બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / pitru paksha 2022 important rules for shradh brahman bhojan know more

મહત્વનું / શ્રાદ્ધમાં બ્રાહ્મણોને ભોજન કરાવતા પહેલા જાણી લો આ 10 જરૂરી નિયમો! નહીં તો નારાજ થઈ શકે છે પિતૃઓ

Arohi

Last Updated: 06:59 PM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોના આશીર્વાદ મેળવવા માંગો છો, તો તમારે શ્રાદ્ધ દરમિયાન કરાવવામાં આવતા બ્રાહ્મણ ભોજન સાથે સંબંધિત આ મહત્વપૂર્ણ બાબતોને જાણવી જોઈએ.

 • પિતૃપક્ષમાં કરાવવામાં આવે છે બ્રાહ્મણોને ભોજન 
 • બ્રાહ્મણોને ભોજન કરાવતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
 • જાણો બ્રહ્મ ભોજના નિયમો વિશે 

સનાતન પરંપરામાં પિતૃપક્ષ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભાદ્રપદ પૂર્ણિમાથી લઈને અશ્વિન મહિનાની અમાસ સુધી આ પિતૃપક્ષમાં પિતૃઓની આત્માને તૃપ્ત કરવા માટે શ્રાદ્ધ, તર્પણ વગેરેનું વિધાન છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષમાં શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવાથી આપણે પિતૃઓનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરીએ છીએ. 

એવી પણ માન્યતા છે કે શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણને ચઢાવવામાં આવતું ભોજન સીધું પિતૃઓ સુધી પહોંચે છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણને તમારા ઘરે બોલાવવા અને ભોજન કર્યા પછી વિદાય આપવા અંગેના કેટલાક નિયમો છે. જો તમે નથી જાણતા તો ચાલો તમને તેની વિગતવાર માહિતી આપીએ.

શ્રાદ્ધમાં બ્રાહ્મણ ભોજનના નિયમો 

 1. જો તમે પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણને ભોજન કરાવવા જઈ રહ્યા છો તો તમારે હંમેશા ધર્મ-કર્મનું પાલન કરતા યોગ્ય બ્રાહ્મણને જ ભોજન માટે આમંત્રણ આપવું જોઈએ. 
 2. કોઈપણ બ્રાહ્મણને આદરપૂર્વક ભોજન માટે આમંત્રિત કરો અને એ વાતને સ્પષ્ટ કરો કે તમે તેને શ્રાદ્ધના તહેવારમાં આમંત્રિત કરી રહ્યાં છો. તે પણ સ્પષ્ટ કરો કે તે શ્રાદ્ધ માટે ભોજન કરવા તમારા સિવાય બીજા કોઈના ઘરે નથી જઈ રહ્યા. 
 3. શ્રાદ્ધમાં બ્રાહ્મણને ખવડાવવા માટે ભોજનમાં એ જ વસ્તુઓ બનાવો જે તમારા પૂર્વજો અથવા તમારા ઘર સાથે સંકળાયેલા દિવંગત વ્યક્તિઓને પસંદ હતી. એવું માનવામાં આવે છે કે જ્યારે તમે તમારા પૂર્વજોના સ્વાદ અનુસાર ભોજન તૈયાર કરો છો અને બ્રાહ્મણને ખવડાવો છો, તો તેમની આત્મા સંતુષ્ટ થાય છે.
 4. પિતૃપક્ષમાં પિતૃઓ માટે શ્રાદ્ધ હંમેશા બપોરે કરવામાં આવે છે. તેથી બ્રાહ્મણને બપોરના સમયે જ ભોજન માટે આમંત્રિત કરો.
 5. બ્રાહ્મણ માટેનો ભોજન પવિત્રતા અને શુદ્ધતા સાથે બનાવવો જોઈએ અને તેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ.
 6. ધાર્મિક માન્યતા અનુસાર દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં પિતૃઓ આ દિશામાંથી પૃથ્વી પર આવે છે, આવી સ્થિતિમાં દક્ષિણ તરફ મુખ કરીને બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ.
 7. પિતૃપક્ષ દરમિયાન, જ્યારે બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવવામાં આવે છે ત્યારે હંમેશા એ વાતનું ધ્યાનમાં રાખો કે તેમને કાંસા, પિત્તળ, ચાંદીની થાળીમાં ભોજન પીરસવામાં આવે. પિતૃ પક્ષમાં બ્રાહ્મણને સ્ટીલની થાળીમાં ખવડાવવાની ભૂલ ન કરો. 
 8. શ્રાદ્ધ માટે બ્રાહ્મણને ભોજન કરાવતી વખતે ભૂલથી પણ બ્રાહ્મણને આપવામાં આવતા ભોજન અથવા તેને આપવામાં આવેલ દાન પર ગર્વ ન કરવો. જ્યારે બ્રાહ્મણો જમતા હોય ત્યારે તે દરમિયાન વાત પણ ન કરો જેથી તેઓ આરામથી ખાઈ શકે.
 9. પિતૃપક્ષ પર બ્રાહ્મણને આદરપૂર્વક ભોજન કરાવ્યા પછી, તમારી ક્ષમતા અનુસાર કંઈકને કંઈક દક્ષિણા આપીને આશીર્વાદ જરૂર લો અને કોઈપણ પ્રકારની ભૂલ કે ખામી હોય તો તેની ક્ષમા માગો.
 10. પિતૃપક્ષમાં બ્રાહ્મણને ભોજન અર્પણ કર્યા પછી જ ઘરના સભ્યોએ પ્રસાદના રૂપમાં ભોજન લેવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Paksha 2022 Shradh Pooja brahman bhojan પિતૃપક્ષ બ્રાહ્મણ ભોજ શ્રાદ્ધ પૂજા Pitru Paksha 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ