોએ પાંચ દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો. જે બાદ હવે એ-ડિવિઝન પોલીસ એક્શનમાં આવી ગઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ