બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi to Inaugurate 'One Earth One Health' Advantage Healthcare India 2023 Today, Discuss Vision

નવી પહેલ / PM આજે 'વન અર્થ વન હેલ્થ' એડવાન્ટેજ હેલ્થકેર ઇન્ડિયા 2023 નું ઉદ્ઘાટન કરશે, 10 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને 70 દેશોના પ્રતિનિધિઓ આ વિઝન વિશે જાણશે

Pravin Joshi

Last Updated: 09:14 AM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ચાર મહિનામાં ત્રીજી વખત આ અંગે ચર્ચા કરવા જઈ રહ્યા છે. આ વખતે 10 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને 70 દેશોના 500 પ્રતિનિધિઓ પણ દેશના આ વિઝન વિશે જાણશે.

  • PM 'વન અર્થ વન હેલ્થ' એડવાન્ટેજ હેલ્થકેર ઇન્ડિયાનું ઉદ્ઘાટન કરશે
  • PM મોદી વન અર્થ વન હેલ્થ)ની 6ઠ્ઠી આવૃત્તિને સંબોધિત કરશે
  • PM મોદી છેલ્લા ચાર મહિનામાં ત્રીજી વખત ચર્ચા કરવા જઈ રહ્યા છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય રાજધાનીના પ્રગતિ મેદાન ખાતે 26 અને 27 એપ્રિલના રોજ વર્ચ્યુઅલ રીતે આયોજિત એડવાન્ટેજ હેલ્થકેર ઇન્ડિયા (વન અર્થ વન હેલ્થ)ની 6ઠ્ઠી આવૃત્તિને સંબોધિત કરશે. અગાઉ પીએમએ ડિસેમ્બર 2022માં ગોવામાં યોજાનારી 10મી આંતરરાષ્ટ્રીય આયુર્વેદ કોન્ફરન્સ અને 6 માર્ચે પોસ્ટ બજેટ વેબિનારમાં ચર્ચા કરી હતી. અત્યાર સુધીની ચર્ચામાં મોદીએ આયુર્વેદ, એલોપેથી, ફાર્મા અને સંશોધન કેન્દ્રોને વન અર્થ-વન હેલ્થ પર સાથે મળીને કામ કરવાની સલાહ આપી છે.

Topic | VTV Gujarati

10 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને 70 દેશોના 500 પ્રતિનિધિઓ પણ દેશના આ વિઝન વિશે જાણશે

એક રોગચાળો સમૃદ્ધ રાષ્ટ્રોની સિસ્ટમને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. કોરોનાના સમયગાળા દરમિયાન આખી દુનિયાએ આનો અનુભવ કર્યો છે. કદાચ તેથી જ આરોગ્ય ક્ષેત્રે તમામ દેશોનું ધ્યાન ખેંચ્યું છે. હેલ્થકેર સાથે વેલનેસ પર ભાર મૂકતા ભારતે સમગ્ર વિશ્વની સામે વન અર્થ વન હેલ્થનું વિઝન પણ રાખ્યું છે. જેના વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ચાર મહિનામાં ત્રીજી વખત ચર્ચા કરવા જઈ રહ્યા છે. આ વખતે 10 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને 70 દેશોના 500 પ્રતિનિધિઓ પણ દેશના આ વિઝન વિશે જાણશે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) સાથે આરોગ્ય મંત્રાલય પ્રગતિ મેદાન ખાતે વન અર્થ-વન હેલ્થ પર એક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય દેશના ખાનગી આરોગ્ય ક્ષેત્રને વન અર્થ-વન હેલ્થના વિઝન સાથે જોડવાનો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ