પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્ટિકલ 370 હટાવ્યા પછી 8 ઓગસ્ટના દેશના નાગરિકોને ટેલિવિઝનનની મદદથી સંબોઘિત કર્યા. રાષ્ટ્રને સંબોધિત કરતા PM મોદીએ લદ્દાખમાં મળનારી સોલો (Solo) જડી-બૂટીનો ઉલ્લેખ કર્યો.
તમને જણાવી દઇએ કે, આ જડી-બૂટી રામાયણ સમયની સંજીવની છે. વૈજ્ઞાનિકો અનુસાર, રામના ભાઇ લક્ષ્મણને જીવનદાન આપનારી જડી-બૂટી સંજીવનીની શોધ પૂરી થઇ ગઇ છે. આ જડી-બૂટીને સ્થાનીક લોકો 'સોલો' કહેવાય છે. આ જડી-બૂટી હિમાલયની એટલી ઉંચાઇ પર મળે છે, જ્યાં જીવન જીવવુ પણ પોતાનામાં એક મુશ્કેલીભર્યુ છે.
વૈજ્ઞાનિકો અવનુસાર, આ એક ચમત્કારી જડી-બૂટી છે, જે ઇમ્યૂન સિસ્ટમને ઠીક કરી શકે છે અને ઉંચાઇના વાતાવરણમાં શરીરને ઢળવામાં મદદ કરે છે. આ જડી-બૂટીનો સૌથી ફાયદાકારક ગુણ છે કે કે તે રેડિયો-એક્ટિવિટીથી બચાવે છે. વૈજ્ઞાનિકોએ આ જડી-બૂટીને 'રોડિયાલા' નામ આપ્યુ છે.
'રોડિયોલા' ઠંડી અને ઉંચાઈવાળી જગ્યાએ મળી આવે છે. સ્થાનિક લોકો રોડિયોલાને 'સોલો' કહે છે અને તેના પાનને શાકભાજીમાં પણ ઉપયોગ કરે છે.
જોકે લેહ સ્થિત ડિફેન્સ ઇન્સ્ટીટ્યૂટ ઑફ હાઇ એલટીટ્યૂડ રિસર્સ (DIHAR)ની શોધ અનુસાર, રોડિયોલાનો ઉપયોગ ઘણી બિમારીઓની સારવારમાં કરવામાં આવે છે.DIHAR ના ડિરેક્ટર અનુસાર, રોડિયોલા એક ચોંકાવનારો છોડ છે, જે રોગપ્રિતકારક શક્તિ વધારે છે. વાતવરણને અનૂરુપ શરીરને ઢાળે છે અને રેડિયો એક્ટિવિટીથી બચાવે છે. આ છોડમાં સીકોંડરી મેટાબોલાઇટ્સ અને ફાયટોએક્ટિવ તત્વ મળી આવે છે. જે વિશિષ્ટ તત્વ છે.
તેમણે આગળ કહ્યુ કે, આ જડી-બૂટી બોમ્બ અથવા બાયોકેમિકલ લડાઇથી ઉત્પન્ન થયેલા ગામા રેડિએશનનો પ્રભાવ ઓછો કરે છે. લેહ સ્થિત DRDOની પ્રયોગશાળામાં રોડિયોલા પર એક દાયકાથી રિસર્ચ થઇ રહી છે. આ સિવાય આગળ કહ્યુ કે, આ છોડની એડેપ્ટોજેનિક ક્ષમતા સૈનિકોને ઓછા પ્રેશર કે ઓક્સિજનવાળા વાતવરણમાં અનૂકુળ થવામાં મદદ કરે છે આ સાથે જ છોડમાં રોગ દૂર કરવા અને ભૂખ વધારનારા ગુણો છે.
પ્રધાનમંત્રીએ આ સંબોધનમાં કહ્યુ કે, લેહ-લદ્દાખ એવી ધરતી છે, જ્યાં સંજીવની મળે છે. 'સોલો' નો ઉલ્લેખ તેમણે સંજીવનીના રૂપે કર્યો હતો.
ગુજરાતની જીવાદોરી મા નર્મદામાં નવા નીર આવતાં સમગ્ર રાજ્યની નદી હવે પુનઃ જીવિત થશે. આજે જ ગાંધીનગરના કરાઈ ખાતે આવેલી નર્મદા કેનાલમાંથી પાણી છોડતાં અમદાવાદ શહેરની જીવાદોરી સાબરમતીમાં જીવ...