બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM modi us visit india america predator mq 9b drone deal

MQ-9B / હવે વધશે ચીનની મુશ્કેલી! ભારત ખરીદવા જઇ રહ્યું છે વિશ્વનું સૌથી ખતરનાક ડ્રોન, નામ છે 'મોત કા સૌદાગર'

Arohi

Last Updated: 11:51 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MQ-9B Drone Deal: દુનિયાના સૌથી ખતરનાક ડ્રોનની ખરીદી માટે ભારત અને અમેરિકાની વચ્ચે પ્રીડેટર ડ્રોનની ડિલની જાહેરાત થઈ ગઈ છે. PM મોદી અને જો બાઈડને મુલાકાત બાદ જે નિવેદન જાહેર કર્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે MQ-9B હાઈ ઓલટેટ્યુડ લોન્ગ એન્ડોરેન્સ ડ્રોનને ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવશે.

  • આ ડિલથી વધશે ભારતની તાકાત 
  • વિશ્વનું સૌથી ખતરનાક ડ્રોન ભારતમાં થશે એસેમ્બલ
  • જો બાઈડન અને PM મોદીએ કરી જાહેરાત 

ચીનના માટે ઉંડા સમુદ્ર અને હાઈ ઓલટેટ્યુડ એરિયામાં ભારતથી ડરવા માટે વધુ એક કારણ આવવાનું છે. દુનિયાના સૌથી ખતરનાક ડ્રોનની ખરીદી માટે છેલ્લું પગલું ભારતે ભર્યું છે ભારત અને અમેરિકાની વચ્ચે પ્રીડેટર ડ્રોનની ડિલની જાહેરાત કરવામાં આવી છે.  

PM મોદી અને જો બાઈડને મુલાકાત બાદ જે નિવેદન જાહેર કર્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે MQ-9B હાઈ ઓલટેટ્યુડ લોન્ગ એન્ડોરેન્સ ડ્રોનને ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવશે અને આ નિર્ણયનું બન્ને દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ સ્વાગત કર્યું છે. 

ભારતીય નૌસેનાની તાકાત બનશે આ ડ્રોન 
જણાવી દઈએ કે આ પ્રીડેટર ડ્રોનના ઘણા અલગ અલગ વર્ઝન છે અને અલગ નામથી પણ તેને ઓળખવામાં આવે છે. જેવું કે MQ-9B રીપર, સી ગાર્ડિયન અને સ્કાઈ ગાર્ડિય. આ ડીલ પાછલા ઘણા સમયથી ઠંડા સ્તરમાં ચાલી રહી હતી.  ભારત અમેરિકાથી 31 MQ-9B ડ્રોન લેશે. તેમાંથી 15 ડ્રોન ભારતીય નૌસેનાને, 8 સેનાને અને 8 વાયુસેનાને મળશે. 

ચીન અને પાકિસ્તાનના ડરનું કારણ 
ચીન તાઈવાન સ્ટ્રેટ પર અમેરિકી ડ્રોનની હાજરીનો ડર સતત અનુભવી રહ્યો છે તો પાકિસ્તાનને તો અફગાનિસ્તાનમાં અમેરિકી ઓપ્રેશન માટે પોતાના આ ડ્રોનને પોતાના એર બેસથી ઉડાન ભરતા જોયા છે. અલકાયદાને મારવામાં આ પ્રીડેટર ડ્રોનની સૌથી મોટી ભુમિકા છે.  

હજારો કિમી દૂર બેસીને પણ કોઈ પણ ટાર્ગેટ પર નજર રાખી શકાય છે અને તેને નષ્ટ પણ કરી શકાય છે. ચીન સમુદ્રમાં ફ્રીડમ ઓફ નેવિગેશનનો ઉપયોગ કરી રહ્યું છે. 

50 હજાર ફૂટની ઉંચાઈ સુધી ઉડી શકે છે 
ત્યાં જ ચીનના સૌથી પૂર્વી લદ્દાખમાં વિવાદ વખતે પણ આ સી ગાર્ડિયનનો ઉપયોગ નજર રાખવા માટે કરવામાં આવ્યો હતો. ચીનની સૌથી મોટી સમસ્યા છે કે તેના 80 ટકા એનર્જી ટ્રેડ ઈન્ડિયન ઓશન કીજનથી થઈને પસાર થાય છે અને જો ભારતની પાસે આ અચુક રામબાણ હશે તો તેને મુશ્કેલી થશે. 

ડ્રોન બનાવનાર કંપની જનરલ એટોમિકની માનીએ તો આ ડ્રોન ફક્ત 2 ગ્રાઉન્ડ ક્રૂના દ્વારા સરળતાથી 50 હજાર ફૂટની ઉંચાઈ પર 300 મીલ પ્રતિ કલાકની પોતાની મહત્તમ રફ્તારથી 27 કલાક સુધી એક વખતમાં 1900 કિમી સુધી સતત ઉડાન ભરી શકે છે.  

1700 કિલોથી વધારો પેલોડની સાથે ઉડી શકે છે આ ડ્રોન 
પોતાની સાથે 1700 કિલોથી વધારે પેલોડ, જેમાં એર ટૂ ગ્રાઉન્ડ હેલફાયર મિસાઈલ, લેઝર ગાઈડેડ બોમ્બ, એર ટૂ એર સ્ટ્રિંગર મિસાઈલ પેલોડ લઈને ઉડી શકે છે. ખાસ વાત એ છે કે તેને આકાશમાં એક જગ્યાથી બીજી જગ્યા C-130 સુપર હરકિયૂલિસ અને અન્ય મોટા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટથી મૂવ કરી શકાય છે અને આ ડ્રોનની ખાસિત વિશે પહેલા જ સેના જીણવટ પુર્વક અભ્યાસ કરી રહી હતી. 

PM મોદીના અમેરિકા જવા પહેલા 15 જૂને રક્ષા મંત્રાલયની ખરીદ પરિષજ એટલે કે DACએ 3 બિલિયન ડોલરથી વધારેની કિંમતના 31 ડ્રોન ખરીદવા પર મોહર લગાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ