ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 06:55 PM, 12 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
Pitru paksha 2023: સનાતન ધર્મમાં પૂર્વજોનું મહત્વ ઘણું વધારે છે. થોડા દિવસોમાં પિતૃ પક્ષ શરૂ થવા જઈ રહ્યો છે. પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડ દાન આપવામાં આવે છે અને પિતૃ પક્ષના દિવસોમાં શ્રાદ્ધ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, જો તમારા પૂર્વજો ગુસ્સે હોય તો ઘરમાં અપ્રિય વસ્તુઓ થવા લાગે છે. ક્લેશ વધે છે. પૈસા આવે છે તેના કરતા ખર્ચ તેનાથી વધી જાય છે. સાથે જ જો પૂર્વજો પ્રસન્ન હોય તો તેમના આશીર્વાદથી પરિવાર સુખી અને સમૃદ્ધ રહે છે. જ્યોતિષ અનુસાર,એવા ઘણા વૃક્ષો છે જેમાં પૂર્વજોનો વાસ હોય છે. જો તે વૃક્ષો વાવી તેની પૂજા કરવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે.
જ્યોતિષ કહે છે કે, પિતૃ પક્ષ 15 દિવસ સુધી ચાલે છે. આ દિવસોમાં તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષ મહત્ત્વનો સમય માનવામાં આવે છે. આપણી આજુબાજુ એવા ઘણા વૃક્ષો છે જેનું વાવેતર અને પૂજન કરવાથી તેને દૂર કરી શકાય છે. જેમાં પીપળો, વડ, બિલપત્ર, તુલસી, આસોપાલવના છોડ સામેલ છે.
ADVERTISEMENT
આ ઝાડમાં થાય છે પિતૃઓનો વાસ :
1. પુરાણો અનુસાર, પીપળાના ઝાડમાં પિતૃઓનો વાસ હોય છે. તેથી તમે તમારા ઘરની નજીક પીપળાનું ઝાડ લગાવી શકો છો. પિતૃપક્ષના દિવસોમાં પીપળના ઝાડ પર રોજ જલાભિષેક કરવાથી અને ત્યાં તલ ચઢાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

ADVERTISEMENT
2. માનવામાં આવે છે કે, આસોપાલવના વૃક્ષ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત પૂર્વજો પણ તેમાં વાસ હોય છે. જો તમે પિતૃ પક્ષને ઘરના દરવાજા પર લગાવો છો તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
3. શાસ્ત્રો અનુસાર વટવૃક્ષ એટલે વડને મોક્ષ આપનાર વૃક્ષ માનવામાં આવે છે. વટવૃક્ષને સાક્ષી તરીકે માતા સીતાએ રાજા દશરથને પિંડદાન અર્પણ કર્યું હતુ, આ વૃક્ષને જળ ચઢાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
ADVERTISEMENT
4. ધાર્મિક માન્યતા અનુસાર, બિલિપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. માનવામાં આવે છે કે, તેમના પાંદડામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ છે. તેથી, પિતૃ પક્ષ દરમિયાન આ છોડનું વાવેતર કરવું જોઈએ. આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે.
ADVERTISEMENT
5. હિંદુ ધર્મમાં તુલસીના છોડને સૌથી શુભ માનવામાં આવે છે. દરેક પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. પિતૃપક્ષ દરમિયાન તુલસીનો છોડ લગાવો તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
ક્યારે છે પિતૃપક્ષ:
ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિ પૂરી થતાં જ પિતૃ પક્ષ અશ્વિન સાથે શરૂ થશે, એટલે કે 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને 14 ઓક્ટોબરે અમાવસ્યા તિથિ સુધી ચાલશે. પિંડ દાન કુલ 15 દિવસ સુધી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT