બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi will visit Ahmedabad on September 10

મુલાકાત / આગામી 10મી સપ્ટેમ્બરે PM મોદી ફરીવાર આવશે ગુજરાતના આંગણે, જાણો શું છે કાર્યક્રમ

Dhruv

Last Updated: 09:58 AM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રના દિગ્ગજ નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી ગઇ છે. ત્યારે એક વાર ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશ

PM મોદી એકવાર ફરી આવશે ગુજરાતના પ્રવાસે
રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું કરશે ઉદ્ઘાટન
100થી વધુ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોના CEO ભાગ લે તેવી શક્યતા

PM રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું કરશે ઉદ્ઘાટન

આગામી 10મી સમ્પ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે આવશે. PM મોદી રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. જેમાં 28 રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

સતત બે દિવસ સુધી આ કોન્ફરન્સ ચાલશે

આ સાથે આઠ કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ પણ તેમાં સામેલ થશે. તદુપરાંત 100થી વધુ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોના CEO આ કાર્યક્રમમાં સામેલ થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. 
મહત્વનું છે કે, સતત બે દિવસ સુધી વિજ્ઞાન અને ટેક્નોલોજીના મંત્રીઓની આ કોન્ફરન્સ ચાલશે.

PM Modi arrives at Atal Foot Overbridge remembers Atalji while inaugurating

તાજેતરમાં જ PM મોદીએ લીધી હતી ગુજરાતની મુલાકાત

ઉલ્લેખનીય છે કે, PM મોદી હજુ તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં અટલ ફૂટ ઓવરબ્રીજનું લોકાર્પણ કર્યું હતું. જે દરમ્યાન તેઓએ અટલજીના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમજ PM મોદીએ રિવરફ્રન્ટ ખાતે આયોજીત ખાદી ઉત્સવમાં પણ હાજરી આપી હતી. જ્યાં PM મોદીએ જાહેર જનસભાને સંબોધી હતી તેમજ 7500 મહિલાઓ અને પુરૂષો સાથે ચરખો કાંત્યો હતો. તદુપરાંત પીએમ મોદી આ કાર્યક્રમ પૂર્ણ કરતાની સાથે જ પોતાની માતા હિરાબાને પણ મળવા પહોંચ્યા હતા.

અમદાવાદવાસીઓ અને કચ્છવાસીઓને આપી હતી મોટી ભેટ

એ સિવાય વડાપ્રધાન મોદી દ્વારા કચ્છના અંજારમાં વીર બાળક સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 17 કરોડના ખર્ચે માસુમ આત્માઓની યાદમાં આ વીર બાળક સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે. તદુપરાંત ગોઝારા ભૂકંપમાં જીવ ગુમાવેલા નાગરિકોની યાદમાં ભુજમાં સ્મૃતિવન તૈયાર કરવામાં આવ્યું. જેનું 28 ઓગસ્ટ, 2022ના રોજ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. ત્યારે આમ કહી શકાય કે જ્યારથી વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યાં છે તેમ-તેમ એક બાદ એક કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં પ્રવાસ વધવા લાગ્યા છે.

અમિત શાહ પણ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ફરી આવશે ગુજરાત

તમને જણાવી દઇએ કે, બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદમાં છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું ઉદ્ઘાટન કરશે. 4 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનું આયોજન કરવામાં આવ્યું છે.  15 વર્ષ બાદ ઈકા ક્લબ કાંકરીયા ખાતે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં અમિત શાહ ગુજરાત આવશે. 19 રાજ્યોના 1 હજાર 31 અધિકારી અને જેલ કર્મચારી ભાગ લેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ