બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi is going on a trip to USA Where they will be given a grand welcome

અમેરિકામાં 'મોદી...મોદી...' / USA માં થશે PM મોદીનું ગ્રાન્ડ વેલકમ: એક બે નહીં 20 શહેરોમાં નિકાળવામાં આવશે ભારત એકતા માર્ચ

Kishor

Last Updated: 07:38 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદી USAના પ્રવાસે જઈ રહ્યા છે. જ્યા તેઓનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવશે. જેના ભાગરૂપે 18 જૂને અમેરિકાના 20 જેટલા શહેરોમાં ભારત એકતા માર્ચ કાઢવામાં આવશે.

  • આગામી માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે
  • આગમનને વધાવવા અમેરિકાના 20 જેટલા શહેરોમાં ભારત એકતા માર્ચ કાઢવામાં આવશે
  • પીએમ મોદીના આગમનને લઈ લોકોમાં ભારે ઉત્સાહ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ યાત્રા પર છે. તેવામાં આગામી મહિને યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતને લઈને અમેરિકામાં ભારતીય સમુદાયમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેને લઈને USA માં પીએમ મોદીનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવશે. જેના ભાગરૂપે 18 જૂને અમેરિકાના 20 જેટલા શહેરોમાં ભારત એકતા માર્ચ કાઢવામાં આવશે. તેવુ સમાચાર એજન્સીઓમાંથી જાણવા મળી રહ્યું છે.

US પ્રેસિડન્ટ બાયડને PM મોદીને આપી દીધું અમેરિકા આવવાનું સત્તાવાર આમંત્રણ,  વ્હાઈટ હાઉસે જારી કરી તારીખ | US President Biden gave an official  invitation to PM Modi to come ...

18 જૂનના રોજ વોશિંગ્ટન ડીસીમાં નેશનલ મેમોરિયલ ખાતે કાર્યક્રમ

ભારતીય અમેરિકન સમુદાયના નેતા અને 'ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી'-યુએસએના રાષ્ટ્રીય અધ્યક્ષ અદાપા પ્રસાદે જણાવ્યું હતું કે,  અમેરિકામા વસતા ભારતીય સમુદાય પીએમ મોદીની મહેમાન બનવાના હોવાથી તેને આવકારવા ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જેના ભાગરૂપે સમુદાયના સભ્યો 18 જૂનના રોજ વોશિંગ્ટન ડીસીમાં નેશનલ મેમોરિયલ ખાતે એકઠો થશે.
20 સ્થળોએ પીએમ મોદીનું જાજરમાન સ્વાગત કરાશે.

PM and Biden Virtual Meet

ખ્યાતનામ સ્થળોએ વેલકમ માર્ચ પણ યોજાશે

વધુમાં તેઓએ જણાવ્યું કે આ ભવ્ય અવસરે વોશિંગટન સ્મારકથી લઈ લિંકન સ્મારક સુધી 'ભારત એકતા દિવસ'માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને અમેરિકામાં લગભગ 20 સ્થળોએ પીએમ મોદીનું જાજરમાન સ્વાગત કરવામાં આવશે ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર અને સાન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન બ્રિજ સહિતના ખ્યાતનામ સ્થળોએ વેલકમ માર્ચ પણ યોજાશે. આ તમામ આયોજન અંગે તડામાર તૈયારી ચાલી રહી હોવાનો અદાપા પ્રસાદે દાવો કર્યો હતો.

 અમેરિકાની તેમની પ્રથમ રાજ્ય મુલાકાત

એટલું જ નહીં પીટીઆઈના જણાવ્યા અનુસાર બોસ્ટન, શિકાંગો, એટલાન્ટા, મિયામી, ટેમ્પા, ડલ્લાસ, હ્યુસ્ટન, લોસ એન્જલસ, સેક્રામેન્ટો, સાન ફ્રાન્સિસ્કો સહિતના  શહેરોમાં માર્ચ યોજાશે.નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને જિલ બિડેનના આમંત્રણને માન આપી પીએમ મોદી જૂનમાં અમેરિકાની તેમની પ્રથમ રાજ્ય મુલાકાત પર જઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ