બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / PM Kisan Yojana 14th installment date pardhan mantri kisan samman nidhi beneficiary list

તમારા કામનું / આ મહિને બેંક ખાતામાં આવી શકે છે PM Kisan Yojanaના પૈસા, તમને મળશે કે નહીં ઘરે બેઠા આ રીતે કરી લો ચેક

Arohi

Last Updated: 11:27 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Kisan Yojana: PM કિસાન યોજના હેઠળ દર વર્ષે પાત્ર ખેડૂતોને 6000 રૂપિયા મળે છે. આ પૈસા 3 હપ્તામાં મળે છે અને સીધા ખેડૂતોના બેંક ખાતામાં આવે છે.

  • સરકારે શરૂ કરી છે PM કિસાન યોજના 
  • દર વર્ષે પાત્ર ખેડૂતોને મળે છે 6000 રૂપિયા 
  • ખેડૂતોના બેંક ખાતામાં આવે છે સીધા પૈસા 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 13માં હપ્તા અત્યાર સુધી ખેડૂતોને મળી ચુક્યા છે. PM કિસાન યોજનાનો 14મો હપ્તો હવે આવવા જઈ રહ્યો છે. આ મહિને એટલે કે મે 2023ના અંત સુધીમાં સરકાર ખેડૂતોના બેંક ખાતામાં આ યોજનાના હપ્તાના 2,000 રૂપિયા નાખી શકે છે. જોરે બીજો હપ્તો ક્યારે આપવામાં આવશે તેની વધારે જાહેરત કેન્દ્ર સરકારે હજુ નથી કરી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેલગાવિમાં આયોજિત એક સમારોહમાં ખેડૂતોના બેંક ખાતામાં 28 ફેબ્રુઆરી, 2023એ 13માં હપ્તા માટે 16,800 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 13મો હપ્તો 8 કરોડ 2 લાખ ખોડૂતોને મળ્યો હતો. 

વર્ષમાં ત્રણ હપ્તામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને 6,000 રૂપિયા આપે છે. આ પૈસા સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટ્સમાં આવે છે. આ કારણે સરકાર દ્વારા મોકલવામાં આવેલા પૈસામાં કોઈ હેરફેર નથી કરવામાં આવી. આ યોજનામાં હજુ પણ રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. 

આ રીતે ચેક કરો લાભાર્થીઓની લિસ્ટ 
13માં હપ્તા બાદ રજીસ્ટ્રેશન કરનાર અને પહેલાથી આ યોજના સાથે જોડાયેલા ખેડૂતો, એ સરળતાથી જાણી શકે છે કે તેમને આગળ હપ્તો મળશે કે નહીં. પીએમ કિસાનની ઓફિશ્યલ વેબસાઈટ પર ઉપલબ્ધ લાભાર્થીઓની યાદીને જોતા તમે આ જાણી શકો છો કે તમારે 14માં હપ્તાના 2,000 રૂપિયા મળશે કે નહીં.

આ રીતે ઓનલાઈન મેળવો જાણકારી 
જો તમારી પાસે સ્માર્ટફોન અને તેમાં ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે તો તમે ઘરે બેઠા જ પીએમ કિસાન 2023ની નવી લિસ્ટમાં પોતાનું નામ ચેક કરી શકો છો. બેનેફિશિયરી લિસ્ટ આપવી ખૂબ જ સરળ રહેશે. 

  • સૌથી પહેલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશ્યલ વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાઓ. 
  • અહીં farmer cornerની નીચે beneficiary list ઓપ્શન છે. 
  • beneficiary list  ઓપ્શન પર ક્લિક કરો. 
  • નવું પેજ ખુલશે. તેમાં પહેલા રાજ્ય, પછી જિલ્લો, બ્લોક અને ગામનું નામ પસંદ કરો. 
  • માંગવામાં આવેલી જાણકારીને ભર્યા બાદ get report પર ક્લિક કરો. 
  • એવું કરતા જ તમારી સામે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની લિસ્ટ આવી જશે. 
  • આ લિસ્ટને જોઈને તમે જાણકારી મેળવી શકો છો કે તમારૂ નામ લાભાર્થીઓમાં છે કે નહીં.  
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ