બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM modi gujarat visit 3rd day in jamkandorna and ahmedabad

મિશન 2022 / અમદાવાદ સિવિલમાં કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ, PMએ કહ્યું 'આજે ગુજરાતમાં માતા-શિશુ મૃત્યુદરમાં મોટો ઘટાડો'

Dhruv

Last Updated: 03:59 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે રાજકોટના જામકંડોરણા ખાતે જનસભાને સંબોધ્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં PM મોદીના હસ્તે આજે કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

  • PM મોદી ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ
  • PM મોદીએ અમદાવાદીઓને આપી મોટી ભેટ
  • સિવિલ હોસ્પિટલમાં કર્યું કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં PM મોદીએ 1275 કરોડોના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.

22 વર્ષ પહેલાં ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી ને આજે 36 મેડિકલ કોલેજો છે: PM

22 વર્ષ પહેલાં ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી ને આજે 36 મેડિકલ કોલેજો છે. 20 વર્ષ પહેલાં ગુજરાતની સરકારી હોસ્પિટલમાં અંદાજે 15 હજાર બેડ હતા અને આજે અત્યારે સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા 60 હજાર થઇ ચૂકી છે. પહેલાં ગુજરાતમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજની કુલ સીટો 2200 હતી અને આજે ગુજરાતમાં 8500 બેઠકો મેડિકલ સીટ આપણા યુવાઓ માટે ઉપલબ્ધ છે. આ સિવાય આજે ગુજરાતમાં માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદરમાં પણ મોટો ઘટાડો થયો છે.'

સિવિલ હોસ્પિટલના લોકાર્પણ સમયે PM મોદીએ કહ્યું કે, 'ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ માટે નવી ઇમારત ઉપરાંત અપગ્રેડેડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ શરૂ થઈ રહી છે. તે દેશની પ્રથમ સરકારી હોસ્પિટલ હશે કે જે સાયબરનાઇફ જેવી આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે.'

PM મોદીએ કહ્યું કે, 'ગુજરાતમાં વિકાસની ગતિ એટલી જ ઝડપી છે ત્યારે કામ અને સિદ્ધિઓની યાદી એટલી લાંબી છે કે તેની ગણતરી કરવી મુશ્કેલ છે. હંમેશાની જેમ દેશમાં પ્રથમ તરીકે ગુજરાત દ્વારા ઘણી બધું કરવામાં આવી રહ્યું છે.'

એ દિવસ દૂર નથી કે જેમાં ભારત મેડિકલ રિસર્ચ જેવા ક્ષેત્રોમાં પોતાનો દબદબો દેખાડશે : PM

20 વર્ષ પહેલા સારા શિક્ષણ અને આરોગ્ય માટે ભટકવું પડતું: PM

PM મોદીએ અમદાવાદથી સંબોધન કરતા કહ્યું કે, 'હું ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું. 20 વર્ષ પહેલા સારા શિક્ષણ અને આરોગ્ય માટે ભટકવું પડતું હતું, કાયદો અને વ્યવસ્થા માટે વલખાં મારવા પડતા અને હવે જુઓ. હવે સૌનો સાથ સૌનો વિકાસની સરકાર સતત નાગરિકોની સેવા માટે કામ કરે છે.'

વડાપ્રધાન મોદીએ દર્દીઓ સાથે સાધ્યો હતો સીધો સંવાદ

PM મોદીએ વન ગુજરાત વન ડાયાલિસિસ હેઠળ 270 જેટલાં કેન્દ્રો તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે તાલુકા કક્ષાએ તૈયાર કરાયેલા ડાયાલિસિસ કેન્દ્રો તથા કેન્સરના દર્દીઓ માટે અનિવાર્ય એવાં કિમોથેરાપી ટ્રીટમેન્ટ માટે કિમોથેરાપી પ્રોગ્રામ જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે જે દર્દીઓને આ સેવા મળી છે તેવાં દર્દીઓ સાથે વડાપ્રધાન મોદી સીધો સંવાદ કરી રહ્યાં છે.

સિવિલમાં રૂ.1275 કરોડથી વધુની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

  • હૃદયની સારવાર માટે રૂ.54 કરોડના અદ્યતન મશીનો-વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ
  • હૃદય-ફેફસાના પ્રત્યારોપણ, કૃત્રિમ હૃદય અને ફેફસા તરીકે કામ કરતું મોબાઇલ ECMO
  • હૃદય સર્જરીની તાલીમ લેતા તબીબો માટે વર્ચ્યુઅલ સિમ્યુલેશન કાર્ડીયાક કેથ લેબ
  • રોબોટિક કાર્ડિયાક સર્જરી સિસ્ટમ સહિતની વિશ્વકક્ષાની સુવિધાઓનું લોકાર્પણ
  • યુ.એન. મહેતા હોસ્પિટલમાં રૂ.71 કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ
  • 10 માળની હોસ્ટેલમાં 2 બેઝમેન્ટ, 176 રૂમ અને સેન્ટ્રલ લાયબ્રેરી વિથ મ્યૂઝિયમ
  • કિડની રિસર્ચ સેન્ટર માટે રૂ.408 કરોડના ખર્ચે નવનિર્મિત હોસ્પિટલનું લોકાર્પણ
  • હોસ્પિટલમાં 850 બેડ, 22 હાઇટેક ઓપરેશન થિયેટર અને 12 આઇ.સી.યુ.
  • આધુનિક લેબોરેટરી અને એકસાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા
  • મેડિસીટીમાં રૂ.140 કરોડના ખર્ચે નિર્મિત GCRIની નવી બિલ્ડિંગનું લોકાર્પણ
  • જનરલ વોર્ડના બેડ વધીને 187 અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4થી વધીને 11 થશે
  • લેબોરેટરીમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ મશીનની સુવિધા
  • લાઇબ્રેરી, 317 સીટીંગ ક્ષમતાનું ઓડિટોરિયમ, ટેલિમેડિસીન રૂમની સુવિધાઓ
  • દર્દીઓના પરિવારજનો માટે રૂ.39 કરોડના ખર્ચે રૈન બસેરાનું ખાતમુહૂર્ત
  • આશરે 5800 ચોરસ મીટર વિસ્તારમાં રૈન બસેરાનું થશે નિર્માણ

દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવી કિડની હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત
  • રૂ. 418 કરોડના ખર્ચે દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું નિર્માણ
  • 850 બેડની ક્ષમતા સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ
  • દેશનું સૌથી મોટું મલ્ટી-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર
  • 10 મોડ્યુલર અને 12 નોન મોડ્યુલર સાથે કુલ 22 ઓપરેશન થિયેટર
  • કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત કિડનીને લગતા તમામ ઓપરેશનની સુવિધા
  • લીવર, પિત્તાશય અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટેની અદ્યતન સુવિધાઓ
  • એક સાથે 62 દર્દીઓના થઇ શકે છે ડાયાલિસિસ 
  • અદ્યતન બ્લડ બેંક, ઇમ્યુનોલોજી, HLA અને સ્ટેમ સેલની તપાસ માટે લેબોરેટરી

PM મોદી અમદાવાદ આવતા પહેલાં 35 મિનિટ સુધી રાજકોટ એરપોર્ટ પર રોકાયા

PM મોદીએ આજે જામકંડોરણામાં વિશાળ જનસભાને સંબોધી હતી. ત્યારે હવે PM મોદી રાજકોટથી અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. જ્યાં તેઓ સિવિલ હોસ્પિટલમાં 712 કરોડની આરોગ્યલક્ષી સુવિધાઓનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પરંતુ એ પહેલાં તમને જણાવી દઇએ કે, PM મોદી અમદાવાદ આવતા પહેલાં 35 મિનિટ જેટલો સમય રાજકોટ એરપોર્ટ પર રોકાયા હતા. PM મોદીએ ભાજપ આગેવાન કશ્યપ શુક્લ અને નીતિન ભારદ્વાજના પરિવાર સાથે મુલાકાત કરી હતી. કશ્યપ શુક્લએ PM સાથેની મુલાકાત અંગે માહિતી આપતા જણાવ્યું કે, '2 વર્ષ પહેલા તેમની પુત્રીના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. પરંતુ મુલાકાત ન થઈ શકી હોવાના કારણે આજે મળવા બોલાવ્યા હતા.'

ભૂપેન્દ્રભાઈએ બેટદ્વારકાને કબ્જામાંથી મુક્ત કરાવી દીધું: PM

વધુમાં PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા કહ્યું કે, 'ભૂપેન્દ્રભાઈની મક્કમતા જુઓ, બેટદ્વારકાને કબ્જામાંથી મુક્ત કરાવી દીધું અને બધું શાંતિથી પતાવી પણ દીધું.'

મારે મારા ભાજપના કાર્યકરોને ચેતવવા છે: PM

મારે ભાજપના કાર્યકર્તાઓને ચેતવવા છે, મને દૂરથી બધું જ દેખાય છે, હું દિલ્હીથી આખો ખેલ જોઈ રહ્યો છું આથી મારે મારા ભાજપના કાર્યકરોને ચેતવવા છે. આ વખતે કોંગ્રેસ કોઈ સભાઓ નથી કરતી, કોઈ પત્રકાર પરિષદ નથી કરતી, એણે નવી ચાલાકી કરી છે. બોલવું નહીં, ચૂપચાપ ગામડે-ગામડે જઈ વોટ માંગી રહ્યાં છે અને ખાટલા સભાઓ કરીને કહી રહ્યાં છે કે એક વાર વોટ આપી દો અને આટલું જ નહીં હોબાળો કરવાનો કૉન્ટ્રૅક્ટ બીજાને આઉટસોર્સ કરી દીધો છે.'

પહેલાં સુરત-ભરૂચ જવું હોય તો બે રાત રોકાવું પડતું, આજે સાંજે કામ પતાઇને ઘરે પાછા આવી જાઓ: PM

PMએ કહ્યું કે, 'અહીંયા રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર કેટલાંય સાથીઓ સુરત, ભરૂચ, દહેજ, અંકલેશ્વરથી કનેક્ટ થઇ ગયા, પહેલાં સુરત-ભરૂચ જવું હોય તો બે રાત રોકાવું પડતું ને આજે સવારે નીકળો સાંજે રોરોમાં પાછો આવો, કામ પતાઇને ઘરે પાછા આવી જાઓ.'

નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર લઘુઉદ્યોગ માટે બે હાથમાં લાડુ આપ્યા હોય એવી પોલિસી લાવ્યા: PM

અમારા ભૂપેન્દ્રભાઇની સરકાર, નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર એ તો નવી ઔદ્યોગિક જે પોલિસી લઇને આવી છે ને એને તો આ લઘુઉદ્યોગ માટે જાણે આમ બે હાથમાં લાડુ આપ્યા હોય ને એવી પોલિસી લાવ્યા છે અને એના માટે હું ભૂપેન્દ્રભાઇ અને એમની ટીમને અભિનંદન પાઠવું છું કે આવી દીર્ઘદ્રષ્ટિવાળી પોલિસી લાવીને નક્કર કામોને ગતિ આપવાની જે દિશા પકડી છે એ મારી માટે ગૌરવની વાત છે, સંતોષની વાત છે.'

એક સમયે રાજકોટમાં પાણી માટે લોકો વલખાં મારતા હતા: PM

PM મોદીએ કહ્યું 'ઘરમાં નળ હોય, નળમાં પાણી આવે, ગામડામાં સાંજે ખાવા બેઠા હોય અને ખાતી વખતે વિજળી આવે એવી લોકો પહેલાં અપેક્ષા કરતા હતા. એવાં અનેક લોકો હશે, રાજકોટની અંદર આજે ટ્રેન આવશે, પાણી લઇ આવશે, બે ડોલ પાણી મને મળી જશે એની રાહ જોઇને અડધો-અડધો દિવસ લાઇનમાં ઊભેલા લોકો અહીં બેઠા હશે. એક સમયે પાણી માટે લોકો વલખાં મારતા હતા. રાજકોટમાં દરેક ઘરની બહાર એક કુંડી બનાવી હોય અને નીચેથી નળના ટપક-ટપક પાણી ભરીને ઘરમાં લોકો દહાડા કાઢતા.'

PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ

PM મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'આપણા સરદાર સાહેબનું ભવ્ય સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દુનિયાભરના લોકો જોવા આવી રહ્યાં છે. હાં એક જમાત નથી જતી. ખબર નહીં એમને શું તકલીફ છે. તમારા ગામમાં આજુબાજુમાં જો કોઇ કોંગ્રેસવાળા ભાઇ રહેતા હોય તો એને પૂછજો કે તમે સરદાર સાહેબનું આવડું મોટું સ્ટેચ્યુ બન્યું છે તો એકપણ વાર તમે કોંગ્રેસવાળા જઇ આવ્યાં કે ના જઇ આવ્યાં. એકાદ એકલદોકલ ગયો હશે તો પણ મોં છુપાવીને ગયો હશે. કોઇને ખબર ના પડી જાય.'

મારે છાશવારે એવાં કામ કરવાના આવે છે કે જે હું પહેલી વાર કરું છું: PM

PM મોદીએ જામકંડોરણામાં જાહેર જનસભાને સંબોધતા કહ્યું કે, 'હું પહેલો એવો પ્રધાનમંત્રી છું કે જે જામકંડોરણામાં આવ્યો છું. મારે છાશવારે એવાં કામ કરવાના આવે છે કે જે હું પહેલી વાર કરું છું. પહેલાં કોઇએ કર્યા નથી. જ્યારે આ ક્ષેત્રમાં હું આવું ત્યારે મારા વિઠ્ઠલભાઇ રાદડિયાની મને યાદ જરૂર આવે. આજે દેશના બે મહાન મહાપુરૂષોની જયંતિ છે કે જેમને દેશની રાજનીતિ બદલી એવું જ નહીં પણ દેશની યુવાપેઢીમાં એક નવો વિશ્વાસ પેદા કર્યો છે. આ બે એવાં મહાન સપૂતો છે કે જેમણે આજે આ દેશે ભારતરત્નથી સમ્માનિત કર્યા છે. એક આપણા જયપ્રકાશ નારાયણ અને બીજા આપણા નારાયણ દેશમુખ.'

  • CM ભૂપેન્દ્ર પટેલનું સભાસ્થળેથી સંબોધન શરૂ
  • PM મોદી સહિત CM ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ સહિત અનેક દિગ્ગજો સ્ટેજ પર ઉપસ્થિત, થોડી જ વારમાં PM મોદી જાહેર જનસભાને સંબોધન કરશે
  • સભાસ્થળે વિશાળ જનસંખ્યામાં લોકો ઉપસ્થિત
  • PM મોદી રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જંગી સભાને સંબોધવા સભાસ્થળે પહોંચતા પહેલા કારમાંથી ઊતરીને લોકોનું અભિવાદન ઝીલ્યું.

જાણો PM મોદીનો આજનો શું હતો કાર્યક્રમ?

જાણો રાજકોટમાં શું છે PMનો આજનો કાર્યક્રમ?

  • જામકંડોરણામાં જંગી જનસભાને સંબોધશે
  • રાજકોટ એરપોર્ટ પર PM નરેન્દ્ર મોદીનું ટૂંકું રોકાણ
  • રાજકોટ શહેરમાં 450 પોલીસ જવાનોનો બંદોબસ્ત રહેશે
  • જયેશ રાદડિયા સહિતને મંચ પર સ્થાન અપાશે

જાણો અમદાવાદમાં શું છે આજનું આયોજન?

  • સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
  • કેમ્પસમાં રૂ.712 કરોડની સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
  • હૃદયની અદ્યતન સારવાર માટે આધુનિક મશીનોનુ લોકાર્પણ
  • રૂ.54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ
  • હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેના કેન્દ્રનું લોકાર્પણ કરશે
  • UN મહેતા હોસ્પિટલની નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે
  • રૂ.71 કરોડના ખર્ચે નવી હોસ્ટેલ બિલ્ડિંગ બનાવવામાં આવી 
  • 10 માળની હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું
  • બે બેઝમેન્ટ, 176 રૂમ, સેન્ટ્રલ લાઇબ્રેરી, મ્યુઝિયમ બનાવાયું

કિડની રિસર્ચ માટે નવી હોસ્પિટલનું લોકાર્પણ કરશે

  • રૂ.408 કરોડના ખર્ચે નવી હોસ્પિટલ તૈયાર કરાઇ
  • મેડિસીટીમાં રૂ.140 કરોડના ખર્ચે નિર્મિત GCRIની બિલ્ડિંગનું લોકાર્પણ
  • GCRI અને IKDRCની નવી બિલ્ડિંગનું લોકાર્પણ
  • ₹.408 કરોડના ખર્ચે 850 બેડની સુવિધાની હોસ્પિટલ બનાવાઇ
  • 22 હાઇટેક ઓપરેશન થિયેટર, 12 ICU તૈયાર કરાયા
  • આધુનિક લેબોરેટરી બનાવવામાં આવી
  • એકસાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા ઉપલબ્ધ બનશે

રૂ.140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ

  • જનરલ વોર્ડના બેડની સંખ્યા વધીને 187 થશે
  • બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4 થી વધીને 11 થઇ જશે
  • લાઇબ્રેરી, 317 સિટીંગ ક્ષમતાનું ઓડિટોરિયમનું લોકાર્પણ

સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

PM મોદી આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સિવિલ કેમ્પસમાં વડાપ્રધાન મોદી રૂપિયા 712 કરોડની સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જેમાં હૃદયની અદ્યતન સારવાર માટે આધુનિક મશીનોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરશે. સાથે રૂપિયા 54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ અને હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેના કેન્દ્રનું લોકાર્પણ કરશે.

તદુપરાંત UN મહેતા હોસ્પિટલમાં 10 માળની હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બે બેઝમેન્ટ, 176 રૂમ, સેન્ટ્રલ લાઇબ્રેરી અને મ્યુઝિયમ બનાવાયું છે. જેનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. સાથે વડાપ્રધાન મોદી રૂપિયા 408 કરોડના ખર્ચે તૈયાર થયેલી કિડની રિસર્ચ હોસ્પિટલનું લોકાર્પણ અને મેડિસીટીમાં રૂપિયા 140 કરોડના ખર્ચે નિર્મિત GCRI અને IKDRCની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરશે.

આ સાથે 408 કરોડના ખર્ચે તૈયાર 850 બેડની સુવિધાની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. જેમાં 22 હાઇટેક ઓપરેશન થિયેટર, 12 ICU, આધુનિક લેબોરેટરી અને એક સાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા ઉપલબ્ધ બનશે. સાથે જ વડાપ્રધાન મોદી રૂપિયા 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ કરશે. જેને કારણે જનરલ વોર્ડના બેડની સંખ્યા વધીને 187 થશે. ઉપરાંત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4થી વધીને 11 થશે. સાથે જ વડાપ્રધાન મોદી લાઇબ્રેરી અને 317 સિટીંગ ક્ષમતાના ઓડિટોરિયમનું લોકર્પણ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ