પંચમહાલનાં કાલોલનાં અગાસીની મુવાડી ગામે લોક સુનાવણી યોજાઈ હતી. આ લોક સુનાવણીમાં રેતી ખનન માટેની પરમિશન આપવા બાબતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાઈ હતી.
કાલોલનાં મુવાડી ગામે યોજાયો લોક સુનાવણી કાર્યક્રમ
લોક સુનાવણી કાર્યક્રમ દરમ્યાન સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો
પૂર્વ સાંસદનાં પુત્ર દ્વારા માંગવામાં આવી હતી રેતી ખનની મંજૂરી
લોક સુનાવણી કાર્યક્રમ માં સ્થાનિકોનો ઉગ્ર રોષ જોવા મળી આવ્યો હતો. આક્રોશ સાથે એક વૃદ્ધે પ્રાંત અધિકારી સામે જાહેરમાં ઝેરી દવાની બાટલી કાઢી બતાવી હતી. કાલોલના અગાસીની મુવાડી ગામે લોક સુનાવણી યોજાઈ હતી. જીપીસીબી દ્વારા માઇનિંગ પરમિશન આપવા બાબતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં લોક સુનાવણી યોજાઈ હતી. પંચમહાલના માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશ ચૌહાણ દ્વારા ગોમાં નદી પટમાં માઇનિંગ માટે માંગવા મંજૂરીમાં આવી હતી. જેમાં ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેને મંજૂરી પૂર્વે લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવા માટે લોક સુનાવણી યોજાઈ હતી.
માજી સાંસદ પુત્રની માંગણી સામે ગ્રામજનો ઉગ્ર બન્યા
માજી સાંસદ પુત્રની માંગણી સામે ગ્રામજનો ઉગ્ર બન્યા હતા. કોઈ પણ ભોગે રેતી ખનન માટે મંજૂરી નહિ આપવા માટે ગ્રામજનોએ અધિકારીઓ ને રજૂઆત કરી હતી. કારણ કે છેલ્લા કેટલાક સમય થી ગ્રામજનો તેમના સ્થાનિક પ્રસન્ન નો નિકાલ ન આવતા અને લિઝને કારણે ગ્રામજનોને કેટલીક મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોવાનું જણાવ્યું હતું.
સુનાવણીનો રિપોર્ટ તૈયાર કરીને હેડ ઓફિસ મોકલવામાં આવશેઃ જીપીસીબી અધિકારી
આ બાબતે પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં નેહાલીકા વસાવાએ જણાવ્યું હતું કે, સર્વે નં. 186,87,88 અને લાગુ પડતા ગુમા રીવર બેટ, ગામઃ પરોનાં તા.કાલોલ જી. પંચમહાલ ખાતે દીપાભાઈ સોમાભાઈ રાઠોડની જગ્યા પર અગાસીયા ગામ ખાતે લોકસુનાવણી રાખી હતી. જે સેન્ડ માઈનીંગને લગતી હતી. અને એમાં મેજર પ્રશ્નો આવ્યા હતા. જેમાં સેન્ડ માઈનીંગનાં લીધે જે જમીનનું ધોવાણ થાય છે. તેમજ આજુબાજુનાં બોરવેલ તેમજ કૂવામાં પાણીનું સ્તર નીચું જાય છે. તેમજ રેતી ખનનાં લીધે લોકોનાં ડૂબી જવાથી મૃત્યું થાય છે. તેમજ રસ્તાઓ ખરાબ થઈ જાય છે. તેમજ રેતી ખનન વખતે જે વાહન વ્યવહાર થાય છે તેનાં લીધે એક્સીડન્ટ થાય છે. તેની મુશ્કેલીઓ ગ્રામજનો દ્વારા રજૂ થઈ છે. ત્યારે આ થયેલ તમામ સુનાવણીનો રિપોર્ટ હેડ ઓફિસ મોકલવામાં આવશે.