ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હજુ સુધી નથી આવ્યો PM કિસાનનો 24મો હપ્તો? તો તુરંત પતાવી દો આ કામ

photo-story

8 ફોટો ગેલેરી

તમારા કામનું / હજુ સુધી નથી આવ્યો PM કિસાનનો 24મો હપ્તો? તો તુરંત પતાવી દો આ કામ

Last Updated: 12:46 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

PM કિસાન યોજનાનો 24મો હપ્તો જાહેર થયા બાદ પણ ઘણા ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા નથી. જો તમારા ખાતામાં ₹2,000 જમા નથી થયા, તો આ કારણો જાણી લો.

1/8

photoStories-logo

1. આ રીતે PM કિસાનનો હપ્તો આવશે તમારા ખાતામાં

દેશના કરોડો ખેડૂતોને ખેતીના ખર્ચમાં મદદ કરવા માટે PM કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6,000ની આર્થિક મદદ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. 24મા હપ્તાના પૈસા 30 ઓક્ટોબર 2026ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જોકે, કેટલીક જરૂરી પ્રક્રિયા બાકી હોય તો હપ્તાની રકમ અટકી શકે છે. જો તમારા ખાતામાં હજુ પૈસા આવ્યા નથી, તો કઈ બાબતો તપાસવી જોઈએ તે જાણવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. PM કિસાનનો 24મો હપ્તો ક્યારે આવ્યો?

PM કિસાન યોજનાનો 24મો હપ્તો 30 ઓક્ટોબર 2026ના રોજ ગુજરાતના બનાસકાંઠાથી જાહેર કરવામાં આવ્યો હતો. આ વખતે 9.34 કરોડથી વધુ પાત્ર ખેડૂતોના ખાતામાં કુલ ₹18,690 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. પાત્ર ખેડૂતોને આ હપ્તા હેઠળ ₹2,000 મળવાના હતા.પરંતુ હપ્તો જાહેર થવાનો અર્થ એ નથી કે દરેક ખેડૂતના ખાતામાં પૈસા આવી ગયા હોય. જો તમારા ખાતામાં રકમ જમા થઈ નથી, તો સૌથી પહેલા તમારું પેમેન્ટ સ્ટેટસ તપાસવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. PM કિસાનનો હપ્તો કેમ અટકી શકે છે?

PM કિસાન યોજનાનો હપ્તો અટકવા પાછળ મુખ્યત્વે ઈ-કેવાયસી અધૂરું હોવું, જમીનના રેકોર્ડની ચકાસણી બાકી હોવી અથવા આધાર સાથે બેંક ખાતું લિંક ન હોવું જેવા કારણો હોઈ શકે છે. આ ઉપરાંત, બેંક ખાતાની વિગતોમાં ભૂલ અથવા પાત્રતા અંગેની તપાસ પણ પેમેન્ટ અટકવાનું કારણ બની શકે છે.આથી, ખેડૂતોએ માત્ર પૈસા આવ્યા નથી એટલું જોઈને રાહ જોવાને બદલે પોતાના રેકોર્ડ અને પેમેન્ટની સ્થિતિ તપાસવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. PM કિસાનનો હપ્તો આવ્યો કે નહીં, ઘરે બેઠા સ્ટેટસ ચેક કરો

જો તમારા ખાતામાં પૈસા જમા થયા નથી, તો સૌથી પહેલા PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમારું સ્ટેટસ તપાસો.આ માટે વેબસાઈટ પર ‘Know Your Status’ વિકલ્પ પસંદ કરો. ત્યારબાદ જરૂરી વિગતો દાખલ કરીને તમારા હપ્તાની સ્થિતિ જાણી શકો છો. અહીં પેમેન્ટની માહિતી ઉપરાંત ઈ-કેવાયસી, જમીન ચકાસણી અને અન્ય જરૂરી વિગતો પણ તપાસી શકાય છે.જો કોઈ પ્રક્રિયા બાકી હોવાનું દેખાય, તો તેને વહેલી તકે પૂર્ણ કરાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. ઈ-કેવાયસી અધૂરું હોય તો આ કામ કરો

PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો તમારી ઈ-કેવાયસી પ્રક્રિયા અધૂરી હોય, તો હપ્તાની રકમ અટકી શકે છે.ઈ-કેવાયસી માટે ખેડૂતો ઓનલાઈન OTP દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. જો મોબાઈલ દ્વારા ઈ-કેવાયસી કરવામાં મુશ્કેલી આવે, તો નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર જઈને બાયોમેટ્રિક દ્વારા પણ આ પ્રક્રિયા કરાવી શકાય છે.ઈ-કેવાયસી પૂર્ણ થયા બાદ તમારા સ્ટેટસમાં તેની માહિતી અપડેટ થઈ છે કે નહીં તે પણ તપાસી લેવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. જમીનનું વેરિફિકેશન બાકી હોય તો શું કરવું?

PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે જમીનના રેકોર્ડની ચકાસણી એટલે કે લેન્ડ વેરિફિકેશન જરૂરી છે. જો તમારા જમીનના રેકોર્ડની વિગતો યોજનાના પોર્ટલ પર અપડેટ ન થઈ હોય, તો હપ્તો અટકી શકે છે.આ સમસ્યા દૂર કરવા માટે તમારા વિસ્તારના તલાટી, મહેસૂલ વિભાગ અથવા સંબંધિત કૃષિ કચેરીનો સંપર્ક કરો. જમીનના જરૂરી દસ્તાવેજો સાથે રાખો અને રેકોર્ડની ચકાસણી પૂર્ણ કરાવો.જમીનનું વેરિફિકેશન થયા બાદ તેની વિગતો પોર્ટલ પર અપડેટ થઈ છે કે નહીં તે તપાસવું પણ જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. બેંક ખાતા સાથે આધાર લિંક છે કે નહીં તે તપાસો

PM કિસાન યોજનાની રકમ DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં મોકલવામાં આવે છે. જો તમારા બેંક ખાતામાં આધાર સીડિંગ થયું ન હોય, તો પેમેન્ટ અટકી શકે છે. આ માટે તમારી બેંક શાખામાં જઈને આધાર સીડિંગની સ્થિતિ તપાસો. સાથે જ ખાતામાં DBT અને NPCI મેપિંગ સક્રિય છે કે નહીં તેની પણ ખાતરી કરો.જો આધાર લિંક ન હોય, તો બેંકમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવો. ખાતાની વિગતોમાં કોઈ ભૂલ હોય તો તેને પણ સુધારી લો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પણ પૈસા ન આવે તો શું કરવું?

જો તમે ઈ-કેવાયસી, જમીનનું વેરિફિકેશન અને આધાર-બેંક લિંકિંગ જેવી તમામ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી હોય, તેમ છતાં હપ્તાની રકમ જમા ન થઈ હોય, તો ફરીથી તમારું પેમેન્ટ સ્ટેટસ તપાસો.આ ઉપરાંત, તમારા વિસ્તારના કૃષિ અધિકારી અથવા સંબંધિત કચેરીનો સંપર્ક કરીને સમસ્યાની જાણ કરો. જરૂર પડે તો PM કિસાન યોજનાના સત્તાવાર હેલ્પડેસ્ક પર ફરિયાદ નોંધાવી શકો છો.ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું કે હપ્તાની રકમ મેળવવા માટે કોઈ અજાણી વ્યક્તિને OTP, બેંકની ગુપ્ત વિગતો કે પૈસા ન આપવા. પેમેન્ટ સંબંધિત માહિતી માટે સત્તાવાર માધ્યમોનો જ ઉપયોગ કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PM Kisan PM Kisan 24th Installment PM Kisan Payment Status
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ