બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pm modi america visit us president biden ukraine issue will be discussed white house

નિવેદન / શું યુક્રેન યુદ્ધ અંગે PM મોદી-બાયડન વચ્ચે થશે મહત્વની ચર્ચા? વ્હાઇટ હાઉસે કર્યો ખુલાસો

Manisha Jogi

Last Updated: 12:35 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકીય યાત્રા પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે કયા મુદ્દા ચર્ચા થશે, તે અંગે વ્હાઈટ હાઉસ તરફથી જાણકારી આપવામાં આવી છે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકીય યાત્રા પર
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે ચર્ચા થશે
  • રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિ પ્રસ્તાવ બાબતે થશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકીય યાત્રા પર છે. તેમની આ યાત્રાથી બંને દેશોના સંબંધ વધુ મજબૂત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે કયા મુદ્દા ચર્ચા થશે, તે અંગે વ્હાઈટ હાઉસ તરફથી જાણકારી આપવામાં આવી છે. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો રશિયા અને યુક્રેનનું યુદ્ધ છે. 

અમેરિકાના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ કોર્ડિનેટર ફોર સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન જોન કિર્બીએ જણાવ્યું છે કે, આ રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિ પ્રસ્તાવ બાબતે શું વાતચીત થશે, તે અંગે કંઈ કહી ના શકાય. 

રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 જૂન સુધી અમેરિકાની યાત્રાએ રહેશે. જો બાઈડેન 22 જૂનના રોજ રાજકીય રાત્રિભોજમાં પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીની મેજબાની કરશે. આ યાત્રામાં પ્રધાનમંત્રી અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધન કરશે. કિર્બીએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, યુક્રેનમાં શાંતિ માટે ત્રીજા પક્ષીય દેશની ભૂમિકાનું અમેરિકા સ્વાગત કરે છે. 

યુક્રેન યુદ્ધ બાબતે થશે ચર્ચા- કિર્બી
કિર્બી જણાવે છે કે, ‘આ બાબતે કોઈ સંદેહ નથી કે, પ્રધાનમં6 નરેન્દ્ર મોદીના યાત્રા દરમિયાન યુક્રેન યુદ્ધ બાબતે ચર્ચા થશે. કઈ હદ સુધી શાંતિ પ્રસ્તાવ બાબતે ચર્ચા કરવામાં આવશે, તે બાબતે કંઈ કહી ના શકાય. બંને નેતાઓ વચ્ચે ચર્ચા થયા પછી જ કંઈ કહી શકાય.’

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, યુદ્ધ ખતમ થઈ જાય- વ્હાઈટ હાઉસ
વ્હાઈટ હાઉસના અધિકારીએ જણાવ્યું છે કે, દરેક વ્યક્તિ યુદ્ધ ખતમ કરવા માંગે છે. કિર્બી જણાવે છે કે, ‘અમે આ યુદ્ધને સમાપ્ત થતું જોવા માંગીએ છીએ. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૈનિકોને પરત બોલાવી લે, તો યુદ્ધ સમાપ્ત થઈ શકે છે, પરંતુ પુતિન પ્રકારે નથી કરી રહ્યા અને યુદ્ધ વધી ગયું છે. યુક્રેનના પૂર્વ અને દક્ષિણમાં હજુ પણ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે.’

ઝેલેંસ્કીના શાંતિપૂર્ણ દ્રષ્ટિકોણનું સમર્થન- કિર્બી
કિર્બી જણાવે છે કે, ‘અમે અનેક વાર કહ્યું છે કે, અમે રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીના ન્યાયસંગત દ્રષ્ટિકોણનું સમર્થન કરી રહ્યા છીએ. અમે અનેક વાર કહ્યું છે કે, કોઈપણ ચર્ચા હોય, શિખર સંમેલન હોય કે, કોઈ નાની ચર્ચા હોય, જ્યારે આ ચર્ચા વિશ્વસનીય અને ટકાઉ હોય તો જ ચર્ચાનું સ્વાગત કરવામાં આવશે.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ