બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / Politics / PM Modi arrived in Gujarat

શપથગ્રહણ / PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, મોટી સંખ્યામાં લોકોએ મોદી મોદીના નારાથી વધાવ્યા, જુઓ VIDEO

Dinesh

Last Updated: 11:44 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી, અમિત શાહ અને જે.પી નડ્ડા આવી પહોંચ્યા ગુજરાત; આવતીકાલે ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના શપથગ્રહણ સમારંભમાં રહેશે ઉપસ્થિત

  • PM મોદી આવી પહોંચ્યા ગુજરાત
  • આવતીકાલે ઉપસ્થિત રહેશે શપથગ્રહણ સમારંભમાં
  • ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના આવતીકાલે શપથગ્રહણ 
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાતમાં

 

ગુજરાતમાં જનતાનો વિશ્વાસ જીતી ભાજપે ભવ્ય જીત મેળવી છે. આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના શપથ લેવાના છે. જેમાં PM મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ અને જેપી નડ્ડા સહિત ભાજપ શાસિત રાજ્યોના સીએમ પણ હાજર રહેશે. જેને લઈ PM મોદી આજે જ ગુજરાત આવી પહોંચ્યા છે. જેઓ એરપોર્ટથી રાજભવન જવા રવાના થયા હતા જ્યાં લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.

PM મોદી આવી પહોંચ્યા ગુજરાત
વડાપ્રધાન મોદી અમદાવદ એરપોર્ટસ પર આવી પહોંચ્યા છે. જેઓ રાજભવન ખાતે રાત્રી રોકાણ કકરશે. જે બાદ આવતીકાલે બપોરે PM મોદી નવી સરકારની શપથવિધિમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રધાનમંત્રી સોમવારે ગુજરાતના પ્રવાસે આવાના હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અમદાવાદ એરપોર્ટથી શપથગ્રહણના સ્થળ સુધી રોડ-શૉ પણ કરવાના હતા. જોકે, તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો હતો અને તેઓ આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. મોટી સંખ્યામાં લોકોએ મોદી મોદીથી નારાથી તેમને વધાવ્યા હતાં

અમિત શાહ અને જે.પી નડ્ડ ગુજરાત પણ ગુજરાતમાં 
શપથગ્રહણને લઈ અમદાવાદ એરપોર્ટ પર VVIPઓનો ધસારો આજથી જ વધ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા પણ અમદાવાદ આવી ગયા છે. જેમનું CM ભુપેન્દ્ર પટેલ એરપોર્ટ ખાતે  સ્વાગત કર્યું હતું, સી.આર પાટીલ અને હર્ષ સંઘવી, પ્રદીપસિંહ વાઘેલા અને જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યાં હતાં.

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના આવતીકાલે શપથગ્રહણ 
રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના નવા મંત્રી મંડળ આવતીકાલે શપથ લેશે. તેઓ ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 12-00 વાગ્યે શપથગ્રહણ કરશે. જોકે, અહી નોંધનીય બાબત એ છે કે, આવતીકાલે જ ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના તમામ સભ્યો સાથે જ શપથગ્રહણ કરશે. 

ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ અપાયું આમંત્રણ
આ શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ પણ હાજર રહેવાના છે તેમજ પ્રદેશ ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલા, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, મનસુખ મંડવીયા સહિતના કેન્દ્રીય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે જ સમારોહમાં ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નવી સરકારના શપથગ્રહણ સમારોહ માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને આમંત્રણ આપવામાં આવ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ