બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pm modi make big announcement before launching 5g india roll out 6g services

GOOD NEWS / વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત: દેશમાં આ સમયે શરૂ થશે 6G સેવાઓ, જોઈ લો શું છે લેટેસ્ટ અપડેટ

Pravin

Last Updated: 11:00 AM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં 5G ટેલીકોમ સેવાઓ આવતા મહિનામાં શરુ થવાની છે. લોન્ચ પહેલા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશ આ દાયકાના અંત સુધીમાં 6 G સેવાઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

  • આવતા મહિનાની આસપાસ દેશમાં 5જી સેવાઓ શરૂ થઈ જશે
  • દેશવાસીઓ માટે પીએમ મોદીએ વધુ એક ખુશખબર આપી
  • દેશમાં ટૂંક સમયમાં 6જી સેવાઓ પણ શરૂ થશે

ભારતમાં 5G ટેલીકોમ સેવાઓ આવતા મહિનામાં શરુ થવાની છે. લોન્ચ પહેલા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશ આ દાયકાના અંત સુધીમાં 6 G સેવાઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. પીએ્મ મોદીએ આ ઘોષણા સ્માર્ટ ઈંડિયા હૈકથોન 2022ના ગ્રાંડ ફિનાલેને સંબંધોન કરતા કહી હતી. તેની થોડી વારમાં કેન્દ્રીય દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે સંકેત આપ્યા હતા કે, 5જી સેવાઓ 12 ઓક્ટોબર સુધીમાં શરુ થઈ શકે છે. આ અગાઉ 29 સપ્ટેમ્બર સુધી લોન્ચ કરવાનું અનુમાન લગાવ્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા સ્માર્ટ ઈંડિયા હૈકાથોન 2022ના ગ્રાંડ ફિનાલેમાં ભાગ લીધો હતો. પોતાની સ્પિચમાં પ્રધાનમંત્રીએ કહ્યુ હતું કે, આપણે આ દાયકાના અંત સુધીમાં 6જી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. સરકારે ગેમિંગ અને મનોરંજનમાં ભારતીય સલૂશન્સને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

5જી સેવાઓ સસ્તી અને સગવડભરી હશે

તો વળી કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે 5જી સેવાઓ શરૂ કરવાની સંભવિત તારીખની ઘોષણા કરી હતી. તેમણે આશ્વાસન આપ્યું છે કે, બે ત્રણ વર્ષોમાં સેવાઓ મુખ્ય શહેરો અને ગ્રામિણ વિસ્તારો સુધી પહોંચી જશે. સરકારે એવો દાવો કર્યો છે કે, 5જી સેવાઓ સસ્તી અને સુલભ હશે. 

5 જી સેવાઓ માટે આ કંપનીઓએ લગાવી સૌથી વધારે બોલી

આ તમામની વચ્ચે ટેલીકોમ કંપનીઓએ પણ પોતાના ગ્રાહકોને 5જી સેવાઓ શરૂ કરવાની વાત બતાવી દીધી છે. ભારતીય એરટેલ, રિલાયંસ જિયો, અદાણી ડેટા નેટવર્ક અને વોડાફોન આઈડીયા હાલમાં જ સ્પેક્ટ્રમ હરાજીમાં 5જી સેવાઓ માટે સૌથી વધારે બોલી લગાવનારા તરીકે ઊભરીને સામે આવ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ