ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / pfizer-offers-indian-government-covid-19-vaccine-at-not-for-profit-rate

કોવિડ 19 / બહુ ગાજેલી આ અમેરિકન કોરોના વેક્સિનની ભારતમાં શું હશે કિંમત? જાણો કંપનીનો જવાબ

Published By: Nirav

Last Updated: 06:55 PM, 22 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહત્વનું છે કે ભારતમાં રસીની અછતને નિવારવા માટે થોડા સમય અગાઉ જ વિદેશની ઘણી કોરોના રસી માટે ભારતમાં મંજૂરીના નિયમો માટે ઘણી છૂટછાટ આપવામાં આવી હતી.

ADVERTISEMENT

  • કોરોના વેક્સિનને લઈને સરકારે નિયમોમાં છૂટછાટ આપી હતી 
  • ભારતમાં ફાઇઝર, મોડર્ના સ્પુટનીક એનએ જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસી આવી શકે
  • ફાઇઝર કંપનીની mRNA વેક્સિનના ભાવ માટે અટકળો ચાલી રહી હતી 

ભારતમાં વિદેશી કોરોના રસી માટે મંજૂરીના નિયમોમાં સરકાર છૂટછાટ અપાયા બાદ યુ.એસ.ની ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝરએ જણાવ્યું છે કે તેણે ભારત સરકારને તેની કોવિડ રસી સપ્લાય કરવા માટે નોટ ફોર પ્રોફિટ કિંમતની ઓફર કરી છે. ગુરુવારે કંપનીના પ્રવક્તાએ આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ માટે કેન્દ્ર સરકાર સાથે અમારી વાતચીત ચાલી રહી છે.

ફાઇઝર કંપનીએ બહાર પાડ્યું નિવેદન 

ફાઈઝરના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે, 'ભારત માટે, ફાઇઝરે દેશના રસીકરણ અભિયાન માટે સરકારને ' નોટ ફોર પ્રોફિટ 'ભાવની ઓફર કરી છે. અમે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ અને ભારતની રસીકરણ અભિયાનમાં રસી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. '' કંપનીએ ભારતમાં અમેરિકન રસીના ભાવ અંગેના કેટલાક અહેવાલોને નકારી કાઢતાં આ નિવેદન બહાર પાડ્યું છે.

કંપનીનું કહેવું છે કે તેણે ઉચ્ચ, મધ્યમ અને ઓછી આવકવાળા દેશો માટે જુદા જુદા ભાવો નિર્ધારિત કર્યા છે અને વિશ્વના તમામ લોકો માટે કોવિડ -19 યોગ્ય કિંમતે પહોંચે તે માટેની પ્રતિબદ્ધતા દર્શાવી. કંપનીએ કહ્યું કે, "વિશ્વવ્યાપી રોગચાળાની હાલની સ્થિતિમાં, ફાઇઝરે રસીકરણ અભિયાન માટે માત્ર સરકારોને જ રસી સપ્લાય કરવાને વધુ મહત્વ આપ્યું છે." ભારતમાં પણ કંપનીનું આ જ વલણ રહેશે.

ભારતમાં મળી શકે છે અન્ય વિદેશી રસીઓને મંજૂરી 

ગત સપ્તાહે ભારતે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા માટે વિદેશી રસીઓને મંજૂરી માટે પણ નિયમો હળવા કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોડર્ના, ફાઈઝર અને જહોનસન એન્ડ જહોનસન વેક્સિનના ઉત્પાદકો ભારતમાં ઇમરજન્સી રસીના ઉપયોગની મંજૂરી માટે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે.

ફાઇઝર કોરોના રસી માટે યુ.એસ. સરકાર પાસેથી માત્ર ડોઝ દીઠ 19.5 ડોલર (લગભગ 1500 રૂપિયા) લે છે યુરોપિયન યુનિયન માટે, કંપનીએ 2022-23 માટે ડોઝ દીઠ આશરે 1700 રૂપિયાનો ચાર્જ વસૂલ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona cases Pfizer vaccine corona vaccine covid pandemic કોરોના ફાઇઝર રસી covid 19

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ