બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / pm kisan samman nidhi yojana when will 14th installment will arrive check update

ફાયદાની વાત / પીએમ કિસાન યોજના: ખેડૂતો માટે ગુડ ન્યુઝ! જાણો કયા સમયગાળા સુધીમાં આવી શકે છે 14મો હપ્તો

Manisha Jogi

Last Updated: 03:49 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોના ખાતામાં દર 4 મહિનાના અંતરે 3 હપ્તામાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. ખેડૂતો હવે 14માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

  • દર 4 મહિનાના અંતરે 3 હપ્તામાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર
  • ખેડૂતોના ખાતામાં 13 હપ્તા ટ્રાન્સફર
  • ખેડૂતો હવે 14માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. ખેડૂતોના ખાતામાં દર 4 મહિનાના અંતરે 3 હપ્તામાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 13 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ખેડૂતો હવે 14માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. લેટેસ્ટ અપડેટ અનુસાર ખેડૂતોના ખાતામાં જુલાઈના કોઈપણ ખાતામાં આ રકમ મોકલવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, સરકારે આ બાબતે કોઈ અધિકૃત જાહેરાત કરી નથી. 

14મા હપ્તા દરમિયાન લાભાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે
અનેક પ્રદેશોમાં વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયામાં વધુ સમય લાગી રહ્યા છે. આ પ્રકારના લોકોને પૈસા પરત આપવા માટેની નોટીસ આપવામાં આવી રહી છે. પૈસા પરત આપવામાં નહીં આવે તો તેમના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે. તે પહેલા ખેડૂતોને ઈ-કેવાયસી કરવાની અપીલ કરવામાં આવી છે. ઈ-કેવાયસી કરવામાં નહીં આવે તો ખેડૂતોને આગામી હપ્તો આપવામાં નહીં આવે. 

આ રીતે કરો ઈ-કેવાયસી

  • સૌથી પહેલા www.pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. 
  • જ્યાં સોથી પહેલા હોમ પેજ ઓપન થશે. 
  • હવે ઈ-કેવાયસી ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે આધાર નંબર અને કેપ્ચા એન્ટર કરો. 
  • આધાર નંબર અને મોબાઈલ નંબર રજિસ્ટર કરો. 
  • હવે મોબાઈલ પર ઓટીપી આવશે.
  • ઓટીપી એન્ટર કર્યા પછી ઈ-કેવાયસી થઈ જશે. 

ખેડૂતોએ આ નંબર કરવો સંપર્ક
ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કોઈપણ સમસ્યા ઈમેઈલ આઈડી [email protected] પર સંપર્ક કરી શકે છે. પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઈન નંબર 155261 અથવા 1800115526 પર અતવા ટોલફ્રી નંબર 011-23381092 પર સંપર્ક કરીને સમસ્યા જણાવી શકાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ