બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / places on Poshi Poonam Devotees thronged the Santram temple

પોષી પૂનમ / સંતરામ મંદિરમાં અખંડ જ્યોતના દર્શન કરી ભક્તોએ હજારો મણ બોરની કરી ઉછામણી, બાળક બોલતું થવાની છે માન્યતા

Kishor

Last Updated: 09:23 AM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોષ સુદ પૂનમને લઈને નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.જ્યા સંતરામ મંદિરમાં ભાવિક ભક્તો ગુજરાતના ખુણે ખુણેથી નડિયાદ ખાતે આવી સંતરામ મંદિરના દ્વારે બોરાની ઉછામણી કરી ધન્યતા અનુભવી હતી.

  • પોષી પૂનમને લઇ ધાર્મિકસ્થળોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ
  • સંતરામ મંદિરમાં ભક્તોની ભીડ જામી
  • ભક્તોએ બોરાની ઉછામણી કરી ધન્યતા અનુભવી 

નડિયાદના સંતરામ મંદિરના પ્રાંગણમાં પોષી પૂનમ નિમિતે ભક્તો બોરની ઉછામણી કરે છે. જેને લઈનેઆજે બજારોમાં હજારો મણ બોર ઠલવાયાં હતા જે ભક્તોએ પોતાની બાધા માનતા પૂર્ણ કરવા ઉછમની કરી ધન્યતા અનુભવી હતી.

'જય મહારાજ'ના નાદ સાથે ગૂંજી ઉઠ્યું પટાંગણ

આજે પોષ સુદ પૂનમ હોવાથી નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. બાળક બોલતું થાય તે હેતુસર ભાવિક ભક્તો ગુજરાતના ખુણે ખુણેથી નડિયાદ ખાતે આવી સંતરામ મંદિરના દ્વારે બોરાની ઉછામણી કરે છે. જેને લઈને પોષી પૂનમ નિમિતે હજારો મણ બોરા ઉછામણી ભક્તોએ કરી હતી અને વાતાવરણ 'જય મહારાજ'ના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું. 

મંદિર પટાંગણ ભક્તોથી ચિક્કાર થઈ

સંતરામ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ શરૂ થયો હતો. ભક્તો દિવ્ય અખંડ જ્યોતના દર્શન કર્યા હતા અને ગાદિપતિ મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા. કેટલાય ભાવિકો આ બોરાને ખોબામા ઝીલ્યા હતા તેમજ પ્રસાદ રૂપી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષેની જેમ આ પૂનમના દિવસે મંદિર પટાંગણ ભક્તોથી ચિક્કાર થઈ ગયું હતું અને મંદિર બહાર પણ જાણે મેળો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પોષી પૂનમમાં નડિયાદના બજારોમાં બોરની બોલબાલા જોવા મળી હતી. પૂનમના દિવસે અહીં પોતાનું બાળક બોલતું થાય એ શ્રદ્ધા સાથે સંતરામ મહારાજની જ્યોતનાં દર્શન કરી માનતા પૂરી કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ