બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Police bullying in Surat once again

રોફ / સુરતમાં પોલીસની દાદાગીરી..!, પેટ્રોલિંગ દરમિયાન જવાનોએ યુવકને ઢોર માર માર્યો, જાણો સમગ્ર મામલો

Dinesh

Last Updated: 11:19 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ફરી એકવાર પોલીસની દાદાગીરી; કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે, મોડી રાત્રે પેટ્રેલિંગમાં નીકળેલી PCR વાનના બે જવાનોએ એક યુવકને ઢોર માર માર્યો

  • સુરતમાં ફરી એકવાર પોલીસની દાદાગીરી!
  • એક યુવકને ઢોર માર્યોનો આક્ષેપ કરાયો
  • પોલીસ કર્મી પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી 


સુરતના ભાઠે વિસ્તારના છે જ્યાં વ્યવસ્થાના નામે પોલીસે એક યુવકને ઢોર માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં બે પોલીસ કર્મીઓ એક યુવકને નિર્દયતા પૂર્વક ઢસડી ઢસડીને માર મારી રહ્યા છે. આ ઘટના CCTVમાં કેદ થતા લોકો આ પોલીસ જવાનો પર ફીટકાર વરસાવી રહ્યા છે. શહેરમાં શર્ટી ફર્સ્ટ અને ન્યૂ યરને સુરત પોલીસ ખાસ ચાંપતી નજર રાખી રહી હતી. તેવામાં કેટલાક પોલીસકર્મી સત્તાનો દુરુપયોગ કરતા જોવા મળ્યા છે. મોડીરાત્રે ઉધના પોલીસની PCR વાન પેટ્રોલિંગ માટે નીકળી હતી, તે સમયે કેટલાક યુવક ડરના લીધે દોડ્યા હતા. જ્યાં બે પોલીસ જવાને એક યુવકને ઝડપી પાડ્યો પરંતુ તેની સાથે જે રીતે વર્તન કર્યું તે દ્રશ્યો જોઇને શરમથી માથુ ઝુકાવી દે તેવું હતું. 

સુરતમાં ફરી એકવાર પોલીસની દાદાગીરી!
સુરતમાં કાયદો અને વ્યવસ્થાને લઈ અનેકવાર સવાલો ઉઠ્યા છે ત્યારે શહેરના ઉધના પોલીસનો આ વીડિયો વાયરલ થતા ફરી એકવાર પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. આ વીડિયોમાં ઉધના પોલીસની પી.સી.આર. વાનના પોલીસકર્મીઓ રાહદારીને રોકી ખોટી રીતે દંડા ફટકારી રહ્યા છે. તેમજ રાહદારી પાસેથી પૈસાની માંગણી કરતા હોવાનો આરોપ પણ લાગ્યા છે. આ અંગે પીડિત યુવકે જણાવ્યું હતું કે અમે પોલીસને આજીજી કરી કે અમે ગરીબા માણસ છીએ અમને ઘરે જવા દો પણ પોલીસ અમને પોલીસ સ્ટેશન લઇ જવા માંગતી હતી. ત્યારબાદ પોલીસે કહ્યું કે તમારી પાસે જે કેસ હોય તે આપી દે તો તમને જવા દઇશું. અમારી પાસે કેસ ન હતી એટલે અમે બાજુના ATMમાંથી પૈસા નીકાળી પોલીસને આપ્યા ત્યારબાદ અમને છોડ્યા હતા તેવું પીડિત યુવકે જણાવ્યું હતું. 

પોલીસ કર્મચારીઓએ કાયદો હાથમાં કેમ લીધો?
આ ઘટના અંગે સવાલો ઉઠાવી રહ્યું છે કે પોલીસ કર્મચારીઓએ કાયદો હાથમાં કેમ લીધો? પોલીસ લોકોની રક્ષા કરવા માટે હોય છે કે દાદાગીરી કરવા માટે? જાહેર રસ્તામાં પોલીસનું થર્ડ ડિગ્રી જેવું વર્તન કેટલું યોગ્ય? શું રૂપિયા પડાવવા માટે પોલીસે યુવકને માર માર્યો?વારંવાર પોલીસની કામગીરી સામે સવાલ કેમ ઉઠે છે? યુવકને માર મારના આ પોલીસ કર્મીઓ પર ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો ઉઠ્યા છે. આ ઘટનાને લઇ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કે ઉધના પોલીસ ભાઠેના વિસ્તારમાં જ્યારે પણ પેટ્રોલિંગમાં નીકળતી હોય છે ત્યારે અવારનવાર રાહદારીઓને ખોટી રીતે પકડીને તોડપાણી કરતા હોય છે તેવો આરોપ સ્થાનિકો કરી રહ્યા છે. 

સુરત ડીસીપીનું નિવેદન
તો બીજી તરફ આ ઘટનાને લઇ સુરત ડીસીપીએ જણાવ્યું હતું કે ઉધના પોલીસ ભાઠેના વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રિક્ષામાં બે વ્યક્તિ બેઠલી જણાઈ હતી. પોલીસે પી સી આર વાન આ બે યુવકો પાસે ઉભી રાખતા બંને ઇસમોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એકને પોલીસે ઝડપી પાડ્યો હતો પરંતુ એક યુવક ભાગવા જતા નીચે પડી ગયો હતો આ યુવક પોલીસને સહયોગ કરી રહ્યો ન હતો. ત્યારબાદ યુવકને માર મારવાની આ ઘટના સામે આવતા પોલીસ કમિશનરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

મહત્વનું છે કે પોલીસ પ્રજાની રક્ષા માટે હોય છે અને પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય બને તે માટે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત મહેનત કરી રહ્યા છે. પરંતુ સુરત પોલીસના કેટલાક પોલીસકર્મીઓને લઈને પોલીસની છબી સતત ખરડાઈ રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ