બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi on two-day Gujarat tour: Somnath Trust meeting in Gandhinagar today

માદરે વતન / PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે: ગાંધીનગરમાં આજે સોમનાથ ટ્રસ્ટની બેઠક, રાજભવન મિટિંગોથી ધમધમશે

Priyakant

Last Updated: 08:55 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Gujarat News: ગાંધીનગરમાં PM મોદીની ઉપસ્થિતિમાં રાજભવનમાં મળનારી બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ અને અન્ય કામોના સંદર્ભમાં ચર્ચા થશે

  • ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક 
  • PMની ઉપસ્થિતિમાં રાજભવનમાં બેઠક
  • મંદિરના વિકાસ અને અન્ય કામોના સંદર્ભમાં ચર્ચા 
  • ટ્રસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્રસ્ટી છે 

PM Modi In Gujarat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન આજે PM મોદીની હાજરીમાં ગાંધીનગર ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે. ગાંધીનગરમાં PM મોદીની ઉપસ્થિતિમાં રાજભવનમાં મળનારી બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસ અને અન્ય કામોના સંદર્ભમાં ચર્ચા થશે. મહત્વનું છે કે, સોમનાથ ટ્રસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્રસ્ટી છે. નોંધનીય છે કે, આજે શક્તિપીઠ અંબાજીમાં PM મોદીના આગમનને લઈને સ્વાગત કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 

ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની મળશે બેઠક
PM મોદીની ઉપસ્થિતમાં ગાંધીનગર રાજભવન ખાતે આજે સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે. મહત્વનું છે કે, સોમનાથ ટ્રસ્ટમાં PM મોદી ટ્રસ્ટી છે. આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી અને પી.કે.લહેરી પણ સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. આ બેઠકમાં સોમનાથ મંદિર વિકાસ અને અન્ય કામો સંદર્ભે ચર્ચા થશે. 
 
આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત થશે
આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ અંબાજી માતાના દર્શન કરવા જશે. અંબાજીમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. તો અંબાજી મંદિરમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવશે. આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત કરવામાં આવશે. PMના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકો ભાગ લેશે. અંબાજી મંદિરના ચાચર ચોકમાં PMનું સ્વાગત થશે. 

ડભોડા ગામે યોજાશે કાર્યક્રમ 
ડભોડા ગામમાં સવારે 11 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 

રેલવે વિભાગ અને GRIDEના પ્રકલ્પો
મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પો લોકાર્પણ માટે તૈયાર છે. મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, 77 કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે 24 કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ કરવામાં આવશે. તે સિવાય વિરમગામથી સામખિયાળી સુધીની 182 કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે. તે સિવાય ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના 29.65 કિલોમીટર રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે. રેલવે અને GRIDEના પ્રકલ્પોનું કુલ મૂલ્ય રૂ.5130 કરોડ છે. 

મહેસાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજની ગુજરાત મુલાકાતને લઈને મહેસાણાના ડભોડા, અંબાજી, કેવડીયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ખાસ સુરક્ષા સાથે અનેક કાર્યક્રમોની તૈયારી કરવામાં આવી છે. મહેસાણાના ડભોડામાં યોજાનાર જનસભા કાર્યક્રમને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે સુરક્ષા બંદોબસ્તમાં 6 SP, 17 DySP, 46 પોલીસ ઇન્સ્પેક્ટર, 131 સબ ઇન્સપેક્ટર સહિત કુલ 1 હજાર 871 પોલીસનો કાફલો તૈનાત રહેશે. 

જળ સંસાધન વિભાગના વિકાસકાર્યો
મહેસાણામાં વિજાપુર અને માણસા તાલુકાના ડેલ્ટા વિસ્તારમાં વિવિધ તળાવોના રિચાર્જ માટેના કાર્યો અને સાબરમતી નદી પર વાલાસણા બેરેજના નિર્માણ માટેના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. તે સિવાય મહીસાગર જિલ્લામાં પાનમ જળાશય આધારિત લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે સંતરામપુર તાલુકાના વિવિધ તળાવોને જોડશે. આ તમામ પ્રકલ્પનું મૂલ્ય રૂ.270 કરોડ છે. 

31 ઓક્ટોબરે કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે. 31 ઓક્ટોબરે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેઓ એકતા પરેડમાં હાજરી આપશે. PM મોદીના હસ્તે એકતાનગર ખાતે કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે. ગ્રીન ઈનિશએટીવ અંતર્ગત 30 ઈ-બસોનું PM દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.સાથે જ 210 જેટલા પબ્લિક બાઈક શેરિંગ લોન્ચ કરવામાં આવશે. રૂ.100 કરોડના ખર્ચે વિઝીટર સેન્ટર અને  રૂ.7.5 કરોડના ખર્ચે વોક-વેનું નિર્માણ કરાયું છે. આ તમામ પ્રોજેક્ટનું PMના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ