બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / PM Modi focus on patidar's 50 seats in gujarat before elections 2022

પાટીદાર ફેક્ટર / 50 બેઠકો પર સીધી અસર... પાટીદારોને રીઝવવા PM મોદી પોતે મેદાનમાં, 2017માં ભાજપને લાગ્યો હતો ઝટકો

Dhruv

Last Updated: 01:43 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર ગુજરાતમાં પાટીદારોના સૌથી વધારે મતદારો ધરાવતી 50 બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ હોવાના કારણે આ વખતે ખુદ PM મોદી પાટીદારોને રીઝવવા મેદાનમાં જંગ લડવા ઉતર્યા છે.

  • આ વર્ષે ખુદ PM મોદી પાટીદારોને રીઝવવા મેદાનમાં
  • ગુજરાતમાં કુલ 50 બેઠકો પર પાટીદારોનું વધારે પ્રભુત્વ
  • 2017માં સૌરાષ્ટ્રમાં કરેલી ભૂલ હવે ભાજપ કરવા નથી માંગતું

ગુજરાતમાં ચૂંટણી નજીક આવે એટલે તુરંત પાટીદાર અગ્રણીઓ સમાજના વર્ચસ્વની વાતો કરવા લાગે છે જેની અસર તમામ રાજકીય પક્ષો પર પણ પડતી હોય છે. આથી રાજકીય પક્ષો પણ જ્ઞાતિવાદનું રાજકારણ ઊભું કરીને પાટીદારોના મત મેળવવાના પ્રયાસ કરતા હોય છે. કારણ કે વિધાનસભા ચૂંટણીમાં દર વખતે પાટીદાર ફેક્ટર ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે. ત્યારે આ વખતે પણ ભાજપ પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતી બેઠકો પર વધુ ભાર મૂકી રહી છે. કારણ કે ભાજપને એ વાતનો અંદાજો છે કે ગુજરાતમાં પાટીદાર સમાજની એકતા વધારે મજબૂત છે. આથી જો ચૂંટણીમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર જો ફોકસ આપીશું તો ચૂંટણીમાં જીત મેળવવી વધારે સરળ થઇ જશે.

પાટીદાર સમાજની નારાજગીના કારણે 2017માં ભાજપ 100નો આંકડો પણ પાર ન હોતું કરી શક્યું

કારણ કે ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહોતી, તેનું મુખ્ય કારણ પાટીદાર સમાજની નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમાં જો આ વખતે સારી જીત મેળવવી હોય તો પાટીદારોને ફરી ભાજપ તરફી કરવા જરૂરી છે.

2017માં સૌરાષ્ટ્રમાં કરેલી ભૂલ હવે ભાજપ કરવા નથી માંગતું

તમને જણાવી દઇએ કે, ભાજપ આ વર્ષે 2017માં સૌરાષ્ટ્રમાં કરેલી ભૂલ નથી કરવા માંગતું. કારણ કે 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ફાયદો થયો હતો. ભાજપ કરતા કોંગ્રેસના ફાળે વધારે સીટો આવી હતી. 2017માં ભાજપને ફાળે 23 જ્યારે કોંગ્રેસના ફાળે 30 સીટો આવી હતી જ્યારે અન્યને ફાળે 1 સીટ આવી હતી. આથી ભાજપ આ વર્ષે ફરી એવી ભૂલ કરવા નથી ઇચ્છતું.

Prime Minister Narendra Modi will address a public meeting in Jamkandorana today

PM મોદીના પ્રવાસથી સૌરાષ્ટ્રના પોલિટિકલ એપિસેન્ટરની 4 બેઠકોને થશે સીધી અસ

આ જ કારણોસર PM મોદીએ તાજેતરમાં જ સૌરાષ્ટ્રની રાજકોટ, જામનગર, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતની મહેસાણા અને દક્ષિણ ગુજરાતની સુરત બેઠક પર ચૂંટણી પ્રચાર માટે વધારે ભાર મૂક્યો હતો. PM મોદીએ રાદડિયાના ગઢ જામકંડોરણામાં જાહેરસભાને સંબોધી હતી. આથી એમ કહી શકાય કે PMની આ જંગી સભાની અસર રાજકોટ જિલ્લાની 4 બેઠકોને જરૂરથી થઇ શકે છે. જેમાં ધોરાજી-ઉપલેટા, જેતપુર જામ કંડોરણા, ગોંડલ, રાજકોટ ગ્રામ્યની બેઠકનો સમાવેશ થાય છે. કારણ કે જામકંડોરણા એ સૌરાષ્ટ્રનું પોલિટિકલ એપિસેન્ટર છે. તમામ બેઠક પર લેઉઆ પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે. આ બેઠકો પર લેઉઆ પાટીદાર મતદારો વિશે વાત કરીએ તો રાજકોટ ગ્રામ્ય બેઠકમાં 40% લેઉઆ પાટીદાર મતદારો છે. જ્યારે જેતપુર બેઠકમાં 45% લેઉવાં પાટીદાર મતદારો, ધોરાજી બેઠકમાં 25% લેઉઆ પાટીદાર મતદારો અને ગોંડલમાં 40% લેઉઆ પાટીદાર મતદારો છે. સૌરાષ્ટ્રનું કેપિટલ ભલે રાજકોટ કહેવાય પણ સૌરાષ્ટ્રનું પોલિટિકલ એપિસેન્ટર તો જામકંડોરણા જ રહ્યું છે.

Gujarat Elections 2022

PM મોદી ટૂંક સમયમાં લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે ખોડલધામમાં કરશે મુલાકાત!

આ સિવાય PM મોદી એકવાર ફરી 19 ઓક્ટોબરના રોજ પાટીદાર સમાજની સૌરાષ્ટ્રની સૌથી વધારે વર્ચસ્વ ધરાવતી બેઠક રાજકોટની મુલાકાતે પણ આવવાના છે. તદુપરાંત લેઉવા પાટીદાર સમાજને પણ રીઝવવા માટે મળતી માહિતી મુજબ PM  મોદી રાજકોટના ખોડલધામ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. કારણ કે, નરેશ પટેલ પણ એક દિગ્ગજ ચહેરો છે. જોકે નરેશ ભાઈ પત્તાં નથી ખોલી રહ્યાં પરંતુ જો તે ભાજપ સિવાય કોઈ બીજી પાર્ટીમાં જાય તો સીધી જ 25 બેઠકો પર નરેશ પટેલની અસર પડી શકે છે. આથી ભાજપ માટે તે મુસીબત સાબિત શકે છે. સૌરાષ્ટ્રની સાથે સાથે સુરતની 10 બેઠકો પર પણ લેઉઆ પટેલ સમાજનો જબરો પ્રભાવ છે, મધ્ય ગુજરાતમાં પણ આ સમાજની વસ્તી છે. આથી PM મોદી ખુદ ખોડલધામ આવી લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે મુલાકાત કરી શકે છે. જોકે એ માટે ખુદ નરેશ પટેલ અને રમેશ ટીલાળા વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવા જશે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું વધારે પ્રભુત્વ રહેલું છે.

જુઓ ગુજરાતમાં પાટીદારોનો કેટલો પાવર?

ગુજરાતમાં કડવા અને લેઉવા એમ બે પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી રહેલી છે. પરંતુ એ જ 15 ટકા વસ્તી ધરાવતો સમાજ ગત ચૂંટણીમાં (2017) માં ભાજપથી રિસાઇ જતા ભાજપે સૌરાષ્ટ્રમાં માઠા પરિણામ ભોગવવા પડ્યા હતા અને આખાય દેશમાં ગુજરાતમાં ડંકો વગાડનાર ભાજપ 100ના આંકડાને પણ પાર ન હોતું કરી શક્યું. 2012માં 115 સીટ જીતનારી ભાજપ 2017માં 99એ અટકી ગઇ હતી. બીજું કે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારોની નારાજગીના કારણે આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું.

આ સિવાય 2017માં આંદોલનના કારણે પાટીદાર સમાજે કોંગ્રેસને વોટ આપીને કોંગ્રેસને અનેક સીટો પર જીતાડી હતી. 2021ની સ્થાનિક ચૂંટણીઓમાં પણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર પાટીદારોનો બીજો ગઢ ગણાતા સુરતમાં પાટીદારોએ આમ આદમી પાર્ટીને વોટ આપીને જીતાડી હતી. જેથી કોંગ્રેસ-ભાજપ જો કદાચ પાવર ન બતાવે તો ક્યાંક AAP પણ સૌરાષ્ટ્રમાં પાવરફૂલ ન બની જાય તેની ભાજપ હવે આગોતરી તૈયારી કરી રહ્યું છે. આથી ગુજરાતમાં એમ કહી શકાય કે પાટીદારોના પાવરની જો વાત કરીએ તો પાટીદારોની વસ્તી ભલે 15 ટકા હોય પણ ચૂંટણી ટાણે કોઇ પણ પક્ષ તેમની અવગણના કરી શકે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ