બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Piyush Goyal To Contest Lok Sabha Elections For First Time

લોકસભા ચૂંટણી 2024 / 2 વારના સાંસદની ટિકિટ કાપીને 'ઉજાલા' મેનને આપી, નવો પણ મોટો ચહેરો પહેલી વાર લડશે

Hiralal

Last Updated: 09:50 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પહેલી વાર લોકસભાના મેદાનમાં ઉતાર્યાં છે અને મુંબઈ નોર્થથી ટિકિટ આપી છે.

ભાજપે લોકસભાના વધુ 72 ઉમેદવારો આજે જાહેર કર્યાં છે જેમાં સૌથી સરપ્રાઈઝ નામ દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું નામ છે જેમને મુંબઈ નોર્થથી ટિકિટ મળી છે.
તેમના માટે ભાજપે  આ બેઠકના બે વારના સાંસદ ગોપાલ શેટ્ટીની ટિકિટ કાપી છે. 

કોણ છે પિયુષ ગોયલ 
પિયુષ ગોયલ 35 વર્ષની રાજકીય ક્ષેત્રમાં છે પરંતુ પહેલી વાર લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. 35 વર્ષની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન ગોયલે ભાજપમાં વિવિધ સ્તરે અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય ખજાનચી પણ રહી ચૂક્યા છે. હાલમાં, તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ, કાપડ મંત્રાલય સંભાળી રહ્યાં છે સાથે રાજ્યસભામાં ગૃહના નેતા પણ છે. તેમણે અગાઉ રેલવે, નાણા, કોર્પોરેટ બાબતો, કોલસો, પાવર, નવી અને નવીનીકરણીય ઉર્જા અને ખાણ મંત્રાલયો સંભાળ્યાં હતા. 

ગોયલ વિશ્વના સૌથી મોટા LED બલ્બ કાર્યક્રમ સફળ કરી ચૂક્યાં છે 
ગોયલે 'ઉજાલા' નામના વિશ્વના સૌથી મોટા LED બલ્બ વિતરણ કાર્યક્રમનો સફળતાપૂર્વક અમલ કર્યો હતો સાથે UAE સાથે ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતા. 

પિતા કેન્દ્રમાં મંત્રી અને માતા ધારાસભ્ય 
ગોયલના પિતા વેદપ્રકાશ ગોયલ બે દાયકાથી વધુ સમય સુધી શિપિંગ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ખજાનચી હતા. તેમની માતા ચંદ્રકાન્તા ગોયલ મુંબઈથી મહારાષ્ટ્ર વિધાનસભામાં ત્રણ વખત ચૂંટાઈ આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ