ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / PM Modi can come to Gujarat once again
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. જેને લઇને ગુજરાત ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને પીએમ મોદી અને અમિતશાહ પણ ગુજરાતની ચૂંટણીને લઇને અવારનવાર મુલાકાત લઇ રહ્યા છે. વિકાસના કામોનું લોકાર્પણ કરી રહ્યા છે. પીએમ મોદી હજી હમણા જ અમદાવાદ અને કચ્છના પ્રવાસે હતા ત્યારે હવે ફરી એકવાર તેઓ ગુજરાતમાં આવી શકે છે. પીએમ મોદી ભાજપના યુવા સંમેલનમાં હાજરી આપવા ગુજરાત પ્રવાસે આવી શકે છે. પ્રદેશ ભાજપ યુવા સંમેલનનું 11 સપ્ટેમ્બરે આયોજન કરી શકે છે. ભાજપ પ્રદેશ સ્તરે યુવા સંમેલન યોજી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંમેલન યોજાઇ શકે છે. જો કે હજી તો માત્ર શક્યતાઓ જ જણાઇ રહી છે.

ADVERTISEMENT
PM મોદી ખાદી મહોત્સવમાં આપી હાજરી
મહત્વનું છે કે પીએમ મોદી હમણા જ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. 27 ઑગષ્ટના રોજ તેઓએ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટ પર જ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી હતી. બાદમાં તેઓ ખાદી મહોત્સવમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ખાદી મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદીએ રેટિંયો કાંતી રહેલી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. તો બાદમાં પોતે પણ ચરખો કાંત્યો હતો.
ADVERTISEMENT

ફૂટ ઓવરબ્રિજનું કર્યુ હતું લોકાર્પણ
ADVERTISEMENT
પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટ ઓવરબ્રિજના લોકાર્પણ કર્યુ હતું. આ સમયે અટલજીના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે અટલજીને ખૂબ પ્રેમ આપ્યો. સાથે જ તેમણે જણાવ્યું કે, અટલજી 1996માં ગાંધીનગરથી ચૂંટણી જીત્યા હતા. આ ફૂટ ઓવરબ્રિજ માત્ર સાબરમતી નદીના કિનારાને જ નથી જોડતો પરંતુ બ્રિજની એક વિશેષતા પણ છે, તેની બનાવટમાં પતંગ મહોત્સવનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ADVERTISEMENT
કચ્છમાં સ્મૃતિવન-વીર બાળક સ્મારકનું લોકાર્પણ
તો 28 ઑગષ્ટે પીએમ મોદી કચ્છમાં હતા. તેઓનું ભૂજમાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. PM મોદી જેવા કચ્છ પહોંચ્યા રસ્તાની બંને તરફ ભારે સંખ્યામાં ભીડ ભેગી થઈ જતાં તેઓ પોતાને રોકી ન શક્યા અને ગાડીમાંથી બહાર ઉતર્યા અને રોડ શો શરૂ થઈ ગયો. લોકો હાથમાં તીરંગા લઈને પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદીના હસ્તે સ્મૃતિ વન તથા વીર બાળક સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્મૃતિ વન ભૂકંપને લગતું મ્યુઝિયમ છે જ્યારે વીર બાળક સ્મારકમાં 185 બાળકો તથા 20 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપતું મેમોરિયલ છે. આ બાળકો રેલી દરમિયાન જ ભૂકંપ આવતા દટાઈ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ