બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / ચૂંટણી 2019 / PM Modi and Amit Shah will campaign in Jharkhand Assembly elections

ચૂંટણી / ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદી અને અમિત શાહ સહિત ભાજપનાં 40 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર

Dharmishtha

Last Updated: 09:39 AM, 17 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીમાં જીત માટે ભાજપ પોતાના મહારથીઓ મેદાનમાં ઉતાશે. જેને લઈને ભાજપે તૈયારી કરી લીધી છે. જેને પગલે ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

  • અમિતશાહ 21 નવેમ્બરથી પ્રચાર શરુ કરશે, તેઓ 20 રેલી સંબોધશે
  • ચૂંટણી પ્રચારમાં આ મોટા માથાઓનો પણ સમાવેશ
  • સની દેઓલ, મનોજ તિવારી અને રવિકિશન કરશે ચૂંટણી પ્રચાર


અમિતશાહ 21 નવેમ્બરથી પ્રચાર શરુ કરશે, તેઓ 20 રેલી સંબોધશે

ભાજપે જાહેર કરેલ ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી, અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેષનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત મોટા નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવ્યાંનુંસાર કેંન્દ્રીય ગૃહ મંત્રી અને પાર્ટી અધ્યક્ષ અમિતશાહ 21 નવેમ્બરે ચૂંટણી અભિયાનની શરુઆત કરશે. મનાઈ રહ્યું છે કે અમિતશાહ ઝારખંડમાં લગભગ 20 રેલીઓ સંબોધિત કરશે.

ચૂંટણી પ્રચારમાં આ મોટા માથાઓનો પણ સમાવેશ

સ્ટાર પ્રચારકોની આ યાદીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, મુખ્તાર અબ્બાસ નકવી, સ્મૃતિ ઈરાની, નિત્યાનંદ રાય, અર્જુન મુંડા જેવા મોટા નામોનો પણ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મનાઈ રહ્યું છે પીએમ મોદી આ ચૂંટણી પ્રચારમાં 8થી 10 રેલીઓને સંબોધિત કરશે. આ ચૂંટણીમાં કલમ 370ને હટાવવા અને ઝારખંડ દ્વારા કરવામાં આવેલાં કામ નેતાઓનાં ભાષણનાં મુખ્ય મુદ્દા રહેશે.

સની દેઓલ, મનોજ તિવારી અને રવિકિશન કરશે ચૂંટણી પ્રચાર

આ મોટા ગજાના નેતાઓ ઉપરાંત સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, મહાસચિવ અરુણ સિંહ, સાંસદ મનોજ તિવારી, અભિનેતા તથા સાંસદ સની દેઓલ અને ભોજપુરી અભિનેતા તથા ગોરખપુરનાં સાંસદ રવિ કિશનને પણ પાર્ટીનાં સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજયમાં 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન  5 ચરણમાં કુલ 81 વિધાનસભાની સીટો માટે ચુંટણી યોજાવાની છે. મતગણતરી 23 ડિસેમ્બરનાં રોજ થશે. હાલ ભાજપની સરકાર છે અને રધુવરદાસ અહીંનાં મુખ્યમંત્રી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Elections Gujarati News Jharkhand Assembly PM modi amit shah અમિત શાહ ગુજરાતી ન્યૂઝ ચૂંટણી ઝારખંડ વિધાનસભા Elections
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ