બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Pieces of meat, loose ribs on road: Man claims-Called police but he was unconscious

હૃદયદ્રાવક ઘટના / રસ્તા પર માંસના ટુકડા, પાંસળીઓ છૂટી પડી: શખ્સનો દાવો-પોલીસને ફોન કર્યો પણ તે હોશમાં નહોતા

Megha

Last Updated: 11:18 AM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અકસ્માત પછી યુવતી આગળના બમ્પર અને વ્હીલ્સ વચ્ચે ફસાઈ ગઈ હતી.ચાર કિલોમીટર સુધી ઘસડાયા બાદ યુવતીના હાડકાં ચકનાચૂર થઈ ગયા અને તેના શરીર પર એક પણ કપડું બચ્યું ન હતું.

  • દિલ્હીમાં બનેલ ઘટનાની પોલીસની તપાસ પર ઉઠી રહ્યા છે સવાલ 
  • નવા વર્ષની ઉજવણી સમયે કમિશનર સહિત આખી દિલ્હી પોલીસ હતી તૈનાત 
  • આ મામલે પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે પીસીઆર વાનમાં હાજર પોલીસ હોશમાં ન હતી

સુલતાનપુરીમાં શનિવારે રાત્રે યુવતીને 4 કિલોમીટર સુધી ખેંચી જવાના મામલામાં માનવતા પણ શરમમાં મુકાઈ ગઈ હતી. દારૂના નશામાં ધૂત આરોપી યુવક યુવતીને કારમાં સુલતાનપુરીથી જોન્ટી ગામ, કાંઝાવાલા તરફ ખેંચી ગયો હતો. યુવતી આગળના બમ્પર અને વ્હીલ્સ વચ્ચે ફસાઈ ગઈ હતી. કારમાં ફસાયેલી લાશ રોડ પર પડી જતાં યુવકો નાસી ગયા હતા. ટક્કર બાદ યુવતી કારમાં ફસાઈ ગઈ હતી અને એ બાદ યુવતીની હાલત એવી થઈ ગઈ કે તેના બધા હાડકાં ચકનાચૂર થઈ ગયા અને તેના શરીર પર એક પણ કપડું બચ્યું ન હતું. યુવતીના બંને પગ, માથું અને શરીરના અન્ય ભાગો ખરાબ રીતે કચડાઈ ગયા હતા. 

જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને યુવતીની લાશ જોઈ તો તેઓ ચોંકી ઉઠ્યા હતા. શરીર પર એક પણ કપડું નહોતું. રસ્તાના ઘસારાને કારણે પાછળનો ભાગ ગાયબ થઈ ગયો હતો. શરીરમાં લોહીનું એક ટીપું પણ બચ્યું ન હતું. રસ્તા પર માંસના ટુકડા હતા અને પાંસળીઓ છૂટી પડી ગઈ હતી. આ કેસની તપાસ કરી રહેલા પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે તેઓએ તેમના જીવનમાં આવો ભયાનક અકસ્માત ક્યારેય જોયો નથી. 

પોલીસની તપાસ પર ઉઠી રહ્યા છે સવાલ 
જણાવી દઈએ કે આ ચોંકાવનારી ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે  નવા વર્ષની ઉજવણી માટે આખી દિલ્હી પોલીસ અને કમિશનર સંજય અરોરા પણ પર ઉતરી આવ્યા હતા. હાલ આ અકસ્માતને દેશનો સૌથી મોટો દર્દનાક માર્ગ અકસ્માત ગણાવવામાં આવી રહ્યો છે. હાલ સુલતાનપુરી પોલીસ સ્ટેશને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે મોતનો કેસ નોંધ્યો છે પણ આ કેસમાં પોલીસની તપાસ પર સવાલો ઉઠી રહ્યા છે. બહારના જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી યુવકોનું કહેવું છે કે તેઓ દારૂના નશામાં હતા અને કારમાં મોટેથી ગીતો વગાડતા હતા. આ કારણોસર, તેઓ જાણતા ન હતા કે છોકરી કાર નીચે ફસાઈ ગઈ છે. 

શું કહ્યું દિલ્હી પોલીસે? 
દિલ્હી પોલીસના આઉટર ડિસ્ટ્રિક્ટ ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું કે, રવિવારે સવારે લગભગ 3 વાગે પોલીસને કાંઝાવાલા વિસ્તારમાં પીસીઆર કોલ આવ્યો. કહેવામાં આવ્યું કે એક છોકરી રસ્તાની બાજુમાં નગ્ન અવસ્થામાં પડી છે. આ માહિતી બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બહારના જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે લગભગ 3.24 વાગ્યે કોઈએ રોહિણી જિલ્લાના કાંઝાવાલા પોલીસ સ્ટેશનને જાણ કરી કે ગ્રે રંગની બલેનો કાર કુતુબગઢ તરફ જઈ રહી છે. તેમાં એક મૃતદેહ લટકી રહ્યો છે. પોલીસે બાતમીદારનો સંપર્ક કર્યો અને એ મુજબ તૈનાત કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. 

આ મામલે પ્રત્યક્ષદર્શીએ કર્યો આવો દાવો 
પોલીસ અને આ કેસના પ્રત્યક્ષદર્શી બંનેની કહાની અલગ પડી રહી છે, આ કેસના પ્રત્યક્ષદર્શી દીપકનું કહેવું છે કે, તેપોલીસને ફોન કરતો રહ્યો અને ઘટનાની જાણ કરતો રહ્યો પણ કોઈ ઘટનાસ્થળે આવ્યું નહીં. આ વિશે દીપકે કહ્યું કે, તે બેગમપુર સુધી કારની પાછળ ગયો. આરોપ છે કે, પીસીઆર વાનમાં હાજર પોલીસ હોશમાં ન હતી અને પોલીસે ઘટના અંગે પ્રત્યક્ષદર્શીની વાત સાંભળવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. દીપકે કહ્યું કે, જ્યાં સુધી મૃતદેહ કારમાં ફસાઈ ગયો ત્યાં સુધી તે અહીં-તહીં કાર ચલાવતો રહ્યો. મૃતદેહ પડી જતાં તેઓ તેને છોડીને સ્થળ પરથી ભાગી ગયા હતા. પ્રત્યક્ષદર્શી દીપકનું કહેવું છે કે, કાર સામાન્ય સ્પીડમાં હતી અને એવું લાગી રહ્યું હતું કે, તેને ચલાવનાર વ્યક્તિ સામાન્ય છે. સવારે લગભગ 3:15 વાગ્યે દીપક દૂધની ડિલિવરી માટે રાહ જોઈ રહ્યો હતો, ત્યારે તેણે એક કાર આવતી જોઈ. તે કારના પાછળના પૈડામાંથી જોરદાર અવાજ આવી રહ્યો હતો.

પોલીસ તપાસથી પરિવાર સંતુષ્ટ નથી, 
પોલીસ તપાસથી યુવતીના પરિવારજનો સંતુષ્ટ નથી, એમના કહેવા મુજબ આ બળાત્કાર બાદ હત્યાનો મામલો છે. કોઈ અકસ્માત તેના કપડા આ રીતે ફાડી શકતા નથી. જ્યારે તે મળી આવ્યો ત્યારે તેના શરીર પર એક પણ કપડું નહોતું. અમે આ મામલે સંપૂર્ણ તપાસ ઈચ્છીએ છીએ. પીડિત છોકરીના મામા એ કહ્યું કે આ કેસ નિર્ભયા જેવો છે. અમને ન્યાય જોઈએ છે. આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.યુવતીને માતાએ કહ્યું કે મારી દીકરી મારા માટે સર્વસ્વ હતી. તે ગઈ કાલે પંજાબી બાગમાં કામ કરવા ગઈ હતી. તે સાંજે 5.30 વાગ્યે ઘરેથી નીકળી હતી અને 9 વાગ્યે ફોન કરીને કહ્યું હતું કે 3-4 વાગ્યા સુધીમાં પરત આવી જશે. મને સવારે તેના અકસ્માત વિશે જણાવવામાં આવ્યું હતું.

આરોપીનો મેડિકલ ટેસ્ટ થશે
હાલ સુલતાનપુરી પોલીસ સ્ટેશને કેસ નોંધીને પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને સંબંધીઓને સોંપી દેવામાં આવ્યું છે.પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કાર પણ કબજે લેવામાં આવી છે. આરોપીઓ સામે અપરાધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ નશો કર્યો હતો કે કેમ તે જાણવા માટે તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ