બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / PM Netanyahu leave cabinet meeting for a call from Putin, talks last 50 minutes

Israel Hamas War / પુતિનના એક કૉલ પર PM નેતન્યાહૂએ પડતી મૂકી કેબિનેટ બેઠક, 50 મિનિટ સુધી ચાલી વાતચીત, વિશ્વભરમાં હલચલ

Megha

Last Updated: 01:54 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી જ રશિયા ઇઝરાયલની આલોચના કરતું આવ્યું છે એવામાં નેતન્યાહૂએ પુતિન સાથે લગભગ પચાસ મિનિટ સુધી વાત કરી હતી.

  • ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં રશિયા હમાસનું સમર્થન કરતું આવ્યું છે
  • નેતન્યાહુએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી 
  • બંને વચ્ચેની વાતચીત લગભગ પચાસ મિનિટ સુધી ચાલી હતી 

ઈઝરાયલ અને હમાસ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં મિડલ ઈસ્ટના દેશો પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે તો તેની સામે અમેરિકા અને બ્રિટન જેવા દેશો ઈઝરાયલને સમર્થન આપી રહ્યા છે. સાથે જ રશિયા જે અત્યાર સુધી હમાસ પ્રત્યે નરમ વલણ દર્શાવતું આવ્યું છે અને ઘણી વખત ઈઝરાયલના આક્રમક વલણની આલોચના પણ કરી છે. આ બધા વચ્ચે હવે પીએમ બેન્જામિન નેતન્યાહુએ પોતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે અને ઇઝરાયલના પીએમએ રશિયન રાષ્ટ્રપતિ સાથે ઘણી બાબતો પર નારાજગી વ્યક્ત કરી છે.

થયું એવું કે ઈઝરાયલમાં, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ કેબિનેટની બેઠક યોજી રહ્યા હતા જ્યારે તેમને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ફોન આવ્યો અને નેતન્યાહૂ તેમની સાથે વાત કરવા માટે કેબિનેટની બેઠક છોડીને ચાલ્યા ગયા. બંને નેતાઓ વચ્ચેની આ વાતચીત મહત્વની ગણવામાં આવી રહી છે કારણ કે રશિયા અત્યાર સુધી હમાસનું સમર્થન કરતું આવ્યું છે. 

50 મિનિટ સુધી ચાલી હતી વાતચીત
ઈઝરાયલના પીએમઓ અનુસાર નેતન્યાહૂએ પુતિન સાથે લગભગ પચાસ મિનિટ સુધી વાત કરી હતી. માહિતી મળી રહી છે કે યુએનમાં મોસ્કોના રાજદૂતોના ઈઝરાયલ વિરોધી વલણ અને ઈરાન સાથે રશિયાના સહયોગ સામે ઈઝરાયલે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. ન્યુયોર્કમાં તાજેતરમાં યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં, રશિયનોએ ગાઝામાં યુદ્ધવિરામ અને શાંતિની હાકલ કરતા ઠરાવને સમર્થન આપ્યું હતું, જ્યારે યુએસએ ઠરાવને વીટો કર્યો હતો અને બ્રિટન મતદાનથી દૂર રહ્યું હતું.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી જ રશિયા ઇઝરાયલની આલોચના કરતું આવ્યું છે અને રશિયાની આ નીતિથી ઈઝરાયેલ ખૂબ નારાજ છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે નેતન્યાહૂએ હવે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર ચર્ચા કરી છે. નેતન્યાહૂએ પુતિન સાથે લગભગ 50 મિનિટ સુધી ચર્ચા કરી, જેમાં તેમણે જણાવ્યું કે ગાઝામાં શું સ્થિતિ છે? ગાઝાથી ઈરાન સુધીની દરેક બાબત પર નેતન્યાહુએ પુતિન સાથે વાતચીત કરી અને પોતાનો પક્ષ રાખ્યો હતો.  

બંને પક્ષોએ પેલેસ્ટાઈન-ઈઝરાયેલ સંઘર્ષ, ખાસ કરીને ગાઝા પટ્ટીમાં ગંભીર માનવતાવાદી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સાથે જ પુતિને કહ્યું કે તેઓ આતંકવાદને કોઈપણ સ્વરૂપમાં સ્વીકારતા નથી અને તેની નિંદા કરે છે. તેમણે એ પણ ભાર મૂક્યો કે આતંકવાદના ખતરાનો સામનો કરતી વખતે આપણે નાગરિકો માટે આવા ગંભીર પરિણામોથી બચવું જોઈએ. રશિયા નાગરિકોની પપરેશનીઓને દૂર કરવા અને સંઘર્ષની પરિસ્થિતિઓને ઓછી કરવા માટે તમામ શક્ય સહાય પૂરી પાડવા તૈયાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ