બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi celebrated Raksha Bandhan with school girls

રક્ષાબંધનની ઉજવણી / PM મોદીએ સ્કૂલની વિદ્યાર્થિનીઓ સાથે ઉજવી રક્ષાબંધન, CM ભૂપેન્દ્ર પટેલને મહિલા પોલીસ અધિકારીઓએ બાંધી રાખડી

Priyakant

Last Updated: 11:29 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RakshaBandhan 2023 News: દિલ્હીમાં શાળાની દીકરીઓએ PM મોદીના હાથે રાખડી બાંધી, CM ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં બહેનોએ રાખડી બાંધી

  • આજે ગુજરાત સહીત દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી
  • રાષ્ટ્રપતિ -વડાપ્રધાને ટ્વિટ કરી દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી
  • રક્ષાબંધન નિમિત્તે દિલ્હીમાં શાળાની છોકરીઓએ PM મોદીને રાખડી બાંધી 
  • CM ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં બહેનોએ રાખડી બાંધી 

રક્ષાબંધન : આજે ગુજરાત સહીત દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાએ ઉજવાતો આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને પવિત્ર સંબંધને વધુ ગાઢ બનાવે છે. અતૂટ પ્રેમના આ તહેવાર પર, જ્યાં બહેનો તેમના ભાઈઓની સફળતા માટે પ્રાર્થના કરે છે, તેના બદલે ભાઈઓ તેમની બહેનોને તમામ પ્રકારની આફતોથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે. આ તરફ હવે દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ટ્વિટ કરી દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. 

PM મોદીને દિલ્હીમાં શાળાની દીકરીઓએ રાખડી બાંધી 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીમાં રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ દરમિયાન દિલ્હીમાં શાળાની દીકરીઓએ PM મોદીના હાથે રાખડી બાંધી હતી. આ પહેલા PM મોદીએ ટ્વિટ કરી દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી. 

CM ભૂપેન્દ્ર પટેલને ગાંધીનગરમાં બહેનોએ રાખડી બાંધી 
આ તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી છે. આ સાથે મંત્રીમંડળ નિવાસસ્થાન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ CMને રાખડી બાંધી તો મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દિપીકા સરવડાએ મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી. આ સાથે સાધના વિનય મંદીર શાળા અમદાવાદ દ્વારા G20, ચંદ્રયાન-3 ની થીમ પર બનાવાયેલ 325 ફૂટ લાંબી રાખડી CMને ભેટ આપી હતી. આ સાથે મહિલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા CMને રાખડી બાંધવામાં આવી હતી. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શું કહ્યું ? 
દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ દેશવાસીઓને રક્ષાબંધનના અવસર પર શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ X પર લખ્યું, રક્ષાબંધનના શુભ તહેવાર પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ! આ તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે અને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આવો આપણે આ શુભ અવસર પર દેશમાં મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને સમાન વાતાવરણ બનાવવાની પ્રતિજ્ઞા લઈએ.

PM મોદીએ પણ પાઠવી શુભેચ્છા 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે, આ તહેવાર ભારતીય સંસ્કૃતિનું પવિત્ર પ્રતિબિંબ છે. PM મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું, રક્ષાબંધન પર મારા પરિવારના તમામ સભ્યોને હાર્દિક શુભેચ્છાઓ. બહેન અને ભાઈ વચ્ચેના અતૂટ વિશ્વાસ અને અપાર પ્રેમને સમર્પિત રક્ષાબંધનનો આ શુભ તહેવાર આપણી સંસ્કૃતિનું પવિત્ર પ્રતિબિંબ છે. હું ઈચ્છું છું કે, આ તહેવાર દરેકના જીવનમાં સ્નેહ, સંવાદિતા અને સંવાદિતાની લાગણીને વધુ ઊંડો બનાવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ