બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / Planning to install more CCTV cameras under Nirbhaya project in Ahmedabad

અમદાવાદ / ચોંકાવનારો રિપોર્ટ: રિવરફ્રન્ટ મહિલાઓ માટે સુરક્ષિત ન હોવાનું પોલીસ સર્વેમાં જ આવ્યું બહાર, નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ આવી રીતે બાજ નજર રખાશે

Kishor

Last Updated: 08:55 PM, 16 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ વધુ સીસીટીવી કેમેરા લગાડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મહિલા, સિનિયર સીટીઝન અને બાળકોની સલામતીના ભાગરૂપે વધુ 500 જેટલા સ્થળો આઇડેન્ટિફાય કરાયાનું જાણવા મળી રહ્યું છે.

  • નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં CCTV કેમેરા લગાવાશે
  • મહિલા,સિનિયર સિટીઝન, બાળકોની સલામતી માટે કેમેરા લગાવાશે
  • નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદમાં 500 સ્થળ આઈડેન્ટિફાય કરાયા

મેટ્રો સિટીમાં દિવસેને દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે અમદાવાદ શહેર માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરા લગાવવામાં આવશે. મહત્વનું છે કે શહેરના અંદાજીત 500 થી વધુ સ્થળ પણ આઇડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે.

220.11 કરોડની ગ્રાન્ટ પોલીસને આપી

અમદાવાદ શહેરનો રિવરફ્રન્ટ મહિલાઓ માટે સુરક્ષિત ન હોવાનો રિપોર્ટ પોલીસના સર્વેમાં બહાર આવ્યુ છે. અમદાવાદમાં આમ તો 500 જેટલા હોટ સ્પોટ નકકી કરવામાં આવ્યા છે. જેમાં મહિલાઓની સુરક્ષા માટે ખતરો છે ત્યારે પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત મહિલાની સુરક્ષાને લઈને વિશેષ પ્લાન શરૂ કર્યું છે. સરકારનો ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ રિવરફ્રન્ટ છે. તે જ જગ્યાએ 250 જેટલા પોઇન્ટ મહિલા અને યુવતીઓ માટે ખતરો સાબિત થયો હોવાથી સરકારે  220.11 કરોડની ગ્રાન્ટ પોલીસને આપી છે. જેના કારણે કોઇપણ જાતની મહિલાઓની સુરક્ષામાં કચાશ રહે નહી. નોંધનિય છે કે દેશના આઠ શહેરોમાં શરૂ થઈ રહેલા નિર્ભયા પ્રોજેક્ટ ના સર્વેમાં આ હકીકત સામે આવી છે. જોકે નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ હેઠળ તમામ સ્થળો પર મહિલાઓની સુરક્ષા વધે તેવી રીતે કામગીરી કરવામાં આવે તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.

આઠ શહેરોમાં નિર્ભયતા સેફ સીટી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય હેઠળ દેશના આઠ શહેરોમાં નિર્ભયતા સેફ સીટી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. જોકે પ્રોજેક્ટ શરૂ થયા પહેલા અમદાવાદ શહેરમાં કરવામાં આવેલા અલગ અલગ સર્વેમાં ચોકાવનારી હકીકત સામે આવી છે.  જે સર્વે મુજબ અમદાવાદનો રિવરફ્રન્ટ મહિલાઓ માટે સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. સર્વે મા અમદાવાદ શહેરમા 500 જેટલા હોટસ્પોટ નક્કી કરવામા આવ્યા છે. જ્યાં મહિલાની સુરક્ષા ને લગતા બનાવો બને છે. જેમાંથી 250 સ્થળો માત્ર રિવરફ્રન્ટ પર આવેલા છે. તે સિવાય 90 સ્થળો ક્રાઈમ હોટસ્પોટ છે. જ્યાં મહિલા ઓ ગુનાનો ભોગ બને છે. સાથે જ 150 બસ સ્ટોપ મહિલા માટે સુરક્ષીત નથી. નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ દેશના 8 મોટા શહેરો જેમા અમદાવાદ. હૈદ્રાબાદ. બેંગ્લોર,ચેન્નઈ,કલકત્તા,લખનઉ, મુંબઈ. અને દિલ્હી મા શરૂ થશે. પ્રથમ ફેસને મંજુરી આપવામા આવી છે.

677 સીસીટીવી કેમેરા લાગાવવામાં આવશે

મહિલાની સુરક્ષા માટે 3 વર્ષ દરમિયાન દરેક સીટી દીઠ કેન્દ્ર સરકાર 220.11 કરોડ ની ગ્રાન્ટ આપશે. જેમાંથી અલગ અલગ સ્થળે 677 સીસીટીવી કેમેરા લાગાવવામાં આવશે. સર્વેલન્સ માટે 20 પોર્ટેબલ પોલ્સ ઉભા કરવામા આવશે. 205 ઈલેક્ટ્રીક ફોન કોલ બોક્સ મુકાશે.. તમામ 8 શહેરમા સ્માર્ટ પોલીસીંગ અને મહિલા - સિનિયર સિટીઝન - બાળકો ની સલામતી માટે નિર્ભયા ફંડ આપવામા આવશે. જેનો ઉપયોગ મહિલા સામેના ગુનામા ઘટાડો થાય. જાહેર સ્થળે મહિલાની સલામતી નક્કિ થાય તે હેતુ થઈ વપરાશ કરવામા આવશે. આ સાથે જ મહિલાની સુરક્ષા માટે 1 લાખ જેટલી ઓટો રિક્ષા અને ટેક્ષી પર સ્કેનીંગ બારકોડ લગાવશે. જેમા બારકોડમા રિક્ષા ચાલક તેના માલિકની તમામ માહિતી મળશે સાથે જ રીક્ષાનુ લાઈવ લોકેશન પણ જાણી શકાશે. સાથે જ રિક્ષા ચાલકનો ગુનાહિત ઈતીહાસ હશે તો તે પણ જાણી શકાશે. જેથી મહિલાની સુરક્ષાને લઈ કોઈ પ્રશ્ન ઉભો થાય છે પહેલા જ રોકી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ